Monday, September 28, 2026
HomeAhmedabadચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ

ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ દ્વારા અગાઉ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે ફેઝની પરીક્ષાઓ સમયસર પૂર્ણ થઈ ગઈ છે. જોકે, બાકીના ત્રણ ફેઝ જેમાં UG (સ્નાતક) અને PG (અનુસ્નાતક) ના મહત્વના સેમેસ્ટર્સનો સમાવેશ થાય છે, તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા UG અને PGના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની સીધી અસર પડશે.આ ફેરફારને કારણે આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન જેવી તમામ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. ખાસ કરીને NEP (નવી શિક્ષણ નીતિ) હેઠળના કોર્સ અને ઇન્ટિગ્રેટેડ કોર્સના વિદ્યાર્થીઓએ હવે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવા તૈયાર રહેવું પડશે. બી.એ., બી.કોમ., બી.એસસી. સેમેસ્ટર 2, 4 અને 6 ના વિદ્યાર્થીઓ તેમજ એમ.એ. અને એમ.કોમ.ના વિદ્યાર્થીઓ માટે હવે વાંચવા માટે વધારાનો સમય મળ્યો છે, પરંતુ બીજી તરફ પરિણામો મોડા આવવાની શક્યતા પણ વધી છે.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ રિવાઈઝડ કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજો અને વિભાગોમાં મોકલી આપ્યો છે. ચૂંટણીની કામગીરીમાં સ્ટાફ અને બિલ્ડિંગના રોકાણને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. પરીક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મે મહિનામાં પરીક્ષાઓ લેવા માટે સેન્ટરોની વ્યવસ્થા અને પાણી-વીજળી જેવી સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.યુનિવર્સિટી દ્વારા કુલ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી બે ફેઝની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને કારણે બાકીના ત્રણ ફેઝની પરીક્ષાઓ હવે એપ્રિલને બદલે મે મહિનામાં યોજાશે. 

1 મે થી શરૂ થતી પરીક્ષાઓ:B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A, B.R.S (સેમેસ્ટર-4 અને 6)M.A. (સેમેસ્ટર-3)ઇન્ટિગ્રેટેડ કોર્સ (સેમેસ્ટર-2, 4, 6, 8, 10)LL.B. (સેમેસ્ટર-2) અને B.Ed. (સેમેસ્ટર-2)

2. 12 મે થી શરૂ થતી પરીક્ષાઓ:M.A., M.Com, M.Sc, M.R.S, M.M.C.J, M.Ed (સેમેસ્ટર-2)B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A (સેમેસ્ટર-2)NEP (ન્યૂ એજ્યુકેશન પોલિસી) હેઠળના UG કોર્સ (સેમેસ્ટર-4)

3. 21 મે થી શરૂ થતી પરીક્ષાઓ: NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here