Thursday, September 10, 2026
HomeAhmedabadગુજરાતમાંથી 73 લાખથી વધુ મુસાફરોએ વંદે ભારત ટ્રેનોમાં કરી મુસાફરી

ગુજરાતમાંથી 73 લાખથી વધુ મુસાફરોએ વંદે ભારત ટ્રેનોમાં કરી મુસાફરી

Date:

Related stories

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ અને પોઇસીસ ફાઉન્ડેશનનોનિકોલ વિધાનસભાના વિદ્યાર્થીના...

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્યશ્રી જગદીશભાઈ...

સંસારી વ્યવહાર હોય, ધર્મ હોય, કે અધ્યાત્મ હોય, અંતિમ...

સદગુરુ કૃપા હી કેવલમ. ઉપસંહાર.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો-...

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

મહિલાઓની રહી પહેલી પસંદ,  ₹722 કરોડથી વધુ આવક પ્રાપ્ત કરી

ભારતીય રેલવેની પ્રીમિયમ સેમી-હાઈસ્પીડ સેવા વંદે ભારત એક્સપ્રેસે દેશમાં આધુનિક રેલવે યાત્રાની નવી ઓળખ સ્થાપિત કરી છે. ફેબ્રુઆરી 2019 માં એક સેવાથી શરૂ થઈને આજે આ નેટવર્ક દેશભરમાં 162 થી વધુ ટ્રેનો સુધી વિસ્તરી ચુક્યું છે, જે મુખ્ય શહેરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક યાત્રાથી જોડી રહ્યું છે.
ગુજરાતથી સંચાલિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોએ યાત્રીઓ વચ્ચે વિશેષ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. 1 ઓક્ટોબર 2022 થી 31 માર્ચ 2026 સુધીના સમયગાળામાં રાજ્યથી સંચાલિત 6 જોડી વંદે ભારત ટ્રેનોમાં લગભગ 73 લાખ યાત્રીઓએ યાત્રા કરી, જ્યારે એનાથી કુલ રૂ. 722 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

ગુજરાતથી સંચાલિત 6 વંદે ભારત ટ્રેનોની વિગતો (આરંભની તારીખ સહિત)
• મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ : સેવા આરંભ 01 ઓક્ટોબર 2022
• સાબરમતી – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ : સેવા આરંભ 09 જુલાઈ 2023
• અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ : સેવા આરંભ 25 સપ્ટેમ્બર 2023
• મુંબઈ સેન્ટ્લ – અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ : સેવા આરંભ 13 માર્ચ 2024
• સાબરમતી – વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ : સેવા આરંભ 27 મે 2025
• અસારવા – ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ : સેવા આરંભ 18 ફેબ્રુઆરી 2026
અમદાવાદ-મુંબઈ માર્ગ પર બંને વંદે ભારત યાત્રીઓની પહેલી પસંદ બની ગઈ છે. ધંધાદારીઓ, વ્યવસાયિકો તથા નિયમિત યાત્રી આ સેવાનો વ્યાપકરૂપે ઉપયોગ કરી રહ્યા છે. આ સેવાઓમાં ફક્ત યાત્રીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ જ નોંધવામાં નથી આવી, પરંતુ કેટલાક માર્ગો પર માંગ ક્ષમતાથી કેટલીય વધારે, 140% સુધીની ઓક્યુપેન્સી નોંધવામાં આવી છે, આ લોકપ્રિયતાને દર્શાવે છે. કેટલાક માર્ગો પર ઓક્યુપેન્સી 100% થી વધુ રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોની ઓક્યુપેન્સી 90% થી વધુ રહી છે.

આધુનિક સુવિધાઓથી સુસજ્જિત ટ્રેનો

‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ નિર્મિત વંદે ભારત ટ્રેનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં સામેલ છે :
• ઓટોમેટિક દરવાજાઓ અને જીપીએસ આધારિત યાત્રી સૂચના સિસ્ટમ
• આરામદાયક રિક્લાઈનીંગ સીટો અને પૂરતો લેગરૂમ
• મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને ઓનબોર્ડ ઇન્ફોટેનમેન્ટ
• સંપૂર્ણ સીસીટીવી કવરેજ અને બાયો-વેક્યુમ ટોઈલેટ
• દિવ્યાંગો માટે અલગથી શૌચાલય
• ટ્રેનમાં અગ્નિશામક યંત્ર અને ફાયર એલાર્મની વ્યવસ્થા

ઉત્કૃષ્ટ ખાણી-પીણી અને સેવાઓ
યાત્રીઓને ઉચ્ચ ગુણવત્તાની ઓનબોર્ડ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેમાં :
• સ્વચ્છ અને તાજું ભોજન
• ક્ષેત્રીય સ્વાદ પર આધારિત વિવિધ મેનૂ
• પ્રી-પેક્ડ હાઈજિનિક સેવા
• પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સમયબદ્ધ સેવા
ઉચ્ચ સમયપાલન, ઉત્તમ સુરક્ષા માનક અને ઉત્કૃષ્ટ સ્વચ્છતાને કારણે યાત્રીઓને વિશ્વાસ સતત મજબૂત થયો છે. ઝડપી ગતિ અને ઓછા યાત્રા સમયને કારણે આ ટ્રેનો વ્યવસાયિક અને નિયમિત યાત્રીઓ માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થઈ રહી છે.
ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસની આ નોંધપાત્ર સફળતા ભારતીય રેલવેના યાત્રી-કેન્દ્રીત દ્રષ્ટીકોણનું સશક્ત પ્રમાણ છે. ભારતીય રેલવે ભવિષ્યમાં પણ યાત્રીઓને સુરક્ષિત, આરામદાયક અને વિશ્વ સ્તરનો યાત્રા અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ અને પોઇસીસ ફાઉન્ડેશનનોનિકોલ વિધાનસભાના વિદ્યાર્થીના...

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્યશ્રી જગદીશભાઈ...

સંસારી વ્યવહાર હોય, ધર્મ હોય, કે અધ્યાત્મ હોય, અંતિમ...

સદગુરુ કૃપા હી કેવલમ. ઉપસંહાર.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો-...

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here