Saturday, July 25, 2026
HomeAhmedabadJOJO એપ પર 26  ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’

JOJO એપ પર 26  ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

અમદાવાદ: ગુજરાતી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો માટે વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનાનો અંત ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. મનોરંજન ક્ષેત્રે અગ્રેસર JOJO (જોજો) એપ પર આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ પાવર-પેક્ડ એક્શન અને ઈમોશનલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘વિક્રમ નં. 1’ રિલીઝ થવા જઈ રહી છે. હોળીના તહેવાર પૂર્વે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિક્રમ ઠાકોરના ચાહકો માટે એક શાનદાર ભેટ સાબિત થશે.

ફિલ્મની વાર્તા એક નાના ગામના બહાદુર અને પ્રામાણિક યુવાન વિક્રમની આસપાસ ફરે છે, જેનું જીવન ત્યારે પલટાય છે જ્યારે તેને તેના સ્વર્ગસ્થ પિતાના જૂના પત્રોમાંથી કેટલાક ચોંકાવનારા સત્યો જાણવા મળે છે. એક સામાન્ય વ્યક્તિની આ અંગત સફર જોતજોતામાં ન્યાય, સન્માન અને સત્ય માટેની મોટી લડાઈમાં પરિવર્તિત થઈ જાય છે.  દિગ્દર્શક જીતુભાઈ પંડ્યાએ આ ફિલ્મને ગ્રામીણ ગુજરાતના વાતાવરણમાં એવી રીતે રજૂ કરી છે કે જે માસ અને ફેમિલી બંને ઓડિયન્સને સ્પર્શી જાય. ફિલ્મમાં બદલો, કૌટુંબિક સંબંધો અને સામાજિક મૂલ્યો જેવા વિષયો હોવા છતાં, તેની ભાવનાત્મક રજૂઆત અને પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિનો સ્પર્શ દર્શકોને સતત જકડી રાખે છે. મૌલિક મહેતાનું સંગીત અને શ્વેતા સેન તેમજ ભૂમિ ગુરનો સશક્ત અભિનય ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે.

JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ  ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય ગુજરાતી વાર્તાઓને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. વિક્રમ ઠાકોર જેવા પાવરફુલ સ્ટારની  ફિલ્મ ‘વિક્રમ નં. 1’  JOJO એપ પર લાવીને અમે દર્શકોને એ જ માસ એન્ટરટેઈનમેન્ટ આપવા માંગીએ છીએ જેની તેઓ આશા રાખે છે. ગુજરાતી સિનેમા હવે મનોરંજનની સાથે સાથે મહત્વની વાતો પણ દર્શાવે છે અને JOJO તેનો એક મહત્વનો ભાગ છે.”

વિક્રમ ઠાકોર એ ગુજરાતી સિનેમાના પાવરફુલ સ્ટાર છે. તેમની મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મના હાર્દ સમાન છે. શ્વેતા સેન અને ભૂમિ ગુરના સશક્ત અભિનયે વાર્તાને વધુ મજબૂતી આપી છે.

ગુજરાતી મસાલા એન્ટરટેઈનર ગણાતી આ ફિલ્મ હવે JOJO એપ દ્વારા ઉપલબ્ધ થશે. જો તમે વિક્રમ ઠાકોરના ચાહક છો અથવા ગામડાની માટીની મહેક ધરાવતા ડ્રામાના શોખીન છો, તો 26 ફેબ્રુઆરીથી આ બ્લોકબસ્ટર જોવાનું ચૂકશો નહીં.

ઉલ્લેખનીય છે કે JOJO એપ એ વિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપથી વિકસતું ગુજરાતી OTT પ્લેટફોર્મ છે, જે 177 થી વધુ દેશોમાં ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજનને પહોંચાડી રહ્યું છે. આ એપ પર ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને રિયલિટી શોનો ખજાનો ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ દરેક ગુજરાતીના મોબાઈલ સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું કન્ટેન્ટ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

ગુજરાતી મનોરંજન જગતમાં ક્રાંતિ લાવનાર JOJO એપ આજે માત્ર એક પ્લેટફોર્મ નથી, પણ એક વૈશ્વિક ઓળખ બની ગયું છે. વર્ષ 2026 સુધીમાં આ એપ 70 લાખ (7 Million+) થી વધુ યુઝર્સનો અતૂટ વિશ્વાસ જીતી ચૂકી છે, જે તેની વધતી જતી લોકપ્રિયતાનો પુરાવો છે. એટલું જ નહીં, એપ પર જોવા મળતો 63% રિટેન્શન રેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રેક્ષકોને તેનું કન્ટેન્ટ ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને તેઓ સતત પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહે છે. હાલમાં આ પ્લેટફોર્મ પર 200 થી વધુ વૈવિધ્યસભર ટાઇટલ ઉપલબ્ધ છે, જેનો કુલ વૉચ ટાઈમ 700 કલાકથી પણ વધુ છે, જે દર્શકોને મનોરંજનનો ખજાનો પૂરો પાડે છે. JOJO એપ માત્ર ડિજિટલ મનોરંજન સુધી સીમિત નથી, પરંતુ તે ગુજરાતી સંસ્કૃતિની ધરોહરને પણ સાચવી રહ્યું છે. ‘શેરી ગરબા’ અને ‘ચલ મન વૃંદાવન’ જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાને કારણે એપને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. JOJO એપ પ્રતિષ્ઠિત ‘ફેમિના એવોર્ડ્સ 2024’ ની ઓફિશિયલ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ રહી ચૂકી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here