Sunday, October 4, 2026
Homewriter's thoughtસંસારી વ્યવહાર હોય, ધર્મ હોય, કે અધ્યાત્મ હોય, અંતિમ નીપજ શાંતિ જ...

સંસારી વ્યવહાર હોય, ધર્મ હોય, કે અધ્યાત્મ હોય, અંતિમ નીપજ શાંતિ જ હોવી જોઈએ!

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સદગુરુ કૃપા હી કેવલમ. ઉપસંહાર.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.

સંસારી વ્યવહાર હોય, ધર્મ હોય, કે અધ્યાત્મ હોય, અંતિમ નીપજ શાંતિ જ હોવી જોઈએ!

હે ઈશ્વર.
            આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રાવણ માસ પૂરો થતાં શરૂશરૂમાં બધાને એવું લાગશે કે શંકર વિના જીવન કંકર જેવું છે. રુદ્રી પાઠને અંતે શાંતિ અધ્યાય કરીને પણ એક આધ્યાય આવે છે,! અને માનવ સહજ ભક્તિ ભાવના લેખાંજોખાં કર્યા, કે શું શાંતિ મળી? સામાન્ય રીતે આપણે જે કંઈ કરતા હોઈએ, એટલે કે વ્યવહાર હોય, કે પછી ધર્મ હોય, કે આધ્યાત્મક હોય, અંતિમ નીપજ શાંતિ જ હોવી જોઈએ, અને જો મળે તો ઈશ્વરે સ્વીકાર્યું એવો ભાવ થાય. પરંતુ સાંપ્રત સમાજમાં શાંતિ દુર્લભ છે, એ સત્યને ઝુટલાવી શકાય તેમ નથી. પરિવારો અશાંત છે, એને કારણે સમાજ અશાંત છે. સમાજ અશાંત છે, એને કારણે દેશ અશાંત છે, અને લગભગ બધાં જ દેશની આ પરિસ્થિતિ હોવાથી, વિશ્વ આખું આજે અશાંત છે. શાંત અને અશાંત એ માત્ર વિરોધી શબ્દ નથી, તત્વતઃ વિરુદ્ધાભાસ તો બતાવે જ છે. પરંતુ આસમાન જમીન જેટલી દુરી હોય, એમ જીવન આખું સમાપ્ત થઈ જાય છતાં શાંતિ મળતી નથી. કોઈ ગમે તેટલો દાવો કરે કે શાંતિ મેળવી લીધી, પણ એક કડવું વેણ સાંભળે, ત્યાં ઉપરથી નીચે સુધી સમસમી જાય, અને તરત જ સામેવાળાને એકની બદલે ચાર સંભળાવી દે,એટલે શાંતિની માત્ર વ્યાખ્યા જ થઈ શકે. ઈશ્વર શાંતાકાર છે, ભુજંગ પર શયન કરવા છતાં શાંત છે, કારણકે એની પ્રત્યેક ચેષ્ઠામાં ક્યાંય ઉપદ્રવ કે ઉદ્વેગ દેખાતો નથી. ઉપક્રમ, ઉપશ્રુતિ, અનુસંધાન, અને ઉપસંહાર આ રીતે જોઈએ તો આપણા ચિંતનનો આજે ઉપસંહાર કરવાનો દિવસ છે. એટલે કે ભગવાન શંકર વિશે આપણે ઘણી બધી વાતો કરી, અને ઘણું બધું સાતત્ય કેળવીને શિવ તત્વની એકદમ નજીકથી પ્રતીતિ કરી. સદગુરુ કૃપાનાં તટ પર બેસી રોજ નવો વિરડો ખોદી નવાં જળ પ્રાપ્ત કર્યા, હવે એ જળ ચાખવાનો દિવસ છે.તયારે શિવનાં શુદ્ધ સ્વરૂપ વિશે ચિંતનમાં વાત કરીશું.

