
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના-ચાંદીના બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉની તેજી બાદ બજારમાં ભારે વેચવાલીનું દબાણ આવતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ચાંદીમાં ₹7,800થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ ₹1,100થી વધુ તૂટ્યું છે.અગાઉના ટ્રેડિંગ સત્રમાં 05 માર્ચ 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,50,605 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી તેજી સાથે ₹2,51,041 પર ખુલી હતી, પરંતુ આ તેજી ટકી શકી ન હતી.દિવસ દરમિયાન ભારે વેચવાલીને કારણે ચાંદીનો ભાવ ગગડ્યો હતો. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹7,836 (-3.13%) ના તોતિંગ કડાકા સાથે ₹2,42,769 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,40,605ની નીચલી સપાટી પણ બનાવી હતી.ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે.


