
PRISM સાથે, અમે ઈન્ટરેક્શનને સરળ બનાવવા, પારદર્શિતા વધારવા અને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે સર્વિસ ડિલિવરીને વધુ સીમલેસ અને કાર્યક્ષમ બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. આ પ્લેટફોર્મ ગ્રાહક અનુભવમાં સુધારો કરવા ઉપરાંત ઓપરેશનલ કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
ભારતની અગ્રણી ટ્રસ્ટી સર્વિસિઝ પ્રોવાઈડર પૈકી એક અને એક્સિસ બેન્કની પેટા કંપની એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝ લિમિટેડે PRISM લોન્ચ કર્યું હોવાની જાહેરાત કરી છે. જે એક ડિજિટલ-ફર્સ્ટ પ્લેટફોર્મ છે જેનો હેતુ ક્લાયન્ટ જોડાણ વધારવા અને સર્વિસ ડિલિવરીને સુવ્યવસ્થિત કરવાનો છે. આ લોન્ચ એક્સિસ ટ્રસ્ટીની ફિનટેક આધારિત ટ્રસ્ટી બનવાની ચાલુ યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
એક્સિસ બેન્કના એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરી, એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝ લિમિટેડના એમડી અને સીઈઓ રાહુલ ચૌધરીએ સાથે મળી આ પ્લેટફોર્મનું ઔપચારિક રીતે ઉદ્ધાટન કર્યું હતું. જે ગ્રૂપની ડિજિટલ ઈનોવેશન અને પરિવર્તનને વેગ આપવાની મજબૂત પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
PRISM નું લોન્ચિંગ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (EoDB) પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગાઢ રીતે સુસંગત છે, જે પ્રક્રિયાઓને સરળ બનાવવા, પારદર્શિતા સુધારવા ઉપરાંત ઝડપી અને વધુ કાર્યક્ષમ બજાર ક્રિયાપ્રતિક્રિયાઓને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે. PRISM દ્વારા એક્સિસ ટ્રસ્ટી તેના મુખ્ય ક્લાયન્ટ ઇન્ટરફેસને ડિજિટાઇઝ કરવાના અને ટ્રસ્ટી સર્વિસ વર્કફ્લો તથા અનુપાલનને ઑપ્ટિમાઇઝ કરી નિયમનકારી દ્રષ્ટિકોણને સક્રિયપણે સમર્થન આપી રહ્યું છે.
વધુ સાહજિક, કાર્યક્ષમ અને પારદર્શક અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલું PRISM મહત્વપૂર્ણ ક્લાયન્ટ ટચપોઇન્ટ્સમાં ટેકનોલોજીને એકીકૃત કરે છે. આ પ્લેટફોર્મ ટર્નઅરાઉન્ડ સમય ઘટાડશે, પ્રતિભાવમાં સુધારો કરશે અને કાર્યકારી કાર્યક્ષમતા તથા નિયમનકારી પાલનને વેગ આપે તેવી અપેક્ષા છે.
આ અંગે એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી રાહુલ ચૌધરીએ જણાવ્યું હતુંઃ
“ડિજિટલ-ફર્સ્ટ અભિગમ દ્વારા ટ્રસ્ટી સેવાઓને પુનઃકલ્પના કરવાની અમારી યાત્રામાં PRISM એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. જેમ જેમ નાણાકીય બજારો વિકસી રહ્યા છે, તેમ તેમ ટ્રસ્ટીની ભૂમિકા પરંપરાગત દેખરેખથી આગળ વધીને ગ્રાહકો માટે વધુ કનેક્ટેડ અને માહિતીસભર ડેટાથી સજ્જ ભાગીદાર બનવા તરફ સતત વિસ્તરી રહી છે.
PRISM સાથે, અમે ઈન્ટરેક્શનને સરળ બનાવવા, પારદર્શિતા વધારવા અને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે સર્વિસ ડિલિવરીને વધુ સીમલેસ અને કાર્યક્ષમ બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. આ પ્લેટફોર્મ ગ્રાહક અનુભવમાં સુધારો કરવા ઉપરાંત ઓપરેશનલ કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
એક્સિસ ટ્રસ્ટી ખાતે, અમે રિસ્ક મોનિટિરિંગ વધારવા, વધુ સ્માર્ટ નિર્ણયો લેવા અને અમારા અનુપાલન અને શાસન માળખાને મજબૂત બનાવવા માટે એઆઈ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ સહિત ઉભરતી ટેકનોલોજીસની સંભાવનાઓનું સતત અન્વેષણ કરી રહ્યા છીએ. તે ઉભરતી નિયમનકારી અપેક્ષાઓ અને ભવિષ્ય માટે સજ્જ ટ્રસ્ટી ઓર્ગેનાઈઝેશન સ્થાપિત કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે અમારા વિશ્વાસ અને જવાબદારીના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખે છે.”
PRISM ની કામગીરી ગ્રાહક સાથે વાતચીતના ચાર મુખ્ય સ્તંભો સાથે જોડાયેલી છેઃ
સ્માર્ટ ક્લાયંટ ઍક્સેસ અને સપોર્ટ: મુખ્ય માહિતી અને સેવાઓની સરળ ઉપલબ્ધતા બનાવે છે, ગ્રાહકોને તેમના પ્રશ્નોને વધુ કાર્યક્ષમ રીતે સંબોધવામાં મદદ કરે છે.
સર્વિસ રિક્વેસ્ટ મેનેજમેન્ટને સુસંગત બનાવે છે: ગ્રાહકોને સર્વિસ માટે અપીલ કરવા તેમજ પોતાની સર્વિસ માટેની અરજીને ટ્રેક કરવાની મંજૂરી આપે છે, જે વધુ સારી વિઝિબિલિટી, ઝડપી કામગીરી અને સુસંગત સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરે છે.
અસરકારક પ્રક્રિયા અને ટ્રાન્જેક્શન સપોર્ટ: પ્રક્રિયા અને ટ્રાન્જેક્શનની આવશ્યકતાઓ માટે માળખાગત સપોર્ટ પૂરો પાડે છે, જે દસ્તાવેજીકરણ અને કાર્યપ્રવાહની કામગીરીને વધુ સરળ બનાવે છે.
સંકલિત પાલન અને રેગટેક સક્ષમતા: ઓટોમેટેડ કમ્પ્લાયન્સ કેલેન્ડર્સ, સમયસર રિપોર્ટ સબમિશન અને ઈન્ટેલિજન્ટ એલર્ટ્સ દ્વારા અસરકારક કમ્પ્લાયન્સ મેનેજમેન્ટને સક્ષમ કરે છે, જે ગ્રાહકોને નિયમનકારી આવશ્યકતાઓ સાથે સંરેખિત રહેવામાં મદદ કરે છે. તેમજ પારદર્શિતા અને નિયંત્રણમાં વધારો કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝ લિમિટેડે ઓટોમેશન, ડિજિટલ દસ્તાવેજીકરણ અને હવે ટેકનોલોજી-આધારિત ક્લાયન્ટ સર્વિસિંગમાં લક્ષિત રોકાણો દ્વારા તેની ઓફરિંગ્સને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. PRISMના લોન્ચ સાથે, એક્સિસ ટ્રસ્ટી નેક્સ્ટ જનરેશન ટ્રસ્ટી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે, જે તેના ગ્રાહકો માટે વધુ ચપળ, પ્રતિભાવ આધારિત અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
