Tuesday, August 18, 2026
HomeAhmedabadઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં  તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો...

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં  તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો

Date:

Related stories

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે ખીરુંના સેમ્પલ લીધા છે, તેને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.’
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યાના દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.’મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.’ શોકમાં ગરકાવ દાદા ગૌરીશંકર પ્રજાપતિએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર પોતાની વહાલસોયી દીકરીઓ ન ગુમાવે.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે ખીરુંના સેમ્પલ લીધા છે, તેને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.’ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે જમાવ્યું કે, ‘ તે દિવસે સાંજે અમારે ત્યાં બંને લોકો ખીરું લેવા આવ્યા હતા. અમે તેને ખીરું આપ્યું હતું. દિવસનું અમારે 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને તે દિવસે બીજા અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ, ઘનશ્યામ ડેરીમાં જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી.’

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here