Sunday, October 11, 2026
HomeEntertainmentકલાકારો તેમના વતનમાં જન્માષ્ટમીની ઉજવણીની યાદો તાજી કરે છે!

કલાકારો તેમના વતનમાં જન્માષ્ટમીની ઉજવણીની યાદો તાજી કરે છે!

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

એન્ડટીવીના કલાકારો તેમના વતનમાં જન્માષ્ટમી કઈ રીતે ઊજવાતી હતી તે મજેદાર યાદોને તાજી કરે છે. ભજનોથી લઈને ઝાંખીઓના સ્વર્ણિમ રંગો અને પારિવારિક રીતરસમો સુધી દરેક કલાકાર આ તહેવારની પરંપરા સાથે પોતાના વિશેષ જોડાણ વિશે વાત કરે છે. આમાં પારસ અરોરા (ઘરવાલીપેડવાલીમાં જીતુ), હિમાની શિવપુરી (હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા) અને વિદિશા શ્રીવાસ્તવ (ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભી)નો સમાવેશ થાય છે. આગામી શો ઘરવાલીપેડવાલીમાં જીતુની ભૂમિકા ભજવતો પારસ અરોરા કહે છે, “જન્માષ્ટમીની મારી મજેદાર યાદો બરેલી સાથે જોડાયેલી છે. આખું શહેર એકત્ર ઉજવણી કરતો એક મોટો પરિવાર જેવો બની જાય છે. ગલીઓ રોશનાઈથી ઝળહળી ઊઠે છે, મંદિરોમાં રંગબેરંગી ફૂલોનો શણગાર કરાય છે અને દરેક ખૂણે ભજનો સંભળાય છે. હું મધરાતની આરતી અને ઝુલન ઉત્સવની ઉત્સુકતાથી વાટ જોતી રહું છું. બાળકૃષ્ણની નાની મૂર્તિને ફૂલોથી શણગારેલા ઝૂલામાં ઝુલાવવાનું ચમત્કારી લાગે ચે. ઘરમાં મારો પરિવાર ભોગ તરીકે માખન મિશ્રી તૈયાર કરે છે અને અમે બધા અમારી નજીકની કૃષ્ણ મંદિરની મુલાકાત લેવા પૂર્વે પારંપરિક પહેરવેશમાં સુસજ્જ બનીએ છીએ. તે સમયે એકત્ર આવવાનો, શ્રદ્ધાનો અને ખુશીનો હતો. હવે મુંબઈમાં મને ઉચ્ચ ઊર્જાવાન દહીં હાંડી ઉજવણી અને માનવ પિરામિડનો રોમાંચ જોવાનું ગમે છે. ગોવિંદીઓનું ટીમવર્ક અને વાતાવરણમાં ભક્તિ ખરેખર પ્રેરણાત્મક હોય છે. બરેલીમાં હોય કે મુંબઈમાં જન્માષ્ટમી હંમેશાં તે જ ખુશી અને ભક્તિ મારા મનમાં પાછી લાવે છે.” હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા તરીકે વહાલથી ઓળખાતી હિમાની શિવપુરી કહે છે, “દહેરાદુનમાં જન્માષ્ટમી મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. શહેર પવિત્રતા અને ઉત્સવનું સુંદર મિશ્રણ સાથે ઊજવાય છે. નાની હતી ત્યારે હું મારા પરિવાર સાથે ઐતિહાસિક તાપકેશ્વર મંદિરે હતી, જ્યાં કૃષ્ણ જન્મોત્સવ બહુ જ ભવ્યતાથી ઊજવવામાં આવતો. આ પ્રાચીન ગુફા છે અને નદીનો પટ દીવાઓ, મેરિગોલ્ડના હારથી ઝગમગી ઊઠે છ અને રાત્રે ભજનોનો સુંદર સૂર રેલાય છે. ઘરે મને મારી માતાને પ્રસાદ બનાવવામાં અને અમારી નાની બાળકૃષ્ણની મૂર્તિને રંગબેરંગી કપડાં અને દાગીના પહેરાવવાનું બહુ ગમતું હતું. આ નાની છતાં અર્થપૂર્ણ વિધિ પરિવારમાં ઉષ્મા અને એકતા નિર્માણ કરે છે. આજે પણ હું આ પરંપરાને આગળ લઈ જાઉં છું. મને આખું શહેર એકત્ર આવીને ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે તે બહુ જ ગમે છે. દરેક જન્માષ્ટમી બાળક જેવી ખુશી પાછી લાવતી હોવાનું મહેસૂસ થાય છે.” ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવતી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “વારાણસીમાં ઊછરતી હતી ત્યારે જન્માષ્ટમી ઉત્સવ ચમત્કારી હતો. શહેરના ઘાટ અને મંદિરો રોશનાઈ, ભક્તિ સંગીત અને કૃષ્ણના જીવન પરથી બનાવવામાં આવેલી સુંદર ઝાંખીઓથી સમૃદ્ધ બની જતા હતા. મને બાળકૃષ્ણ માટે નાના ઝૂલાને શણગારવાનું, મારી માતા અને દાદીને માખન મિશ્રા તથા ધનિયા પંજિરી બનાવવામાં મદદ કરવાનું અને મધરાત્રે મંદિરો ખાતે આરતીઓમાં જવાનું બહુ જ સારું લાગતું હતું. તે અવસર મારા હૃદયમાં અંકિત છે અને મેં તે પરંપરા જીવંત રાખી છે. આ વર્ષે હું માખન- મિશ્રી, ધનિયા પંજિરી, ખીર અને તાજાં ફળો સાથે ફેસ્ટિવ પ્રસાદ થાળી તૈયાર કરવાની છું અને મારા ફેવરીટ ચુરમા લાડુ પણ બનાવવાની છું. ઘરને ફૂલોથી શણગારીશ, બાળ ગોપાલ માટે નાનો ઝૂલો બનાવીશ અને અમે શાંતિપૂર્ણ મધરાતની આરતી પૂર્વે ભજનો ગાઈશું. મારે માટે જન્માષ્ટમી પ્રતિબિંબ, ભક્તિ અને કૃતજ્ઞતાનો સમય છે, જે સાદી ખુશીઓ આપણને આપણા મૂળિયા સાથે બાંધી રાખે છે તેની યાદ અપાવે છે. “

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here