
ફિલ્મ્સ, શીટ્સ એન્ડ કન્ટેનર્સ, પેટ કેર, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ સહિતના વિવિધ ડોમેનમાં કામગીરી ધરાવતા કોસ્મો ફર્સ્ટે તેના પેટ કેર ડિવિઝન ઝિગ્લીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અને કોર્પોરેટ ડેવલપમેન્ટ હેડ તરીકે સૌરભ જૈનની નિમણૂંક કરી છે.
ઝિગ્લીના સીઈઓ તરીકેની નવી ભૂમિકામાં સૌરભ જૈન બિઝનેસના વિસ્તરણ તથા કંપની માટે વૃદ્ધિના આગામી તબક્કાને આકાર આપવાની જવાબદારી સંભાળશે. સૌરભ કોસ્મો ફર્સ્ટ ખાતે કોર્પોરેટ ડેવલપમેન્ટ પહેલને પણ આગળ ધપાવશે તેમજ બિઝનેસ સ્ટ્રેટેજી અને વૃદ્ધિ સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખશે, જેમાં ભવિષ્યમાં ગ્રૂપ દ્વારા મર્જર અથવા એક્વિઝિશનની સંભાવનાઓનો સમાવેશ થાય છે. તેઓ કોસ્મો ફર્સ્ટના ગ્રુપ સીઈઓ પંકજ પોદ્દાર અને ગ્રુપ સીએફઓ નીરજ જૈન સાથે મળીને કામ કરશે.
આ નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતાં કોસ્મો ફર્સ્ટના ગ્રુપ સીઈઓ પંકજ પોદ્દારે કહ્યું હતું કે, “કોસ્મો ફર્સ્ટ ખાતે લીડરશીપ ટીમના ભાગ રૂપે સૌરભ જૈનનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. એક અનુભવી લીડર તરીકે સૌરભ પાસે તેમની કારકિર્દીમાં જટિલ બિઝનેસની કામગીરીનું સફળતાપૂર્વક નેતૃત્વ અને સંચાલન કરવાનો બેજોડ ટ્રેક રેકોર્ડ છે. અમને વિશ્વાસ છે કે તેમની લીડરશીપ લાંબા ગાળે ગ્રુપમાં અર્થપૂર્ણ બદલાવ લાવશે.”
સૌરભ જૈન પાસે પેકેજિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને કોર્પોરેટ વ્યૂહરચનામાં 16 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. આ પહેલાં તેઓ જિંદાલ ફિલ્મ્સ સાથે ગ્લોબલ સીઈઓ (ઓવરસીઝ બિઝનેસ) અને એસબી પેકેજિંગ, વોડહાઉસ કેપિટલ, રેલિગેર કેપિટલ માર્કેટ્સ અને જેપી કેપિટલ સહિત અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.


