Monday, October 5, 2026
HomeLife Styleઠંડી ઋતુમાં રંગીન અને ટાઈટ ફિટિંગના પોશાકની ફેશન

ઠંડી ઋતુમાં રંગીન અને ટાઈટ ફિટિંગના પોશાકની ફેશન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શિયાળાના આગમન સાથે વોર્ડરોબમાં પણ બદલાવ આવે છે અને ગરમ વસ્ત્રો પણ તે સાથે જ કબાટમાંથી બહાર નીકળે છે.છેલ્લા એક વર્ષથી લેગિંગ્સની ફેશન ચાલે છે અને હજુ પણ તે ચાલુ જ રહેશે. જોકે અત્યાર સુધી પ્લેન લેગિંગ્સનો ટ્રેન્ડ જોવા મળે છે પણ ડિઝાઈનરોના મતે ટ્વીસ્ટ-ગ્રાફિક્સ, બોલ્ડ પ્રિન્ટસ, સ્ટ્રાઇપ્સ અને એનિમલ પ્રિન્ટસના બ્રાઈટ અને મ્યુટેડ શેડસમાં મલ્ટીકલર લેગિંગ્સની ફેશન શરૂ થઈ શકે છે. વુલન, નેટ, નાયલોન, લાયકા અને બ્રોકેડના લેગિંગ્સ પણ સુંદર દેખાય છે.સ્વેટરના ફેન્સી અવતારને નીટ્સ કહેવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી આઉટ ઓફ ફેશન ગણાતાં નીટ્સને હવે કબાટના અંદરના ભાગમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. નીટેડ ડ્રેસ (શોર્ટ-લોંગ, ટાઈટ-લુઝ), લેગિંગ્સ, કોટ્સ અને સ્કર્ટ પણ અત્યારે ઇન-ફેશન ગણાય છે. મોટા ભાગના ઘેરા રંગમાં નીટેડ ડ્રેસ મળે છે. જોકે નીટ્સને કેઝ્યુઅલ વૅર તરીકે જ પહેરી શકાય છે. નીટ્સની સાથે નીટ્સનું કોમ્બિનેશન વધુ પડતું કેઝ્યુઅલ લાગશે. આથી નીટ્સની સાથે કૉટન, લાયક્રા, જીન્સનું કોમ્બિનેશન પહેરવું હિતાવહ છે. ડેનિમ અને નીટ્સનું કોમ્બિનેશન સૌથી સુંદર દેખાય છે. નીટના સ્વેટર્સ, સ્કર્ટ અને કોટ બેઝ, ગ્રે, વ્હાઈટ અથવા બ્લુ જેવા રંગમાં લેવા અને નીટના ડ્રેસમાં મનગમતા ઘેરા રંગને પસંદ કરવો.આ વરસે શિયાળામાં કોઈ ચોક્કસ ડ્રેસની ફેશન નથી પરંતુ વિવિધતામાં એકતા જેવું કોમ્બિનેશન પસંદ કરવામાં આવે છે. ઢીલા ટ્રેન્ચકોટ સાથે ટૂંકા, ફોર્મ-ફિટિંગના એવિએટર જેકેટનો અખતરો પણ કરી શકાય છે. વિશ્વની પહેલી મહિલા પાઈલટ એમિલિયા ઇઅરહર્ટે નાભિ સુધીની લંબાઈ ધરાવતું એવિએટર જેકેટ પહેર્યું હતું. સામાન્ય રીતે તેને સોફટ લેધરમાંથી બનાવવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન રંગનું જ હોય છે. આ જેકેટના કોલરમાં ફર હોય છે. જોકે હવે ફર, વીડ, વુલ, પોલિએસ્ટર જેવા જુદા જુદા   ફેબ્રિકમાંથી એવિએટર જેકેટ બનાવવામાં આવે છે. સ્ટ્રેઇટ પેન્ટ, ડેનીમ, ઘેરવાળા ડ્રેસ અને પ્લીટેડ સ્કર્ટસ સાથે આ જેકેટ શોભે છે. ફેશનમાં પ્રયોગ કરવા ઇચ્છતી માનુની કોકેટલ ગાઉન સાથે પણ તેને પહેરી શકે છે. જોકે ટાઈટ ડેનિમ, ટાઈટ ફિટિંગના સ્કર્ટ અને ફોર્મ  – ફિટિંગ ડ્રેસ સાથે આ જેકેટ વધુ સરસ લાગે છે. જોકે જે માનુનીના દેહનો ઉપરનો ભાગ પુષ્ટ હોય તેમણે ફરવાળું એવિએટર જેકેટ કદાપિ પહેરવું નહિ. આનાથી શરીર વધુ ભારે દેખાશે. તે જ પ્રમાણે જેકેટની નીચે જાડા ઊની કપડાં પણ પહેરવા નહિ. જ્યારે ફેશન સામયિકો મિલિટરી ફેશન કહે ત્યારે તેઓ સૈનિકોના ગણવેશ જેવા બ્લેઝર, જેકેટ અને પેન્ટની વાત કરતાં હોય છે. મિલિટરી ફેશનમાં બટન, કોલર અને બકલ્સ મોટા હોય છે. અને જેકેટ સ્ટ્રેઈટ ફિટિંગના હોય છે. આવો પરિધાન લુકને સ્માર્ટ બનાવે છે. જોકે મિલિટરી કોટ્સ અને મિલિટરી સ્ટાઈલના ટ્રાઉઝર્સ થોડા ઢીલા ફિટિંગના હોય છે એટલે તેની નીચે ફિટિંગવાળું ટૉપ કે શર્ટ પહેરવું. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here