Tuesday, October 13, 2026
HomeLife Styleબ્લીચ કે ફેશિયલ, સ્કિન માટે શું છે બેસ્ટ?

બ્લીચ કે ફેશિયલ, સ્કિન માટે શું છે બેસ્ટ?

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

દરેક લોકો એવું ઇચ્છે છે કે મારો ચહેરો મસ્ત ગ્લો કરે. ચહેરા પર ગ્લો લાવવા માટે લોકો જાતજાતની ટ્રીટમેન્ટનો સહારો લેતા હોય છે. કોઈ ફેશિયલ કરાવે છે તો કોઈ બ્લીચ કરાવીને ફેસ પર ગ્લો લાવતા હોય છે. આ સાથે અનેક મહિલાઓ ફેશિયલ અને બ્લીચ બન્ને કરાવતી હોય છે. પરંતુ આ બન્ને એકસાથે કરાવવાથી ફાયદો થાય? સ્કિનને કોઈ નુકસાન થાય? આ બન્ને વચ્ચે શું ફરક છે? તો જાણો આ વિશે સરળ ભાષામાં.
બ્યુટી એક્સપર્ટ અનુસાર ફેશિયલ દરમિયાન સ્ક્રબ અને મસાજ કરવાથી સ્કિન પહેલાંથી સંવેદનશીલ થઈ જાય છે. આમ, આ સમયે તમે બ્લીચ કરો છો તો રેશિશ, બળતરા અને એલર્જીની સમસ્યા વધી શકે છે.સાચી રીત એ છે કે પહેલાં બ્લીચ કરાવવુ જોઈએ અને પછી ફેશિયલ કરાવો. આમ કરવાથી સ્કિનને આરામ મળી શકે છે. સેન્સેટિવ સ્કિનનાં લોકોએ બ્લીચ કરાવવુ જોઈએ નહીં. તમે નેચરલ ગ્લો લાવવા ઇચ્છો છો તો સારા ફેશિયલની પસંદગી કરો. ઇન્સ્ટન્ટ નિખાર જોઈએ છે તો બ્લીચ કરો, પરંતુ લોન્ગ લાસ્ટિંગ ગ્લો અને હેલ્ધી સ્કિન માટે ફેશિયલ એક બેસ્ટ વિકલ્પ છે. તમારી સ્કિન ટાઇપ અનુસાર પ્રોપર ફેશિયલની પસંદગી કરો. આ તમને સારો ગ્લો આપવાનું કામ કરે છે. ફેશિયલ અને બ્લીચ એકસાથે કરવુ હાનિકારક સાબિત થઈ શકે છે. આ વચ્ચે અંતર હોવું જરૂરી છે.બ્લીચનું નામ સાંભળતા જ મગજમાં એવો વિચાર આવે છે કે ઇન્સ્ટન્ટ બ્રાઇટનેસ. બ્લીચનું કામ ચહેરા પર સામાન્ય ગ્લો લાવવો અને સાથે સ્કિન ટોન સાથે મેચ કરવાનું છે, જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા સ્ટ્રોન્ગ કેમિકલ્સ હોય છે. આ ત્વચાને તરત સાફ કરીને ચમકદાર બનાવે છે. પરંતુ હકીકત એ છે કે બ્લીચની અસર થોડા દિવસો સુધી જ રહે છે. સંવેદનશીલ સ્કિનનાં લોકોને બળતરા, ખંજવાળ તેમજ રેડનેસ જેવી સમસ્યા થઈ શકે છે. આ માટે બ્લીચ કરાવતા પહેલાં પેચ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here