Tuesday, July 21, 2026
HomeWorldઈરાનના તેલ પર કબજો કરવો મારી ઇચ્છા: ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાનના તેલ પર કબજો કરવો મારી ઇચ્છા: ડોનાલ્ડ ટ્રમ્પ

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ઈરાન-અમેરિકા યુદ્ધમાં વળાંક! ટ્રમ્પનો યુરેનિયમ જપ્ત કરવાનો પ્લાન, ખાર્ગ દ્વીપ પણ લઈ શકું છું; સમજૂતી ન થઈ તો ઈરાન નહીં બચે, 10 હજાર સૈનિક સ્ટેન્ડ-બાય

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વ પર યુદ્ધના વાદળો ઘેરાયા છે. તાજેતરના અહેવાલો મુજબ, જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરશે તો ઈરાને વળતી જવાબી કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો મેળવવા માટે એક જોખમી સૈન્ય અભિયાન પર વિચાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાની 31મી મરીન એક્સપિડિશનરી યુનિટ મધ્ય પૂર્વમાં પહોંચી ગઈ છે અને અમેરિકન સેના જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઈરાન પાસેથી આશરે 1,000 પાઉન્ડ યુરેનિયમ જપ્ત કરવાની યોજના છે. અમેરિકન અધિકારીઓના મતે આ કામ અત્યંત જટિલ અને જોખમી છે. પેન્ટાગોન આ ઓપરેશન માટે વધારાના 10,000 સૈનિકો તહેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આ ઓપરેશનને મંજૂરી મળશે, તો અમેરિકાના વિશેષ દળો ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે પરમાણુ મથકોને સુરક્ષિત કરી રેડિયોએક્ટિવ સામગ્રી બહાર કાઢશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ નાનું ઓપરેશન નહીં હોય અને તે અઠવાડિયા સુધી ચાલી શકે છે. બીજી તરફ, આ સંઘર્ષને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ બન્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા, તૂર્કીયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈરાન આ વાતચીતમાં સામેલ થયા નથી. આ તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનનું તેલ પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. રવિવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, ‘સાચું કહું તો મારી મનપસંદ વસ્તુ ઈરાનનું તેલ લેવું છે. તેના પર કબજો કરવા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે.’ તેમણે આગળ કહ્યું, ‘અમેરિકામાં કેટલાક લોકો કહે છે કે તમે આવું શા માટે કરી રહ્યા છો?’ પણ તેઓ મૂર્ખ છે.’ તેમણે ખાર્ગ ટાપુનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘કદાચ આપણે ખાર્ગ ટાપુ લઈ લઈએ, કદાચ નહીં.’ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે આ ટાપુ પર ઈરાનનું સંરક્ષણ બહુ મજબૂત નથી અને અમેરિકા તેને સરળતાથી પોતાના કબજામાં લઈ શકે છે. બીજી તરફ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે જલ્દી સમજૂતી થઈ શકે છે. જોકે તેમણે ચેતવણી આપી કે જો તેહરાને અમેરિકાનો પ્રસ્તાવ ન માન્યો, તો તેમની પાસે દેશ જ નહીં બચે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here