Tuesday, October 6, 2026
HomeBusinessબંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ કર્યા

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ કર્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ વેરિઅન્ટ Sparks, Ignite, Flare અને Lumina રજૂ કર્યા
• માસ્ટરકાર્ડ સાથેના સહયોગથી લોન્ચ કરાયેલા આ કાર્ડમાં ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ખાસ પસંદ કરાયેલા રિવોર્ડ્સ, પ્રવાસ, લાઇફસ્ટાઇલ અને મનોરંજનના લાભો મળશે
• નવા યુગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ અરજી તથા કાર્ડ સર્વિસીંગ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાશે

મુંબઈ, 8 સપ્ટેમ્બર 2026: બેંધન બેન્કે આજે માસ્ટરકાર્ડ સાથેના સહયોગથી પોતાના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના લોન્ચની જાહેરાત કરી હતી. આ સાથે નવીનતાપૂર્ણ અને સર્વસમાવેશક નાણાંકીય સોલ્યુશન્સ દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવાની બેન્કની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે. બંધન બેન્કના લોગોમાં દર્શાવાતી સતત પ્રજ્વલિત જ્યોતથી પ્રેરિત આ નવા ક્રેડિટ કાર્ડ્સ બેન્કની લોકોનું જીવન વધુ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. નવી ક્રેડિટ કાર્ડ રેન્જ ચાર વેરિઅન્ટ જેમ કે Sparks, Ignite, Flare અને Luminaમાં રજૂ કરવામાં આવી છે.

આ ક્રેડિટ કાર્ડ્સનું લોન્ચિંગ બંધન બેન્કના એમડી અને સીઈઓ શ્રી પાર્થ પ્રતિમ સેનગુપ્તા, માસ્ટરકાર્ડના ભારત અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ શ્રી ગૌતમ અગ્રવાલ, બંધન બેન્કના ઈડી અને સીએબીઓ શ્રી રાજિન્દર કુમાર બબ્બર અને ક્રેડિટ કાર્ડ્સના હેડ શ્રી પિયુષ ઝા ઉપરાંત બેન્ક અને માસ્ટરકાર્ડના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

નવા ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોને વિવિધ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

• Sparks: કરિયાણા અને કપડાંની ખરીદી પર વધુ સારા રિવોર્ડ્સ, વેલકમ રિવોર્ડ બોનસ, સ્થાનિક એરપોર્ટના લાઉન્જમાં પ્રવેશ, બુકમાયશૉની ઓફર્સ, ફ્યુઅલ સરચાર્જમાં છૂટ અને ઈએમઆઈ પર કેશબેક જેવા લાભો.
• Ignite: કરિયાણા અને પ્રવાસ સંબંધિત ખર્ચ પર વધુ સારા રિવોર્ડ્સ, વેલકમ અને માઇલસ્ટોન રિવોર્ડ્સ, સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જમાં પ્રવેશ અને ઇઝીડાઇનરના લાભો.
• Flare: પ્રવાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલું કાર્ડ, જેમાં વેલકમ બેનિફિટ તરીકે એમેઝોન પે વાઉચર, સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જમાં પ્રવેશ, બુકમાયશૉ અને ઇઝીડાઇનરના લાભો તથા ગોલ્ફની સુવિધાઓ મળશે.
• Lumina: આંતરરાષ્ટ્રીય ખર્ચ પર પ્રીમિયમ રિવોર્ડ્સ, વેલકમ બેનિફિટ તરીકે ઓબેરોય ગિફ્ટ વાઉચર, સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય લાઉન્જમાં પ્રવેશ, કન્સીયર્જ સર્વિસીસ, એરપોર્ટ પર મીટ-એન્ડ-ગ્રીટ સેવા, બુકમાયશૉ અને ઇઝીડાઇનરના લાભો તથા ગોલ્ફની સુવિધાઓ.

