Saturday, July 25, 2026
HomeAhmedabadલવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું...

લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

ભારતીય સમાજમાં લગ્ન વિચ્છેદ નાં દાખલાઓ હવે વધી ગયાં છે! ભલે પુરુષ પ્રધાનતાનું પ્રમાણ ઘણું નરમ થયું છે, અને સ્ત્રીઓની બાબતમાં સમાજ એ ઘણી પરંપરા કે રુઢિ તોડી છે! આપણે ગયાં વખતે જોયું કે આંતર પ્રાંતિય અને આંતર રાષ્ટ્રીય લગ્નો પણ હવે સહજતાથી સ્વીકારાય છે! પણ ક્યાંક “મેન ઈગો” અને ક્યાંક સ્વતંત્રતાને નામે સ્વચ્છંદ થતો “વુમન ઈગો” વધુ છૂટ મળતાં યુવક યુવતીનો જીવન જીવવાનો એજન્ડા જ બદલાઈ ગયો છે! બીજાનું જે થવાનું હોય તે થાય, આપણે ફૂલ મોજ! આ માનસિકતા એને સમાજથી દૂર લઈ જાય છે. પહેલાં ઉંમર થતાં માતાપિતા દીકરીનાં હાથ પીળા કરવામાં માનતાં! અને સારું સંસ્કારી ખાનદાન જોવામાં આવતું! પરંતુ હવે પ્રોપર્ટી જોવામાં આવે છે, અને જો એરેન્જ હોય તો શરતો હોય છે! સ્વતંત્ર રહેતાં કપલ હોય એટલે પહેલાં જીંદગીને માણી લેવી એમ વિચારી પાંચ વર્ષ સુધી, તો બાળક માટે વિચારે પણ નહીં! અને જ્યારે વિચારે ત્યારે ઘણીવાર સહજતાથી થાય પણ નહીં! અને આવે સમયે શું થાય છે એ કિસ્સો આજે બુધવારની બોધકથા માં..

બરખા નાં ફોનમાં વારંવાર રીંગ આવતી હતી, પણ અનનોન નંબર હતો એટલે એ ઉપાડતી નહોંતી! ફરી ભૌતિક ક્યાંક દારુ નાં નશામાં પડ્યો હશે, અને શોધખોળ કરતાં મારું કનેક્શન મળ્યું હશે! રિદ્ધિ ન્હાઈને બહાર નીકળી, અને કહ્યું ફોન કેમ નથી ઉપાડતી? એણે અણગમો વ્યક્ત કર્યો, અને ન્હાવા ચાલી ગઈ! પણ હજી વારંવાર રીંગ આવતી હતી, એટલે રિદ્ધિ એ‌ રિસીવ કરી લીધો! સામે છેડેથી અવાજ આવ્યો તમે ભૌતિકનાં સંગા છો! એનો બહુ મોટો એક્સિડન્ટ થયો છે, અને સાશ્વત હોસ્પિટલમાં લાવ્યા છીએ! થોડીવારે બરખા અને રિદ્ધિ બંને હોસ્પિટલ પહોંચ્યા! તો દારુ નાં ઓવર ડોઝથી રસ્તા પર જતાં ગાડીનો બીજી ગાડી સાથે એક્સિડન્ટ થયો, અને બીજી ગાડી વાળા ભાઈ સારા હતાં તે અહીં લઈ આવ્યાં! માથામાં વાગ્યું હતું અને ડોક્ટરે કહ્યું કે 24 કલાક નીકળી જાય તો આશા રહે.. રિદ્ધિએ બરખા ને પુછ્યું કે હું જાણું ત્યાં સુધી તમારાં તો લવ મેરેજ હતાં, છતાં છૂટા કેમ પડ્યાં ? અને બરખા એ પોતાનાં સંભવિત લગ્ન વિચ્છેદની વાત શરૂ કરી!

