
પ્રેમ અને વિનાશ વચ્ચેની રેખા ઝાંખી કરતી વાર્તા,સ જ્યાં ભાવનાઓ ઊંડાણમાં છે, પસંદગીઓ ઊજળી છે અને હૃદય શસ્ત્ર અને જખમ બને છે! જિયોહોટસ્ટારે આજે તેના આગામી રોમેન્ટિક- રિવેન્જ ડ્રામા ઝિદ્દી ઈશ્કનું ટ્રેલર રજૂ કર્યું, જેમાં આદિતિ પોહનકર, પરંબ્રતા ચટ્ટોપાધ્યાય, સુમીત વ્યાસ, બરખા બિશ્ત અને રિયા સેનનો સમાવેશ થાય છે. આ સિરીઝ એ વાત સામે લાવે છે કે પ્રેમની ઉપભોગ ઘનતા એટલી આગઝરતી હોય છે કે લગની અને દર્દ વચ્ચે અલગ પડી જાય છે. રાજ ચક્રબોર્તી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ઝિદ્દી ઈશ્ક પ્રેમ લગાવમાં ફેરવાય છે અને દર્દ સામે લડવાનું કારણ બને છે તે ક્યાં સુધી જઈ શકે તેમાં ડોકિયું કરાવે છે. સિરીઝ 21 નવેમ્બરથી પ્રસારિત થશે, ખાસ જિયોહોટસ્ટાર પર.
બંગાળની બોલકણી પાર્શ્વભૂમાં સ્થાપિત ઝિદ્દી ઈશ્ક મેહુલની વાર્તા છે, જે બંગાળી યુવતીનો શેખર દા પ્રત્યે એકતરફી પ્રેમ સઘન છતાં શુદ્ધ છે. શેખરનું મૃત્યુ વધુ એક આત્મહત્યા હોવાનું નકારાય છે ત્યારે હૃદયભંગમાંથી સચ્ચાઈ અને વેરની તલાશ શરૂ થાય છે. જોકે સચ્ચાઈનો માર્ગ ક્યારેય સીધો અથવા સુરક્ષિત હોતો નથી! ભક્તિ અને ભ્રમ વચ્ચેની રેખા ઝાંખી પડે છે ત્યારે રિયા (બરખા બિશ્ત), સિદ્ધાંત (સુમીત વ્યાસ) અને નૈના (રિયા સેન) સહિતના તેની આસપાસના બધા જ ગોપનીયતા, દગો અને તીવ્ર ઈચ્છાઓના જાળમાં દોરવાય છે.
ડાયરેક્ટર રાજ ચક્રબોર્તી કહે છે, “ઝિદ્દી ઈશ્ક ભાવનાઓમાં ઊંડાણની વાર્તા છે. આપણે બધાએ તે અનુભવ્યું છે પરંતુ ભાગ્યે જ પહોંચ આપી છે. પ્રેમ શાંત રહેવાનું નામ લેતો નથી અને સર્વ ઉપભોગ બની જાય છે ત્યારે ભાવનાઓ નિયંત્રણ લે છે અને સાચા અને ખોટા વચ્ચેની રેખા ભૂંસાઈ જાય છે. આ સિરીઝ પર જિયોહોટસ્ટાર સાથે કામ સશક્ત અનુભવ રહ્યો છે. તેઓ એવી વાર્તાકથનમાં માને છે જે મીઠાશનું કવચ ધરાવતી નથી, પરંતુ કાચી, અસલી અને ઘેરી માનવીય છે. દરેક પાત્ર અમુક સૈદ્ધાંતિક જરૂરતોથી પ્રેરિત છે- પ્રેમ, નુકસાન અથવા જતું કરવાનો ડર અને જિયોહોટસ્ટાર પર 21મી નવેમ્બરથી સિરીઝ સ્ટ્રીમ થાય ત્યારે અમે જે નિર્માણ કર્યું છે તે દુનિયાભરના દર્શકો જોઈને કેવો પ્રતિસાદ આપે છે તે જોવા હું ઉત્સુક છું.’’


