Saturday, July 25, 2026
HomeAhmedabadરાષ્ટ્રવ્યાપી અમલીકરણ અભિયાન દ્વારા સરકારે ગ્રાહકોને એલપીજી મેળવવાનું સુલભ થઈ પડે તેની...

રાષ્ટ્રવ્યાપી અમલીકરણ અભિયાન દ્વારા સરકારે ગ્રાહકોને એલપીજી મેળવવાનું સુલભ થઈ પડે તેની ખાતરી કરી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

સરકારનો સક્રિય અને સહેજપણ ખોટું સાંખી નહીં લેવાનો અભિગમ ગ્રાહકસુરક્ષા, વ્યવસ્થાની અખંડિતતા અને આવશ્યક ઊર્જા સંસાધનોની સમાન પહોંચ પર સરકાર સતત ભાર આપી રહી હોવાનું સૂચવે છે.

સમગ્ર દેશમાં વાસ્તવિક ગ્રાહકોને રસોઈ કરવા માટેનું સ્વચ્છ ઇંધણ અવિરતપણે મળતું રહે, તેની ખાતરી કરવા ભારત સરકારે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવીને સંગ્રહખોરી અને એલપીજીના કાળાબજારને રોકવા માટે તેના અમલીકરણ માળખાંને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે.

એક સંકલિત રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે, ફક્ત 11 એપ્રિલ, 2026ના રોજ જ 2,700થી વધુ તપાસ અને દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ લક્ષિત અમલીકરણ કાર્યવાહીનો ઉદ્દેશ્ય અનિયમિતતાઓને શોધી કાઢવાનો, ઘરેલું એલપીજીને ગેરમાર્ગે જતાં રોકવાનો અને વિતરણ નેટવર્કની પારદર્શકતા વધારવાનો છે.

આ સાથે જ, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)એ પણ એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ પર આકસ્મિક તપાસ દ્વારા દેખરેખને વધુ સઘન બનાવી છે. આ કડક તપાસ બાદ, નિર્ધારિત ધોરણોના ઉલ્લંઘન બદલ અત્યાર 219 સુધીમાં ડિસ્ટ્રિબ્યુટરશિપ પર દંડ લાદવામાં આવ્યો છે, જ્યારે 56 ડિસ્ટ્રિબ્યુટરશિપને સસ્પેન્ડ કરવામાં આવી છે.

તેની સાથે-સાથે, ઓએમસીએ એલપીજીના જવાબદારીપૂર્વકના વપરાશને પ્રોત્સાહન આપવા અને છેવાડાના ગ્રાહકો સુધી એલપીજીનો પુરવઠો પહોંચે ખાતરી કરવા માટે ગ્રાહક સંપર્ક અને જાગૃતિના પ્રયાસોનો વ્યાપ પણ વધાર્યો છે. છેલ્લાં આઠ દિવસમાં લગભગ 3,300 જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરની ઉપલબ્ધતા અને તેના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આ અભિયાન દરમિયાન આવા 35,800થી વધુ સિલિન્ડરોનું વેચાણ થયું છે. આ પ્રકારની પહેલ સ્થળાંતરિત અને વંચિત લોકોની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરી રહી છે અને તેની સાથે-સાથે ઘરેલું એલપીજીના પુરવઠા પરનું દબાણ પણ ઘટાડી રહી છે.

આ પ્રકારના અમલીકરણ અને આઉટરીચ પગલાંને ભારતની મજબૂત અને સ્થિતિસ્થાપક એલપીજી વિતરણ વ્યવસ્થાનો ટેકો મળ્યો છે. ઘરેલું પુરવઠો સ્થિરપણે જળવાઈ રહ્યો છે અને ડિસ્ટ્રિબ્યુટરશિપ પર ક્યાંય પણ સ્ટોક ખાલી હોવાના અહેવાલ મળ્યાં નથી. ફક્ત 11 એપ્રિલ, 2026ના રોજ જ, સમગ્ર દેશમાં 52.3 લાખથી વધુ ઘરેલું એલપીજી સિલિન્ડરોની ડિલિવરી કરવામાં આવી હતી, જે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ અવિરત પુરવઠો જાળવી રાખવાની આ વ્યવસ્થાની ક્ષમતાને દર્શાવે છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here