Sunday, October 4, 2026
HomeNew Delhiવડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ શાસન કરવાની સિદ્ધિ મેળવીને ભારતના રાજકારણમાં ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ ૧૩ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ૧૨ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે શાસન સંભાળ્યું છે. અગાઉ આ રેકોર્ડ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે ૮,૯૩૦ દિવસ સુધી કોઈ સરકારના વડા તરીકે કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીને આ ઈતિહાસ રચવા બદલ સાથી કેબિનેટ મંત્રીઓ સહિત સેલિબ્રિટીઓ અને જનતાએ અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરવાનો રેકોર્ડ કરતા ૨૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે ૭ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી હતી. તેમણે ૨૧ મે, ૨૦૧૪ સુધી મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. ત્યાર પછી મે ૨૬, ૨૦૧૪માં તેઓ વડાપ્રધાન બન્યા અને હજુ સુધી આ પદ પર શાસન કરી રહ્યા છે. આમ પીએમ મોદીએ ૨૦૦૧માં સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યા પછી સતત ૮,૯૩૧ દિવસથી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિ દાયકાઓ સુધી સતત નેતૃત્વ, જનસમર્થન અને રાજકીય સ્થિરતાની સ્થિતિ પણ રજૂ કરે છે.

પીએમ મોદીએ કોઈ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ સુધી શાસન કરવાની સાથે અન્ય અનેક સિદ્ધિઓ મેળવી છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહેનારા એકમાત્ર નેતા છે. આ સિવાય ભારતીય રાજકારણમાં પીએમ મોદી સંભવતઃ એકમાત્ર એવા નેતા છે, જેમણે એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે સતત ત્રણ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી જીતી અને સતત ત્રણ વખત ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં જીતવાનો ઈતિહાસ રચ્યો છે. કોઈપણ સરકારના વડા તરીકેની તેમની આ સિદ્ધિ ગરીબોને અધિકારો આપવા અને વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવવામાં રાષ્ટ્ર પ્રથમ પ્રત્યેની તેમની ઊંડી કટિબદ્ધતા દર્શાવે છે.

 સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ જીવન દેશ અને દેશવાસીઓની સેવામાં સમર્પિત છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીનો આ પ્રવાસ અદ્વિતિય રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીની ૨૪ વર્ષની અટૂટ સેવાની પ્રશંસા કરી હતી. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here