Tuesday, October 6, 2026
HomeIndiaએન્ટરપ્રાઇઝની માગના આધારે, વીવર્ક ઈન્ડિયાએ બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં 700,000+ ચોરસ ફૂટનો...

એન્ટરપ્રાઇઝની માગના આધારે, વીવર્ક ઈન્ડિયાએ બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં 700,000+ ચોરસ ફૂટનો ઉમેરો કર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભવિષ્ય માટે તૈયાર વર્કસ્પેસથી સજ્જ, વીવર્ક ઈન્ડિયા ગતિશીલ વર્કસ્પેસ વ્યૂહરચનાઓ સાથે તમામ કદના વ્યવસાયોને સશક્ત બનાવવામાં મોખરે છે. 1.21 લાખથી વધુ ડેસ્ક અને લગભગ 74% એન્ટરપ્રાઇઝ સભ્યો ધરાવતા મજબૂત મેમ્બર પોર્ટફોલિયો સાથે આઠ શહેરોમાં કાર્યરત, વીવર્ક ઈન્ડિયા સોલોપ્રેન્યોર્સ અને સ્ટાર્ટઅપ્સથી લઈને ફોર્ચ્યુન 500 કંપનીઓ સુધી દરેક પ્રકારના વ્યવસાય માટે ખરા અર્થમાં પ્રીમિયમ અનુભવની સાથે સક્ષમ વર્કસ્પેસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

ભારતના અગ્રણી પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સમાંથી એક, વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડે (“વીવર્ક ઇન્ડિયા”) આજે ​​બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં મોટા પાયા પરના, લાંબા ગાળાના પાંચ લીઝ કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે, જે કુલ 700,000 ચોરસ ફૂટથી વધુ ગ્રેડ A ઓફિસ સ્પેસ ધરાવે છે. કંપનીના અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણોમાંનું એક, આ સીમાચિહ્ન દક્ષિણ ભારતમાં વીવર્ક ઇન્ડિયાના નેતૃત્વને મજબૂત બનાવે છે અને એન્ટરપ્રાઇઝ કબજેદારો અને સંસ્થાકીય મિલકતમાલિકો બંને માટે પસંદગીના ભાગીદાર તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. કંપની હાલમાં સમગ્ર પ્રદેશમાં 37 કેન્દ્રો ચલાવે છે, જે ભારતના સૌથી ઝડપથી વિકસતા ઓફિસ બજારોમાં તેના વ્યાપને રજૂ કરે છે.

બેંગલુરુના વીવર્ક એમ્બેસી ટેકવિલેજ 8C, વીવર્ક વિસ્ટા અર્થ સેન્ટર અને વીવર્ક ઈન્ફીનિક્સ પેલેડિયમ, હૈદરાબાદનું ફોનિક્સ H10, અને ચેન્નાઈનું વીવર્ક એમ્બેસી સ્પલેન્ડિડ જેવા પાંચ નવા સેન્ટર કંપનીના પોર્ટફોલિયોમાં સામૂહિક રીતે 12,000 ડેસ્કનો ઉમેરો કરશે. 10થી 20 વર્ષ સુધીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ દ્વારા નિર્મિત, આ ભાગીદારી સતત માગમાં વિશ્વાસનો સંકેત આપે છે અને વધુ સ્થિર, ભાગીદારી આધારિત વિકાસ મોડેલ તરફ સેક્ટરની ઉત્ક્રાંતિને દર્શાવે છે. વધુમાં, શહેરો અને સૂક્ષ્મ બજારોમાં પાંચ અલગ-અલગ મિલકતમાલિકો સાથે ભાગીદારી કરીને, વીવર્ક ઈન્ડિયા સંપત્તિના માલિકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા કાર્યસ્થળના સોલ્યુશન સાથે તેમની ઇમારતોને ભવિષ્યમાં સુરક્ષિત કરવા માટે સક્ષમ બનાવી રહ્યું છે, સાથે જ સાહસોને વિવિધ સ્થળોએ સુસંગત, ડિઝાઇન આધારિત પ્રોડક્ટ પ્રદાન કરી રહ્યું છે.

આ વિસ્તરણ સમગ્ર પ્રદેશમાં પાંચ સીમાચિહ્નરૂપ બાંધકામોને આવરી લે છે અને એમ્બેસી ઓફિસ પાર્કસ, મધુ વેન્ચર્સ એન્ડ વિસ્ટા સ્પેસ, ઇન્સ્પિરા બિલ્ડર્સ અને ફોનિક્સ ગ્રુપ હૈદરાબાદ જેવા અગ્રણી મિલકતમાલિકો સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. આટલા વ્યાપક સ્તરનો સહયોગ બજારમાં મોટા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, જેમાં સંપત્તિ માલિકો ઉચ્ચ-ગુણવત્તાવાળા, ફ્લેક્સિબલ કાર્યસ્થળો માટે વધતી જતી એન્ટરપ્રાઇઝની માગને પહોંચી વળવા માટે વીવર્ક ઈન્ડિયા જેવા સ્થાપિત ઓપરેટરો સાથે વધુને વધુ ભાગીદારી કરી રહ્યા છે.