લોન્ચ પ્રસંગે બંધન બેન્કના એમડી અને સીઈઓ શ્રી પાર્થ પ્રતિમ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, “ક્રેડિટ કાર્ડ્સનું લોન્ચિંગ યુનિવર્સલ બેન્ક તરીકેની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. માસ્ટરકાર્ડ સાથેના સહયોગથી લોન્ચ કરવામાં આવેલો અમારો નવો ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો ડિજિટલ ટેક્નોલોજીને પ્રાથમિકતા આપતા ભારતના ગ્રાહકોની આકાંક્ષાઓ પૂરી કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમાં શરૂઆતથી અંત સુધીની સરળ ડિજિટલ અરજી પ્રક્રિયા અને કાર્ડ સંબંધિત સેવાઓ મેળવવાનો સુવિધાજનક અનુભવ આપવામાં આવ્યો છે. Sparks, Ignite, Flare અને Lumina સાથે અમે વિવિધ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરતી પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જ તૈયાર કરી છે. તેમાં જેન ઝી અને ઉભરતા સમૃદ્ધ ગ્રાહકોથી લઈને અનુભવી પ્રવાસીઓ તથા પ્રીમિયમ લાઇફસ્ટાઇલ પસંદ કરતા ગ્રાહકો સુધીના વિશાળ વર્ગનો સમાવેશ થાય છે. ગ્રાહકોની નાણાંકીય સફરના દરેક તબક્કે તેમને ઉપયોગી રિવોર્ડ્સ, સુવિધા અને ખાસ પસંદ કરેલા લાભો આપવાનો અમારો પ્રયાસ છે.”

આ પ્રસંગે બંધન બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી રાજિન્દર કુમાર બબ્બરે જણાવ્યું હતું કે, “અમારા ક્રેડિટ કાર્ડ્સનું લોન્ચિંગ બંધન બેન્કના ગ્રાહક-કેન્દ્રિત પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિવિધ પ્રકારની ખર્ચની જરૂરિયાતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ પોર્ટફોલિયો દ્વારા અમે ડિજિટલ સુવિધા, અર્થપૂર્ણ રિવોર્ડ્સ અને સંબંધિત લાઇફસ્ટાઇલ લાભોને એકસાથે લાવી રહ્યા છીએ. વિકસતા ક્રેડિટ કાર્ડ ઇકોસિસ્ટમમાં અમારી હાજરીનો વિસ્તાર કરતી વખતે, અમારા ગ્રાહકો માટે વધુ મૂલ્ય ઊભું કરવા માટે અમે આતુર છીએ.”

આ સહયોગના મહત્વ અંગે માસ્ટરકાર્ડના ભારત અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ શ્રી ગૌતમ અગ્રવાલે જણાવ્યું હતું કે, “ભારતમાં ક્રેડિટનું ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડિજિટલ સેવાઓનો વધતો ઉપયોગ, ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓ અને અલગ પ્રકારના પેમેન્ટ અનુભવની વધતી માંગ આ પરિવર્તનને વેગ આપી રહી છે. માસ્ટરકાર્ડ ખાતે અમે સુરક્ષિત, સરળ અને નવીન પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા અમારા ભાગીદારોને આ તકોનો લાભ ઉઠાવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સહયોગ બંધન બેન્કની મજબૂત ગ્રાહક પહોંચને માસ્ટરકાર્ડના વૈશ્વિક નેટવર્ક અને ક્ષમતાઓ સાથે જોડે છે, જેથી આજના વિવિધ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ, ઉપયોગી અને લાભદાયી ક્રેડિટ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવી શકાય.”

વિવિધ પ્રકારની લાઇફસ્ટાઇલ અને ખર્ચની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો બંધન બેન્કનો ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો દૈનિક ખરીદી, પ્રવાસ, ભોજન, મનોરંજન અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ જેવી વિવિધ કેટેગરીમાં લાભદાયી અનુભવ પૂરો પાડે છે. ગ્રાહકો https://applycc.bandhan.bank.in પર ઓનલાઇન સરળતાથી અરજી કરી શકે છે અથવા નજીકની બેન્ક શાખાની મુલાકાત લઈ શકે છે.

બંધન બેન્ક હાલમાં ભારતના 36માંથી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે અને 6,400થી વધુ બેન્કિંગ આઉટલેટ્સના મજબૂત નેટવર્ક મારફતે 3.2 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. આ દેશભરમાં ગુણવત્તાયુક્ત બેન્કિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના બેન્કના મિશનને વધુ મજબૂત બનાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here