Wednesday, July 15, 2026
HomeIndiaહિમાચલના ગ્રામીણ યુવાનોના સપનાઓને મળી પાંખો: અદાણી ફાઉન્ડેશન અને ACC ગાગલ દ્વારા...

હિમાચલના ગ્રામીણ યુવાનોના સપનાઓને મળી પાંખો: અદાણી ફાઉન્ડેશન અને ACC ગાગલ દ્વારા બે યુવાનોના જીવનમાં ઉજાસ સંક્ષિપ્તમાં

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

બંનેના કિસ્સા એ સાબિત કરે છે કે જો યોગ્ય રીતે સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવે તો એકલ દોકલ વ્યક્તિ નહીં, આખા પરિવારનું જીવન બદલાઈ જાય છે.

અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરીયલ્સ કંપની ACC અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર (ASDC), હિમાચલ પ્રદેશના બિલાસપુરના સામાન્ય પરિવારના યુવાનો માટે આશાનું નવું કિરણ બનીને ઉભર્યું છે. ASDC દ્વારા ટેકનિકલ તાલીમ અને પ્લેસમેન્ટ સપોર્ટ આપીને યુવાનોને ખાસ મદદ કરાઈ છે, જે તેમના અને તેમના પરિવારના જીવનધોરણને બદલી રહી છે.
બિલાસપુર, હિમાચલ પ્રદેશના પહાડોમાં વસેલો જિલ્લો, એક એ વિસ્તાર છે, જ્યાં પહેલેથી જ રોજગારની તકો મર્યાદિત રહી છે. અહીંના મોટાભાગના યુવાનો માટે આગળનો રસ્તો લગભગ અનિશ્ચિત રહેતો, જે ક્યારેક ભૌગોલિક પડકારો, ક્યારેક પરિવારની આવક, તો ક્યારેક સારી સ્કીલ ટ્રેનિંગ ન મળવાને કારણે મર્યાદિત તકોવાળો રહેતો. પરંતુ ACC ગાગલમાં અદાણી ફાઉન્ડેશનનું ASDC હવે પરિસ્થિતિને પરિવર્તિત કરી રહ્યું છે. પરફેક્ટલી ડિઝાઈન કરાયેલા વોકેશનલ કોર્સ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને નોકરી મેળવવામાં પણ મદદ દ્વારા આ સેન્ટર શાંતિપૂર્ણ તરરીતે આખા જિલ્લાના ગામના યુવાનોની જિંદગી બદલી રહ્યું છે. આ સેન્ટર યુવાનોને માત્ર સ્કિલ નથી આપતું, પરંતુ એક સારું કરિયર, સારો પગાર અને અનંત શક્યતાઓ પણ આપે છે.
પ્રિયાંશુઃ સંઘર્ષથી સફળતા સુધી
બિલાસપુરના ધાર તતોહ ગામના પ્રિયાંશુએ બાળપણથી જ પોતાના પિતાને ટ્રક ડ્રાઈવર તરીકે કામક રતા જોયા હતા, જેનાથી જ પરિવારનું ગુજરાન ચાલતું. પૈસાની તંગી તેણે સતત જોઈ હતી, પરંતુ આ જ પરિસ્થિતિએ તેનો જુસ્સો બુલંદ બનાવ્યો. આકરી મહેનત અને ટેલેન્ટના દમે તેણે પોતાનું નવું ભવિષ્ય બનાવવાનું નક્કી કરી લીધું હતું. તેણે ASDCનો આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયનનો કોર્સ જોઈન કર્યો, અને ટેક્નિકલ પ્રોગ્રામમાં ટ્રેનિંગ લીધી. સતત મહેનત અને લગનની મદદથી તેણે સફળતાપૂર્વક તાલીમ પૂરી કરી અને સીધી મોહાલીના મહિન્દ્રા સ્વરાજ કંપનીમાં નોકરી મેળવી, જ્યાં તેને દર મહિને 13,500 રૂપિયાનો પગાર મળે છે.
પ્રિયાંશુની આ સફળતાથી તેનો આખો પરિવાર, ખાસ તો તેના પિતાને ખૂબ જ ગર્વ છે. તેના પિતાનો વર્ષોનો સંઘર્ષ જ પ્રિયાંશુ માટે પ્રેરણા સાબિત થયો, જેણે પ્રિયાંશુને મહેનત માટે પ્રેરિત કર્યો.

રાજીવ કુમાર: મહેનતનું મળ્યું મીઠું ફળ
બિલાસપુરના બાલ્હ બલહવાના ગામના રાજીવકુમાર પણ એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે પણ પોતાના પિતાને ખેતરમાં દિવસ રાત આકરી મહેનત કરતા જોયા છે, જે પરિવારનું ગુજરાન ચલાવવા સંઘર્ષ કરતા હતા. પિતાની આ મહેનતને જોઈને તેમણે પોતાની જાતને જ વાયદો કર્યો કે તે પોતાના પરિવારનું ભવિષ્ય બદલીને જ રહેશે.
આ વાયદો ત્યારે સાચો પડ્યો જ્યારે રાજીવકુમારે ASDC ગાગલમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયનના કોર્ટમાં એડમિશન લીધું. આ ટ્રેનિંગ દરમિયાન રાજીવને ટેક્નિકલ વસ્તુઓની સાથે આત્મવિશ્વાસ, અનુશાસન પણ શીખવા મળ્યા, જેણે તેનું જીવન બદલી નાખ્યું. સતત મહેતન અને મજબૂત ઈરાદાથી તેમણે પોતાની જાતને ગામના સામાન્ય યુવાનમાંથી કુશળ કારીગરમાં બદલી નાખી.
આજે રાજીવ પણ મોહાલીની મહિન્દ્રા સ્વરાજ કંપનીમાં કામ કરે છે, જ્યાં તે દર મહિને 13,500 રૂપિયા કમાય છે. તેમની આ સફળતાથી પરિવાર ખુશ પણ છે અને ગર્વિત પણ છે.

“યોગ્ય માર્ગદર્શન અને તક મળે, તો જીવન ચોક્કસપણે બદલાઈ શકે છે.”

પ્રિયાંશુ અને રાજીવની આ ગાથા અદાણી ફાઉન્ડેશનની એ પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે, જો ગ્રામીણ યુવાનોને કૌશલ્યનું સાચું હથિયાર આપવામાં આવે, તો તેઓ માત્ર પોતાનું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. બિલાસપુરનું આ સ્કીલ સેન્ટર આજે અનેક પરિવારો માટે સમૃદ્ધિનું દ્વાર બની ગયું છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here