Monday, September 21, 2026
HomeWorldસાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી 'અરામકો' પર ડ્રોન એટેક

સાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ‘અરામકો’ પર ડ્રોન એટેક

Date:

Related stories

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર હવે દુનિયાભરના ઊર્જા ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ઈરાનના ડ્રોન હુમલાને કારણે સાઉદી અરેબિયાને તેની અત્યંત મહત્ત્વની અરામકો ઓઈલ રિફાઈનરી હાલ પૂરતી બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી આ વિસ્તારના એનર્જી સેક્ટર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન, વિશ્વના કુલ ઓઈલ સપ્લાયના 20% હિસ્સાનું વહન કરતી હોર્મુઝની સામુદ્રધુનીમાં(Strait of Hormuz) શિપિંગ અટકી પડતા ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડતોડ વધારો થયો છે. પરિણામે, વૈશ્વિક માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને બેરલ દીઠ 80 ડોલર સુધી પહોંચી ગઈ છે. શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ હુમલાના વળતા પ્રહારમાં તેહરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર ઉપરાઉપરી હુમલા કર્યા છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાયાવિહોણા ગણાવીને તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સાઉદી સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમણે ઈરાન વિરૂદ્ધના કોઈ પણ ઓપરેશનમાં પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી, છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બિલકુલ સ્વીકાર્ય નથી. વૈશ્વિક બજારમાં હાલ ભારે અસ્થિરતાનો માહોલ છે. જો હોર્મુઝની સામુદ્રધુની લાંબો સમય બંધ રહેશે, તો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ઠપ થઈ શકે છે, જે આખરે દુનિયાભરમાં મોંઘવારીમાં મોટો ઉછાળો લાવશે. સાઉદી સત્તાવાળાઓએ આ હુમલાઓ સામે લાલ આંખ કરતા રિયાધમાં ઈરાની રાજદૂતને તેડું મોકલી સખત વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂ સરકારના આકરા વલણ પછી હવે અખાતી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે, જેની માઠી અસર સામાન્ય લોકો અને વિશ્વના અર્થતંત્ર પર પડવાની ભીતિ છે.

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here