Tuesday, October 6, 2026
HomeIndiaસાહીએ એક્ટિવ ટ્રેડર્સ માટે હાઇ-પરફોર્મન્સ બ્રોકિંગ પ્લેટફોર્મને નવેસરથી વ્યાખ્યાયિત કરવા 33 મિલિયન...

સાહીએ એક્ટિવ ટ્રેડર્સ માટે હાઇ-પરફોર્મન્સ બ્રોકિંગ પ્લેટફોર્મને નવેસરથી વ્યાખ્યાયિત કરવા 33 મિલિયન ડોલરનું Series B ફંડિંગ મેળવ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આ મૂડી સાથે સાહી પોતાની ટેક્નોલોજી અને એઆઈ સ્ટેકમાં વધુ રોકાણ કરશે, નવી ટ્રેડિંગ કેટેગરીઝમાં પ્રોડક્ટ સ્યુટનું વિસ્તરણ કરશે અને પોતાના યુઝર બેઝને વધારશે

પરફોર્મન્સ-ડ્રિવન ટ્રેડર્સ માટે બનાવાયેલા બ્રોકિંગ પ્લેટફોર્મ સાહીએ આજે જાહેરાત કરી કે તેણે 33 મિલિયન ડોલરનું Series B ફંડિંગ રાઉન્ડ પૂર્ણ કર્યું છે, જેનું નેતૃત્વ અગ્રણી વેન્ચર કેપિટલ ફંડ એક્સેલે કર્યું હતું તથા એલિવેશન કેપિટલે તેમાં ભાગ લીધો હતો. એક્સેલના સમર્પિત ગ્રોથ ફંડમાંથી મળેલું આ નવું રોકાણ તેના Series A પછી એક વર્ષથી પણ ઓછા સમયમાં આવ્યું છે, જે પ્લેટફોર્મ પર ઝડપથી થયેલા પ્રોડક્ટ ઇનોવેશન, મજબૂત ગ્રાહક સ્વીકૃતિ અને વધતી ટ્રેડિંગ પ્રવૃત્તિઓને દર્શાવે છે.

ઓગસ્ટ 2023માં ડેલ વાઝ અને મનીશ જૈન દ્વારા સ્થાપિત સાહી એનએસઈ અને બીએસઈમાં નોંધાયેલી બ્રોકર છે, જે એક સરળ વિચાર પર આધારિત છે: ગંભીર રિટેલ ટ્રેડર્સ અને રોકાણકારોને વધુ સારી સુવિધાઓ મળવી જોઈએ. તેઓ બજારમાં મોટી મહત્વાકાંક્ષા સાથે પ્રવેશ કરે છે અને તેમને તે જ સ્તરના ટૂલ્સ, ઝડપ અને ઇન્ટેલિજન્સની જરૂર પડે છે, જે સામાન્ય રીતે સંસ્થાઓને ઉપલબ્ધ હોય છે, તે પણ છ આંકડાની ટર્મિનલ ફી વગર. પ્લેટફોર્મનું ચાર્ટ-નેટિવ ઇન્ટરફેસ ટ્રેડર્સને અલગ-અલગ ટૂલ્સ વચ્ચે સ્વિચ કર્યા વગર એનાલિસિસ કરવા, નિર્ણય લેવા અને એક્ઝિક્યુટ કરવાની સુવિધા આપે છે, જેના કારણે અનુભવી બજાર ભાગીદારોમાં ઊંડું જોડાણ જોવા મળ્યું છે.

શરૂઆતથી જ સાહીએ પોતાની સંપૂર્ણ ટ્રેડિંગ સ્ટેકને શૂન્યથી તૈયાર કર્યું છે, જેમાં પ્રોપ્રાયટરી ચાર્ટિંગ, ઓર્ડર એક્ઝિક્યુશન અને રિસ્ક મેનેમેજન્ટ માટેની ઓટોમેશન સુવિધાઓનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને એક્ટિવ ડેરિવેટિવ્સ ટ્રેડર્સમાં ખૂબ લોકપ્રિય બની છે. તેના પરિણામે ઝડપથી વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં ટ્રેડ વોલ્યુમમાં 24 ગણો વધારો અને એક્ટિવ ટ્રેડર્સમાં 19 ગણો વિકાસ થયો છે (એપ્રિલ 2025 થી માર્ચ 2026 દરમિયાન). આ મોમેન્ટમને મજબૂત પ્લેટફોર્મ સ્કેલનો આધાર મળ્યો છે, જેમાં કુલ 13 કરોડથી વધુ ટ્રેડ્સ એક્ઝિક્યુટ થયા છે, જેમાંથી 86 ટકાથી વધુ નાણાંકીય વર્ષ 2026 દરમિયાન થયા હતા. પ્લેટફોર્મે લગભગ 4 લાખ ડીમેટ એકાઉન્ટ્સ પણ ઓનબોર્ડ કર્યા છે, જે આ નવા ફંડિંગ રાઉન્ડ માટે મજબૂત પાયો તૈયાર કરે છે.

