Saturday, October 10, 2026
HomeGujaratટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

ટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત: અમેરિકા દ્વારા આજથી ભારતીય નિકાસ પર ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતના અલગ અલગ સેક્ટરને તેની માઠી અસર પહોંચવાની છે. જેમાં સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે. ડાયમંડ ઉદ્યોગની કમર પડી ભાંગે તેવી ભીતિ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કરી છે. આ વચ્ચે સુરતમાં એક ડાયમંડ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં સો જેટલા રત્ન કલાકારોને એકાએક છૂટા કરી દેવાયા હોવાની વાત સામે આવી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન અને છૂટા કરાયેલા રત્ન કલાકારોએ દાવો કરતાં જણાવ્યું છે કે કંપની પાસે કોઈ કામ ન હોવાના કારણે તેઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવનાર છે.
અમેરિકાના ટેરિફ વોરને લઈ સુરતનો હીરા ઉદ્યોગ ચિંતિત બન્યો છે. વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. આ વચ્ચે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા રાતોરાત 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે. કતારગામ ખાતે આવેલી કાસાનગર સ્થિત ક્રિશ દિયામ નામની ડાયમંડ કંપની સામે આ ગંભીર આરોપ થયા છે. કંપનીમાંથી છૂટા કરાયેલા રત્ન કલાકારોએ જણાવ્યું છે કે કંપનીમાં અંદાજિત 250 થી 300 જેટલા રત્ન કલાકારો કામ કરે છે. છેલ્લા 15 – 15 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોને નોટિસ આપ્યા વિના જ છુટા કરી દેવાયા છે. જેના કારણે ઘરખર્ચ, બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરના ભાડા સહિત મકાનના હપ્તા ભરવા જેવી ચિંતા સતાવી રહી છે. ઉપરાંત કંપની દ્વારા ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવ્યું નથી. એક તરફ સામી દિવાળી છે અને બીજી તરફ રત્ન કલાકારોને આવા સંજોગોમાં છૂટા કરી દેવાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here