(જી.એન.એસ.)રાજકોટ,તા.૨૨
રાજકોટમાં આવેલા આજી ડેમમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયાની ઘટના બની છે. પક્ષી ઘર નીચે ભરેલા ૧૩ ફૂટ જેટલા પાણીમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. જે પૈકી એકનો બચાવ થયો હતો. જ્યારે બે બાળકો મોતને ભેટ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોતને ભટનાર કુબલિયાપરા વિસ્તારમાં રહેતા બે સગા ભાઇઓ છે. ફાયર બ્રિગેડ દ્વારા બંને બાળકોની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં આવેલા આજી ડેમમાં પક્ષી ઘર પાસે ત્રણ બાળકો રમી રહ્યા હતા. ત્યારે ૧૩ ફૂટ જેટલા પાણીમાં પડ્તા તેઓ ડૂબી ગયા હતા.
જાકે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ એક બાળકને બચાવી લીધું હતું જ્યારે અન્ય બે બાળકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા.
સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની મદદથી બંને બાળકોની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોતને ભેટનાર કુબલીયાપરા વિસ્તારમાં રહેતા બંને સગા ભાઇઓ છે.