Tuesday, October 20, 2026
HomeAhmedabadઇન્ડિયાનું ફર્સ્ટ "કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ" અમદાવાદમાં 'દાસ્તાન ઓટોવર્લ્ડ' ખાતે યોજાશે :...

ઇન્ડિયાનું ફર્સ્ટ “કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ” અમદાવાદમાં ‘દાસ્તાન ઓટોવર્લ્ડ’ ખાતે યોજાશે : વિન્ટેજ કાર અને સિનેમાનો અનોખો સંગમ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્તાન ઓટોવર્લ્ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન’ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની કલ્પના આ કલેક્શનના કસ્ટડિએન્સ શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈ અને શ્રી બ્રિજેશ ચીનાઈ દ્વારા કરવામાં આવી છે.
દાસ્તાન ઓટોવર્લ્ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજનનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે Rolls-Royce, Bentley, Lagonda, Maybach, Cadillac, Mercedes-Benz, Auburn અને બીજી અનેક દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઈકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે.
આ પ્રસંગે બોલતા શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈએ જણાવ્યું હતું કે, “દાસ્તાન ઓટોવર્લ્ડના પચીસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે, અમે એક એવા અનુભવનું નિર્માણ કરવા ઈચ્છતા હતા જે માત્ર આ અદભૂત મોટરકારોની કારીગરીને જ નહીં, પરંતુ પડદા પર તેમણે જે વાર્તાઓને પ્રેરિત કરી છે તેનું પણ સન્માન કરે. કાર હંમેશા માત્ર મશીનથી વિશેષ રહી છે; તે આકાંક્ષા, નવીનતા અને લાગણીઓનું પ્રતીક છે. આ મહોત્સવ દ્વારા, અમે પ્રેક્ષકોને એન્જિનિયરિંગ અને સિનેમા વચ્ચેના એ અનોખા સંવાદના સાક્ષી બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”
‘દાસ્તાન ઓટોવર્લ્ડ’માં 100 થી વધુ દુર્લભ અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ઓટોમોબાઈલ્સનો સમાવેશ થાય છે. તે ભારતભરમાં ખાનગી વિન્ટેજ કાર કલેક્શનમાં મોખરે છે. આ ફેસ્ટિવલના શિડ્યુલ મુજબ, 27 ફેબ્રુઆરી, શુક્રવારે સાંજે 7-00 વાગ્યે ‘Le Mans’, 28 ફેબ્રુઆરી, શનિવારે સાંજે 4-30 વાગ્યે ‘ચલતી કા નામ ગાડી ‘ અને રાત્રે 8-00 વાગ્યે ‘ધ ઈટાલિયન જોબ દર્શાવવામાં આવશે; જ્યારે 1 માર્ચ, રવિવારના રોજ સવારે 11-00 વાગ્યે ‘Cars’ અને સાંજે 4-30 વાગ્યે એક્શન ફિલ્મ ‘ધૂમ 1’ નું સ્ક્રીનિંગ યોજાશે, જે અમદાવાદીઓ માટે ઓટોમોબાઈલ અને સિનેમાના સંગમને માણવાની એક સુવર્ણ તક છે.

અમદાવાદીઓ માટે વિન્ટેજ કારની દુનિયાને નજીકથી માણવાનો આ એક અનોખો અને યાદગાર અવસર બની રહેશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here