       શંકરનું સ્મરણ થતાં આંખો સામે, મૃગચર્મ પર પદ્માસન લગાવી બેઠાં હોય,એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું,જટામાંથી ગંગધાર વ્હેતી હોય, માથે બીજનો ચંદ્ર ચમકતો હોય, ભાલમાં ત્રીજુ નેત્ર હોય, સર્પના ઘરેણાં બનાવી પહેર્યા હોય, આખાં શરીરે ભસ્મનું લેપન કર્યું હોય, એવું પૂર્ણ વૈરાગી સ્વરુપ. ભાગ્યે જ કોઇ દેવ એવો હશે જે સ્મશાનમાં પણ રહી શકે, તેને રહેવા નથી મહેલની આવશ્યકતા, કે તેને પહેરવા નથી કિંમતી શણગારની જરુરત. કૈલાસમાં જટા બાંધી, દિગાંબર રહેવું એજ તેની નિરામયી ઓળખાણ! છતાં તેને આરાધે તેનો બેડો પાર કરે, ધન ઐશ્વર્યનાં ઢગલા કરે. કુબેર તેને દરવાજે ચોંકી કરે, એવી એની લાયકાત છે. રાય રંકનાં ભેદ વગર સૌ કોઈની ઉપાસનાથી પ્રસન્ન થાય, ભેદભાવ વગર બધાને વરદાન આપે, અને સમસ્ત જગતનું કલ્યાણ કરવાં ત્રીજી આંખ ખોલી પ્રલય પણ કરે. સમુદ્ર મંથનનાં સમયે નીકળેલું કાલકૂટ વિષ જગતનાં કલ્યાણ માટે પી જાય. ભગીરથનાં તપથી પ્રસન્ન થઈને વિષ્ણુએ ગંગાને પૃથ્વી પર જવા આદેશ આપ્યો, અને એ શક્તિશાળી ગંગાને પોતાની જટામાં સમાવી લીધી. ક્ષય રોગથી પીડાતા ચંદ્રને પોતાનાં ભાલનુ ઘરેણું બનાવી કાયમ ઈજ્જતનું સ્થાન આપ્યું, લોક નિંદાનાં ઝેરને હાથ, કાન, કે ગળા ઉપર જ રાખવાં, અંતરમાં પ્રવેશવા દેવા નહીં, એવો સંદેશો આપવા સર્પનો શણગાર કર્યો. સંસારી હોવાથી ભોગ વિનાશનું કારણ પણ બની શકે, એવી જાગૃતિ માટે સ્મશાનમાં નિવાસ કર્યો. સમાધિમાંથી જાગૃત થયાં, કે તરત જ કામદેવને ભસ્મ કર્યા. કામ ભાવ બહુ ખતરનાક છે,જો કાબુમાં રહે તેમ ન હોય તો એને કાબુમાં કરવા શિવ મંત્ર મદદ કરી શકે. પરંતુ આ બધી જ ઉપલબ્ધિ કરતા સૌથી મોટી ઉપલબ્ધિ તેની કલ્યાણ છે. શિવને શિવ કહેવડાવવા પણ કલ્યાણની આવશ્યકતા છે. શંકરને અન્ય દેવથી જુદું પાડનાર કોઈ તત્ત્વ હોય તો તે એકમાત્ર કલ્યાણ છે. સ્વાર્થી દેવતાઓ સ્વર્ગ ઉપર તારકાસુરનો ભય વધતાં, શંકર વિવાહ માટે તુરંત રાજી થઈ ગયાં, અને તેની સમાધિ ભંગ કરવા માટે કામદેવને પણ ભસ્મ કરાવ્યો. એટલે કે સ્વાર્થ સામે પણ કલ્યાણનો ભાવ રાખી શકે તે જ શિવ છે. શિવ એટલે કલ્યાણ! ને કલ્યાણ‌ એટલે જ શિવ!.

