Tuesday, October 6, 2026
HomeIndiaભારતના હોસ્પિટાલિટી સેક્ટર માટે બેંકિંગ સહાયને મજબૂત કરવા એક્સિસ બેંકે FHRAI સાથે...

ભારતના હોસ્પિટાલિટી સેક્ટર માટે બેંકિંગ સહાયને મજબૂત કરવા એક્સિસ બેંકે FHRAI સાથે ભાગીદારી કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકો પૈકીની એક એવી એક્સિસ બેંકે દેશની સર્વોચ્ચ હોસ્પિટાલિટી ઔદ્યોગિક સંસ્થાઓ પૈકીની એક ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FHRAI) સાથે સમજૂતી (MoU)પર હસ્તાક્ષર કર્યા છે.
બંને સંસ્થાના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવેલા.એક્સિસ બેંકને દેશભરમાં વ્યાપેલા FHRAI ના વિશાળ સભ્ય જૂથ સાથે વધુ નજીકથી જોડાવા સક્ષમ છે,જે વિવિધ સેક્ટર અને ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલા હોસ્પિટાલિટી વ્યવસાયો સાથે સહયોગને વધુ મજબૂત બનાવશે.
આ ભાગીદારી હેઠળ એક્સિસ બેંક બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સોલ્યુશન્સનો એક એવા સેટની ઓફર કરશે કે જે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઈકોસિસ્ટમના વિવિધ બિઝનેસની ખાસ જરૂરિયાતોને પૂરી કરવા તૈયાર કરવામાં આવ્યા છે.તેમાં ખાસ કરંટ એકાઉન્ટ પ્રપોઝિશનનો સમાવેશ થાય છે જેમાં ટ્રાન્ઝેક્શન બેંકિંગના લાભો જેવા કે POS મશીનના ભાડામાં રાહત, કેશ મેનેજમેન્ટ સર્વિસિસ અને પેમેન્ટ સોલ્યુશન સેટઅપ ફીમાં છૂટછાટ આપવામાં આવશે.આ ઉપરાંત FHRAIના સભ્યો તેમની યોગ્યતા અને વ્યવસાયિક જરૂરિયાતોને આધિન રહિને કસ્ટમાઇઝ્ડ નાણાકીય સેવાઓ પણ મેળવી શકે છે.
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા એક્સિસ બેંકના કોમર્શિયલ બેંકિંગ ગ્રુપના પ્રેસિડેન્ટ અને હેડ શ્રી વિજય શેટ્ટીએ જણાવ્યું હતું કે વધી રહેલા આવકના સ્તર, સ્થાનિક પ્રવાસન, સરકારનું ધ્યાન અને સુધરી રહેલ માળખાગત સુવિધાઓને કારણે હોસ્પિટાલિટી સેક્ટરરમાં સતત પાયાગત માંગ જોવા મળી રહી છે.એક્સિસ બેંક ખાતે અમે વધુ ઈકોસિસ્ટમ આધારિત અભિગમ મારફતે આ સેક્ટર પર અમારું ધ્યાન વધું વ્યાપક બનાવી રહ્યા છીએ.FHRAI સાથેની અમારી આ ભાગીદારી આ ઉદ્યોગ સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાવા અને સેક્ટરને અનુરૂપ રજૂ નાણાકીય ઉકેલો પૂરા પાડવા તરફનું એક મહત્વનું પગલું છે.એક્સિસ બેંક અને FHRAI પરસ્પર મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભવિષ્યના FHRAI એંગેજમેન્ટ દ્વારા જોડાવાની યોગ્ય તકો શોધવા માટે પણ ખૂબ ઉત્સુક છે.
આ ભાગીદારી અંગે વાત કરતા એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને રિજનલ બ્રાન્ચ બેંકિંગ હેડ નોર્થ 3 શ્રી શ્રીકેશ પી એ જણાવ્યું હતું કે,“હોસ્પિટાલિટી ઇકોસિસ્ટમ ખાસ કરીને સમગ્ર ઉત્તર પ્રદેશમાં હોટલ, બેન્ક્વેટ ઓપરેટર્સ, કેટરર્સ અને સંલગ્ન સેક્ટરમાં વિસ્તાર પામેલ વિવિધલક્ષી અને ગતિશીલ તકો પૂરી પાડે છે.FHRAI સાથેના આ સહયોગ દ્વારા અમે વ્યવસાયો સાથે અમારા પાયાગત જોડાણને વધારે મજબૂત કરવાની અને આ સેક્ટરની સાથે સતત સંપર્કને જાળવી રાખી વધુ ઘનિષ્ઠ સંબંધો કેળવવાની તક જોઈ રહ્યા છીએ.
આ ભાગીદારી અંગે પોતાના વિચારોને રજૂ કરતા FHRAIના પ્રેસિડેન્ટ શ્રી સુરેન્દ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે ‘બેંકિંગ અને હોસ્પિટાલિટી સેક્ટર વચ્ચેના જોડાણને મજબૂત કરવા માટે એક્સિસ બેંક સાથેની ભાગીદારી કરી અમને ખૂબ જ આનંદ થાય છે. જેમ જેમ આ ઉદ્યોગ સતત વિકાસ પામી રહ્યો છે તેમ તેમ અમારા સભ્યો માટે પ્રસ્તુત અને સેક્ટરને અનુરૂપ (સેક્ટર-અલાઈન્ડ) નાણાકીય ઉકેલોની ઉપલબ્ધતા અત્યંત મહત્વના બની રહેશે.આ સહયોગથી દેશભરના હોસ્પિટાલિટી બિઝનેસ માટે વધુ જાગૃતિ, સુલભતા અને જોડાણની ઉત્તમ તકો વધવાની અપેક્ષા છે.”
આ જોડાણના ભાગરૂપે એક્સિસ બેંકે લખનઉ ખાતે આયોજિત FHRAIના વેડિંગ એન્ડ MICE ટુરિઝમ કોન્ક્લેવમાં પણ ભાગ લીધો હતો, જ્યાં બેંકે તેના લક્ષિત પ્રેઝન્ટેશન અને પ્રત્યક્ષ ઉપસ્થિતિ દ્વારા આ ક્ષેત્ર પર કેન્દ્રિત પોતાની કાર્યક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું.
આ સમજૂતી સાથે એક્સિસ બેંક ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ સપોર્ટ, સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સિંગ અને સમર્પિત રિલેશનશિપ મેનેજમેન્ટ સહિતની બેંકિંગ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી દ્વારા હોસ્પિટાલિટી ક્ષેત્રને ટેકો આપવાની તેની કટિબદ્ધતા અંગે પુનરોચ્ચાર કર્યો છે.આ સહયોગનો ઉદ્દેશ્ય ઇકોસિસ્ટમ સાથેના જોડાણને વધુ ઘનિષ્ઠ કરવાનો છે અને આ સેક્ટરની જરૂરિયાતોને અનુરૂપ ઉકેલો પૂરા પાડવાનો છે, ખાસ કરીને એવા નાના એકમો માટે કે જેઓ ખર્ચમાં થતી વધઘટ અને બિઝનેસના વિસ્તરણની તકો વચ્ચે માર્ગ શોધી રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here