વીવર્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કરણ વિરવાનીએ આ વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે: “દક્ષિણ ફક્ત એક પ્રાદેશિક વાર્તા નથી, પણ ભારતની એન્ટરપ્રાઇઝ વૃદ્ધિના આગામી તબક્કાનું કેન્દ્ર છે. બેંગલુરુ વિશ્વના સૌથી ગતિશીલ ટેકનોલોજી બજારોમાંનું એક છે, હૈદરાબાદ અસાધારણ ગતિએ આગળ વધી રહ્યું છે, અને ચેન્નાઈ વૈશ્વિક ડિલિવરી અને નાણાકીય સેવાઓ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. સાત લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી પાંચ ઇમારતો માટે લીઝ પર હસ્તાક્ષર કરવાનો અમારો નિર્ણય, આ બજારો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને વ્યાપ પર અમલ કરવાની અમારી ક્ષમતા બંનેને રજૂ કરે છે. આ એક લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે, જે ફ્લેક્સ-ફર્સ્ટ વર્કપ્લેસ વ્યૂહરચનાઓને અપનાવતા સાહસોની માળખાકીય માગ સાથે સંરેખિત છે. વીવર્ક ઇન્ડિયા ખાતે, અમે આગામી દાયકામાં ભારતની અગ્રણી સંસ્થાઓ કેવી રીતે કાર્ય કરશે તે માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યા છીએ.”

ભારતના ઓફિસ માર્કેટની વૃદ્ધિની ગતિમાં દક્ષિણ ભારત સતત વધારો કરી રહ્યું છે, જેમાં બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ મળીને દેશની કુલ લીઝિંગની પ્રવૃત્તિનો લગભગ અડધો હિસ્સો ધરાવે છે (સ્ત્રોત: JLL). આ માગને GCC, ટેકનોલોજી કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોના ઝડપી વિસ્તરણથી વેગ મળી રહ્યો છે, આ તમામ વધુને વધુ પ્રમાણમાં ફ્લેક્સિબલ કાર્યસ્થળ માટેની વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે. આ સંદર્ભમાં, વીવર્ક ઈન્ડિયાનું તાજેતરનું વિસ્તરણ ફક્ત માગ સામેનો પ્રતિભાવ નથી, પણ પ્રદેશના સૌથી મહત્વપૂર્ણ વ્યવસાય કોરિડોરમાં ક્ષમતાને મજબૂત બનાવવા માટેની કવાયતમાં સક્રિય રોકાણ છે.

બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં, નવા સેન્ટર વ્યૂહાત્મક રીતે ઉચ્ચ-માગ ધરાવતા વાણિજ્યિક કેન્દ્રોમાં આવેલા છે, જે મજબૂત કનેક્ટિવિટી, પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાપિત સામાજિક ઇકોસિસ્ટમ્સ સુધીની પહોંચ પૂરી પાડે છે. મુખ્ય સૂક્ષ્મ બજારો અને ગ્રેડ Aના બાંધકામોમાં સ્થિત, આ કેન્દ્રો લવચીક, ડિઝાઇન આધારિત કાર્યસ્થળના ઉકેલ શોધતા સાહસો અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતી કંપનીઓને સેવા પૂરી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં, પાંચમાંથી ત્રણ ઇમારતો અહીં સ્થિત છે:

1. વીવર્ક એમ્બેસી ટેકવિલેજ 8સી, આઉટર રીંગ રોડ – 95,351 ચોરસ ફૂટ, ~1800 ડેસ્ક, 3 માળ, શહેરના સૌથી પ્રતિષ્ઠિત ઇન્ટિગ્રેટેડ ટેક ટાઉનશીપમાંથી એકમાં સ્થિત

2. વીવર્ક વિસ્ટા અર્થ સેન્ટર, વ્હાઇટફિલ્ડ – 151,201 ચોરસ ફૂટ, ~2300 ડેસ્ક, 4 માળ; CBRE દ્વારા સુવિધા પ્રાપ્ત, જે ઉચ્ચ-કનેક્ટિવિટી ધરાવતા બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં મોટા એન્ટરપ્રાઇઝ કબજેદારોને સેવા આપવા માટે તૈયાર છે.

3. વીવર્ક ઇન્ફિનિક્સ પેલેડિયમ, વ્હાઇટફિલ્ડ – 169,485 ચોરસ ફૂટ, ~3100 ડેસ્ક, 7 માળની ઇમારત, કુશમેન એન્ડ વેકફિલ્ડ બ્રોકર, પાંચ કેન્દ્રોમાંથી સૌથી મોટું છે અને શહેરમાં વીવર્ક ઇન્ડિયાની સૌથી વધુ ક્ષમતા ધરાવતી ઇમારતોમાંથી એક.
4. હૈદરાબાદમાં, વીવર્ક ફોનિક્સ H10 – 145,114 ચોરસ ફૂટ, ~2,100 ડેસ્ક, 2 માળ, JLL દ્વારા સુવિધા આપવામાં આવી છે, શહેરના હાઇ-ડિમાન્ડ ટેક કોરિડોર – HITEC સિટીમાં સ્થિત.
5. ચેન્નાઈમાં વીવર્ક એમ્બેસી સ્પલેન્ડિડ, રેડિયલ રોડ પર – 141,392 ચોરસ ફૂટ, ~2,600 ડેસ્ક, 2 માળ, ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સ અને BFSI સેક્ટરના વિસ્તરણથી મજબૂત ગતિમાં રહેલા બજારમાં નોંધપાત્ર પ્રીમિયમ ફ્લેક્સ ઓફરનો ઉમેરો કરી રહ્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here