    પરંતુ અત્યારે આપણે શિવનું શુદ્ધ સ્વરૂપ શું છે? એ વિશે વાત કરી રહ્યા છીએ. હિન્દુ ધર્મમાં ઇશ્વરત્વને પામવા માટેના ઘણાં માર્ગ છે,અને જેમાં સાકાર અને નિરાકાર બે સ્વરૂપે ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે. મોટેભાગે સાકાર સ્વરૂપમાં જે તે દેવ દેવી હોય તેની મૂર્તિ રાખવામાં આવે છે, જેની સામે તે ઉપાસના કે પુજન અર્ચન કરીને ભાવ રાખે છે. પરંતુ નિરાકાર સ્વરૂપમાં તેનાં કોઈ ખાસ ગુણને આરાધવામાં આવે છે, આપણાં મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ સૃષ્ટિના સર્જન પાલન અને સંહારક છે, એમ માનવામાં આવે છે.બ્રહ્માએ પોતાની સર્જન કળાથી સૃષ્ટિમાં જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરી, વિષ્ણુએ પોતાની વિશાળતાથી સૌને સ્વીકાર્યા ,અને તેનું ભરણપોષણ કર્યું. શિવએ સદા સર્વદા સૌનાં હિતનું વિચારી કલ્યાણનો પંથ સ્વીકાર્યો. જીવનું પરમ કલ્યાણ કરવાં, કોમળથી કઠિન કૃપા કરે છે. રાવણને વરદાન આપે, અને રામના સેવક બની એ જ રાવણનાં કુળના નાશ માટે પણ પોતે જ જવાબદારી સ્વીકારે. એટલે કે મારે કે તારે, પરંતુ આખરે હોય એ કલ્યાણ માટે. એકવાર સમજાય જાય તો શંકર ભોળો લાગે, કોઈ જ આંટીઘૂંટી નહીં! કેવળ ને કેવળ શુદ્ધ સાત્વિક ભાવનો સરવાળો એટલે શિવ કહી શકાય. નંદીને ધર્મ કહેવામાં આવ્યો છે, એટલે ધર્મનાં વાહન પર બેસી અને પરમ ધર્મનું કાર્ય કરે તે શિવ! આપણે જાણીએ છીએ, કે માત્ર તિલક ટપકાં કરીને તો ધર્મની વાતો જ થાય, પણ જે ધર્મ કે સંપ્રદાયને આપણે અનુસરતા હોય, તેના બોધ પ્રમાણે જીવન જીવવું પડે! એ હિસાબે અમે હાટકેશનાં અંશો છીએ, અને અમારા ઇષ્ટદેવનો મૂળ બોધ કલ્યાણ છે,તો અમારે કલ્યાણની ભાવના રાખી જીવન જીવવું જોઈએ. આમતો નાગરની વ્યાખ્યા પણ એટલી જ સુંદર છે, કે જેના વાણી, વિચાર, કે વર્તન, એક પણમાં “ગર “ઝેર ન હોય તે નાગર,અને આવી વ્યક્તિ પોતાનાં હિત માટે બીજાનાં કલ્યાણને ભૂલી ન શકે. પરંતુ અફસોસ દેશકાળ પ્રમાણે જીવન મુલ્ય ભૂલાઈ ગયાં, ને સુખ સગવડ માટે ગુણોના સોદા થતાં હોય તેવું પણ જાણવા મળે. માત્ર ચંદ રુપિયા માટે કેવાં કેવાં ખેલ ખેલાતાં હોય છે.અમે નાના હતાં, ત્યારે એકવાર એક બોધકથા અમારા વડીલો દ્વારા કહેવામાં આવી હતી, કે પૃથ્વીને તેની પર વસતી પ્રજાનાં આચાર દુરાચારનું વજન લાગે નહીં, અને વારંવાર ઈશ્વરનાં અવતારને જન્મ લેવો પડે નહીં, માટે સાક્ષાત શિવ દ્વારા નાગરોનુ સર્જન થયું. ક્ષીર સાગરમાં સૂતેલા વિષ્ણુનાં શેષનાગની જાગૃતિ લઈ તેમણે તેનું સર્જન કર્યું. સમસ્ત વિશ્વમાં જાગૃતિનો બોધ ફેલાવવા માટે નાગરની ઉત્પત્તિ થઈ, અને એ કાર્ય સરળતાથી થાય, એટલે એણે તેમને કલાનાં વરદાન પણ આપ્યા,અને તેથી નાગરને કોઈ જ્ઞાતિ બંધન નહોતું,એને તો ઈશ્વરનું વરણ કહેવાતું. ઈશ્વર સદાય પ્રસન્નતાનો પ્રસાદ વહેંચે છે, એમ કોઈ પણ પ્રકારના ગર ને સ્પર્શવા દીધાં વગર આ નાગરની કલમેથી આ શ્રાવણિય અનુષ્ઠાન પુરું થયું,અને આપણે ભગવાન શિવને વિવિધ રીતે સાત્વિક ભાવથી આરાધ્યા છે, અને શિવ એટલે કેવળ અને કેવળ કલ્યાણ એ સૂત્ર હ્રદયમાં અંકિત કરી, આપણે આગળની મંઝિલ તય કરીને જીવીશું. બોલો ૐ નમઃ શિવાય.

      લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here