કો-ફાઉન્ડર અને સીઈઓ ડેલ વાઝે જણાવ્યું હતું કે, “ભારતમાં 45 મિલિયનથી વધુ એક્ટિવ ઇન્વેસ્ટર એકાઉન્ટ્સ છે, પરંતુ મોટાભાગના એક્ટિવ ટ્રેડર્સ અને રોકાણકારો આજે પણ જટિલતા તથા માહિતગાર નિર્ણયો લેવામાં પ્રયત્નો કરવા જેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. અમે સાહી બનાવ્યું કારણ કે અમને વિશ્વાસ છે કે રિટેલ રોકાણકારો અને ટ્રેડર્સ વધુ સારા પ્લેટફોર્મના હકદાર છે. આ એક સ્પષ્ટ અને સરળ યુઆઈ, ઝડપી એક્ઝિક્યુશન, પ્રોફેશનલ સ્તરની ઇન્સાઇટ્સ અને એક એવું પ્લેટફોર્મ છે જે તેમને આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ટ્રેડ કરવામાં મદદ કરે. આ ફંડિંગ અમને આ દિશામાં વધુ આગળ વધવા માટે સક્ષમ બનાવે છે.”

કો-ફાઉન્ડર અને સીપીઓ મનીશ જૈને જણાવ્યું હતું કે, “દરેક ટ્રેડર અલગ રીતે કામ કરે છે. તેઓ બજારનું વિશ્લેષણ કેવી રીતે કરે છે, ક્યારે નિર્ણય લે છે અને તેમને શું અટકાવે છે તે બધા પરિબળો અલગ હોય છે. સાહીમાં અમે આ વર્કફ્લોઝને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ તૈયાર કરી છે, જે ધારણાઓને બદલે વાસ્તવિક સમસ્યાઓ પર કામ કરે છે. એ જ સાહીને વિશેષ બનાવે છે: તેને ખાસ એ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમ ટ્રેડર્સ ખરેખર કામ કરે છે.”

એક્સેલમાં પ્રિન્સિપલ માનસી શાહે જણાવ્યું હતું કે, “ભારતમાં એક્ટિવ રિટેલ ટ્રેડિંગમાં આવેલો ઉછાળો માળખાકીય છે, સમયસરનો નથી, અને આ સમુદાયને સેવા આપતા પ્લેટફોર્મ્સમાં પણ તે જ મહત્વાકાંક્ષા દેખાવી જોઈએ. એક એઆઈ આધારિત બ્રોકરેજ એવું સાહી ગ્રાહકો માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ બનાવવામાં સતત નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે અને તેમને સફળ થવા માટે આગળ રાખે છે. છેલ્લા એક વર્ષમાં ડેલ, મનીશ અને તેમની ટીમે પ્રોડક્ટ ઇનોવેશનમાં ઉત્તમ ઝડપ દર્શાવી છે. એક્સેલ ખાતે અમે તેમની સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહિત છીએ, જેથી સમગ્ર ભારતમાં ટ્રેડર્સ માટે ઇનસાઇટથી એક્ઝિક્યુશન સુધીનો સમય ઘટાડવામાં મદદ મળી શકે.”

એલિવેશન કેપિટલના પાર્ટનર વાસ ભાસ્કરે જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષમાં અમે સાહીને એક મજબૂત વિચારમાંથી એક એવા પ્લેટફોર્મ તરીકે વિકસતા જોયું છે, જેને એક્ટિવ ટ્રેડર્સ તરફથી સારો પ્રતિસાદ અને વિશ્વાસ મળ્યો છે. ડેલ, મનીશ અને તેમની ટીમનો ગ્રાહક પ્રત્યેનો અભિગમ અને સમજ ખૂબ જ પ્રભાવશાળી છે, જે પ્લેટફોર્મની શરૂઆતની સફળતા દ્વારા સ્પષ્ટ થાય છે. તેથી અમને વિશ્વાસ છે કે સાહી ભારતમાં આગામી પેઢીનું ટ્રેડિંગ અને રોકાણ પ્લેટફોર્મ બનાવવામાં સક્ષમ છે.”

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here