ભૌમિક બેંગલોર જેવાં મેટ્રો શહેરોમાં મોટો‌‌ સેલેરી‌ જંપ લઈને આવ્યો હતો. ઉંમર પણ અઠ્ઠાવીસ આસપાસ થઈ હતી, અને હવે લગ્ન કરે તો ખર્ચો મેનેજ થઈ શકશે, એવું વિચારી એનાં જ ફિલ્ડની બરખા સાથે લગ્ન કર્યા! બરખા પણ બહુ સારી પોઝિશન પર હતી, અને જોબ મુકવા માંગતી નહોતી! પોતાની કાસ્ટમાં હજી યુવતીઓ માટે બહુ બદલાવની અપેક્ષા નહોતી! માટે એણે ભૌતિક સાથે પોતાની કેરિયર બાબતની સ્પષ્ટતા કરી લગ્ન માટે હાં પાડી દીધી, અને બંને જણાંએ પોતાના પરિવારને પોતાની પસંદગી જણાવી‌ દીધી! માતાપિતા એ પણ, બંનેની ખુશી જેમાં હોય એમાં પોતાની સહમતી છે એમ કહ્યું, અને સારું મુહૂર્ત જોઈને બેયનાં લગ્ન કરાવ્યાં! કંપનીમાં બંને મહત્વના પ્રોજેક્ટ પર કાર્યરત હતાં એટલે નિરાંતે હનીમૂન પર જશું એવું વિચારીને કામે વળગી ગયા. ઓફિસની જવાબદારી બહુ હોવાથી છ મહિને બેયને એક મહિનાની રજા મળી અને બેય એ યુરોપની ટૂર કરી! સારાં સમયને પસાર થતાં ક્યાં વાર‌ લાગે છે! એમ મહિનો પૂરો થયો અને વળી ઓફિસ.. આમ સમયે સમયે બ્રેક મળતા બેય જીવનને થોડું માણી‌ લેતાં, પણ આટલા ટાઈટ સીડ્યુલ માં બાળક વિશે તો વિચારાય જ કેમ! એમાં બરખા ને એક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ મળ્યો, અને હવે એને ક્યારેક ક્યારેક ઓફિસ ટૂર માટે ન્યુયોર્ક અને કેલિફોર્નિયાની કે વોશિંગ્ટન જવું પડતું! પણ આ બધું જ ભૌતિક એ સહજતાથી સ્વીકારી લીધું, અને ભૌતિકને રજા મળે ત્યારે બંને સાથે પણ જશે! આમ જીવનનાં મહત્વના પાંચ વર્ષ પૂરાં થયાં! હવે બંને જણાએ વિચાર્યું કે સક્સેસ પાછળ બહુ સમય આપ્યો, હવે બાળક વિશે પ્લાન કરીએ. બંને એક જ બાળક ઈચ્છતાં હતાં અને દિકરા દીકરીનો કોઈ ભેદ પણ નહોતો! પ્રેગ્નન્ટ કેમ થવું! અને પ્રેગ્નન્સી પછીનું નેટ પર સર્ચ શરુ થયું! અને નામ પણ વિચારી લીધાં કે દિકરો આવશે તો વેદ, અને દિકરી આવે તો ઋચા! પતિ પત્ની બંને એકદમ નોર્મલ હોવાં છતાં બરખા પ્રેગન્ટ થતી નહોતી! સખી સહેલીઓ એ કહ્યું કે થોડો સમય આપ ! અને કંઈ કેટલાય સૂચનો થયાં! હવે બંનેનાં પરિવાર પણ ઉતાવળ કરતાં હતાં અને બાધા આખડી રાખી! ઉપવાસ એકટાણાં, તીર્થમાં દેવ દર્શન, યજ્ઞ, બધું કર્યું પણ પરિણામ આવ્યું નહીં, અને હવે તો બંને ચિંતિત થયા! અન્ય બાળકને જોઈ બરખા નું માતૃત્વ અધૂરપ અનુભવતું હતું. બરખાનુ લેડી ડોક્ટરે પરિક્ષણ કર્યું! કેટલાંક ટેસ્ટ કરાવ્યાં બધું જ એકદમ નોર્મલ! બરખા એ ભૌતિકને કહ્યું કે, એકવાર તું પણ બધાં ટેસ્ટ કરાવી લે! પણ આશ્ચર્યની વાત કે‌ એકવીસમી સદીમાં પણ ઘરથી ડોક્ટર સુધીનું માત્ર દસ કે બાર કિલોમીટર નું અંતર ભૌતિકથી દોસ્તોની ચડમણી ને કારણે કપાયું જ નહીં! અને વાત મેન ઈગો પર આવીને અટકી! ભૌતિક માનવાં જ તૈયાર નહોતો કે પોતાનામાં પણ કંઈક ખામી હોય શકે, અને આ પ્રકારની દરેક ખામીથી નામર્દાનગી સાબિત નથી થતી! આજનાં સ્ટ્રેસ વાળા વાતાવરણમાં આ બધું બહુ સામાન્ય છે, અને કદાચ એવો કોઈ પ્રશ્ન થાય તો પણ, ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે એ
આઈવીએફ પદ્ધતિથી હવે સાવ સરળતાથી બાળક થાય છે, અને પતિ પત્ની એક નોર્મલ બેબી, મોટી ઉંમરે પણ પ્રાપ્ત કરે છે. પણ આ નાની એવી વાત ભૌતિક સમજ્યો નહીં, અને બરખા નું વારંવાર સમજાવવું પણ એળે ગયું! અંતે બંને છૂટાં પડી ગયાં, હજી ઘરે વાત નહોતી કરી! બરખા પોતાની ફ્રેન્ડ રિદ્ધિ સાથે રહેવા લાગી, અને કોઈ કહેવા વાળું નહોતુ એટલે ભૌતિક એ પોતાનાં ઈમોશનલ સપોર્ટ માટે એક યુવતી અને દારુનો સહારો લીધો! અને આજે આ દશા થઈ!

પત્નીનું મોટી મોટી કંપનીઓમાં કામ કરવું, કામનો બોજો વધું હોય તો મોડાં આવવું! ઓફિસ ટૂર પર જવું ! અને એવે સમયે ઘરને સાચવી લેવું! પત્ની આવે ત્યારે રસોઈ તૈયાર રાખવી કે પછી ઓર્ડર કરી એને ઘરકામથી મુક્ત રાખવી, આ બધું જ હવેના મોટાભાગના પતિઓ સહજતાથી કરતાં થઈ ગયાં છે! ક્યાંક ક્યાંક તો પત્નીનો હોદ્દો ઉંચો હોય તો, એ વાત પણ ખોટાં અહમનો મુદ્દો બનાવ્યા વગર સ્વીકારી લે છે! યુવતીની ઉંમર મોટી હોય તો એ પણ સહજતાથી સ્વીકારી લે છે! કાસ્ટ પણ ઉતરતી ચલાવી લે છે! અને ઘરની વાત હોય તો ટેલિફોન બીલ, ગેસનું બિલ, ઘરનું મેનટેનન્શ, વેજીટેબલ ફ્રુટ કે પછી ગ્રોસરી લાવવી, આમ ઘરની બધી જવાબદારી પણ બંને સરખી નિભાવવાની! યુવતીનું પિયર સાધારણ હોય તો શક્ય એટલી સહાય પણ કરવા રાજી..એ બધું થાય છે, પણ.. આ મેન ઈગો કે વુમન ઈગો.. હજી ભારતીય સમાજમાં કેટલાંય ઘર તોડે છે.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here