
વિશ્વમાં 9માં ક્રમની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન પ્રોવાઇડર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલના ભાગરૂપે સોલન જિલ્લામાં નાલાગઢમાં ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ (જીએસએસએસ) અને ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલ (જીપીએસ) નવાગ્રામમાં શૈક્ષણિક માળખા અને વિદ્યાર્થીઓના વિકાસને બળ આપ્યું છે.
નવાગ્રામમાં 1,399 લોકોની સંખ્યા છે, જ્યાં અગાઉ માળખાકીય અસુવિધા, પાણીની અચત અને ટ્રાન્સપોર્ટની મર્યાદિત સુવિધા તથા ઉચ્ચ અભ્યાસમાં નીચી પ્રગતી જેવી સમસ્યાઓ હતી. જીએસએસએસ (213 વિદ્યાર્થીઓ) અને જીપીએસ (60 વિદ્યાર્થીઓ)ને વધુ સારી સુવિધા અને વિદ્યાર્થીઓ માટે સુઆયોજિત જોડાણની આવશ્યકતા હતી.
અંબુજા સિમેન્ટ્સે ધોરણ 12 સુધી વધુ સારા વર્ગખંડોના નિર્માણ (આર્ટ્સ પ્રવાહ), રમત-ગમત માટેના મેદાનના વિકાસ, સોક પિટ, બાઉન્ડ્રીની દિવાલો, પ્રવેશદ્વાર, હેન્ડવોશ સ્ટેશન, પાણીની સુવિધા સાથે શૌચાલય, વોટર કૂલર, અદ્યતન સાયન્સ લેબ, બીએએલએ આર્ટવર્ક અને સ્કૂલ માટે સોલર લાઇટિંગ વિકસિત કરવામાં સહયોગ કર્યો.
અભ્યાસમાં સુધારા માટે સ્ટેમ સેશન, વાચનને પ્રોત્સાહન આપતાં કાર્યક્રમો, વોશ અને 5એસ જાગૃકતા, સેફ્ટી વર્કશોપ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત સામેલ હતી. એક જીપીએસ વિદ્યાર્થી નવોદવ વિદ્યાલય માટે સફળતાપૂર્વક ક્વોલિફાઇ થયો છે, જે શૈક્ષણિક સુવિધાઓમાં સુધારાને દર્શાવે છે.
આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ (એએસપી) અને આઝાદ યુથ સ્પોર્ટ્સ ક્લબને સપોર્ટ કરાયો હતો. 40 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કબડ્ડી કોચિંગ અપાયું હતું, જેનાથી તેમણે પંચાયત, ઝોનલ, ડિસ્ટ્રિક્ટ અને રાજ્ય-સ્તરની ટુર્નામેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પહેલથી શિસ્ત, ફિટનેસમાં સુધારો થયો હતો તેમજ નુકશાનકારત આદતોથી યુવાનોને દૂર કરવામાં મદદ મળી હતી.
સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, માતા-પિતા અને શિક્ષકોની સક્રિય ભાગીદારીથી બંન્ને શાળાઓમાં હાજરી, પ્રેરણા, સ્વચ્છતા અને એકંદર શિક્ષણ વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ વિકાસ માટે એક ટકાઉ મોડેલ બનાવે છે.
