Thursday, August 20, 2026
HomeAhmedabadઅમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં...

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને જિમમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગની જ્વાળાઓ બિલ્ડિંગના નીચેના ભાગ સુધી પ્રસરી જતાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. માત્ર વાહનો જ નહીં, પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. દુકાનોમાં રાખેલો માલ-સામાન બળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ દુર્ઘટનામાં બિલ્ડિંગમાં આવેલું એક ATM પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આગ એટલી તીવ્ર હતી કે ATM સહિત તેમાં રહેલી લાખો રૂપિયાની રોકડ રકમ પણ બળીને ખાક થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here