Friday, September 25, 2026
HomeMumbaiઆદિત્ય બિરલા કેપિટલે વૃદ્ધિ માટે રૂ. 4,000 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરી

આદિત્ય બિરલા કેપિટલે વૃદ્ધિ માટે રૂ. 4,000 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

તેનો ઉદ્દેશ મૂડીઆધાર વધારવાનો અને આગામી તબક્કાની વૃદ્ધિ માટેની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. SEBI ICDRના નિયમો મુજબ, પ્રેફરેન્શિયલ ઇશ્યૂ ઇક્વિટી શેરદીઠ રૂ. 356.02ના ભાવે હાથ ધરવામાં આવશે, જે શેરધારકો, અન્ય જરૂરી મંજૂરીઓ અને પરંપરાગત સ્થિતિસંજોગોને આધિન છે.

મુંબઈ, 21 મે, 2026 : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (“ABCL”)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પ્રમોટર)ને રૂ. 2,880 કરોડના, સુરાજ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સિંગાપોર (આદિત્ય બિરલા ગ્રૂપની કંપની)ને રૂ. 200 કરોડના અને રૂ. 920 કરોડના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)ને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી. 

પ્રેફરેન્શિયલ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ વૃદ્ધિલક્ષી ઉદ્દેશો પાર પાડવા થશે, જેમાં મૂડીઆધારનું વિસ્તરણ, ધિરાણ વ્યવસાય માટે ફંડની જરૂરિયાતો અને અન્ય સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો સામેલ છે, જેમ કે પેટાકંપનીઓ/સંયુક્ત સાહસો/કંપનીની એસોસિએટમાં રોકાણલક્ષી જરૂરિયાતો.

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ્ બિરલાએ રોકાણ પર કહ્યું હતું કે,  “ભારતમાં આર્થિક પરિવર્તનને વેગ આપવા ધિરાણ સેવાઓ હાર્દરૂપ બની ગઈ છે, જેને મૂડીરચના, નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો અને અર્થતંત્રનું મોટા પાયે ઔપચારિકરણ વેગ આપે છે. આ ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું હોવાથી વિવિધતાસભર પ્લેટફૉર્મ સાથે સંસ્થાઓ, મજબૂત વહીવનટ અને ટેકનોલોજી-સંચાલિત અમલ વૃદ્ધિને વધારે વેગ આપે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ABCLએ ધિરાણલક્ષી સેવા સાથે સંબંધિત તમામ કામગીરીઓ મોટા પાયે હાથ ધરી છે, જેથી મજબૂત ડિજિટલ ક્ષમતાઓ અને શિસ્તબદ્ધ અમલીકરણ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયોનો પોર્ટફોલિયો ઊભો થયો છે. કંપની તમામ સેગમેન્ટમાં કાર્યરત છે, જેમાં સંસ્થાગત ક્ષમતા ઊભી કરવા લાંબા ગાળાના અભિગમ, ગ્રૂપની પોઝિશન અને ભારતના ધિરાણ ક્ષેત્રનો વિસ્તરણ અને આધુનિકીકરણના આગામી તબક્કામાં પ્રવેશનો સમન્વય થયો છે.”

આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડના એમડી અને સીઇઓ સુ8 વિશાખા મૂલ્યેએ કહ્યું હતું કે, “અમે અમારી કામગીરીમાં વિશ્વાસ મૂકવા બદલ અમારા પ્રમોટરો અને IFCના આભારી છીએ. તમામ આવશ્યક જરૂરિયાતો પૂર્ણ થવાની સાથે આ મૂડીરોકાણ અમને ભારતમાં વિકાસની તકોમાં સામેલ થવા, ગ્રાહકો સાથે જોડાણને મજબૂત કરવા અને ડિજિટલ-ફર્સ્ટ સમાધાન આપવામાં સક્ષમ બનાવશે. અમારા લૉન પોર્ટફોલિયોનો લગભગ 57 ટકા હિસ્સો SMEsને આપેલી બિઝનેસ લૉનનો છે, જે આ ક્ષેત્ર પ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતાને દેખાડે છે. અમે જવાબદાર વ્યવસાયિક રીતો પર આધારિત એક સર્વસમાવેશક ધિરાણ ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. અમે વ્યક્તિઓ અને બિઝનેસને સરળતાપૂર્વક ધિરાણ આપવા, ડિજિટલ ક્ષમતાઓ અને ઇકોસિસ્ટમના મજબૂત સમાધાનો સાથે સશક્ત બનાવીએ છીએ, જેથી તેઓ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે એવો વિકાસ કરી શકે.” 

IFCના એશિયા અને પેસિફિકના રિજનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી સર્વેશ સુરીએ કહ્યું હતું કે, “લઘુ વ્યવસાયોનો આધાર મોટા વિચારો હોય છે અને આદિત્ય બિરલા કેપિટલ સાથે આ જોડાણ સાથે અમે એ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરીએ છીએ. રોજગારીનું સર્જન અને આર્થિક તકોને પ્રોત્સાહન વર્લ્ડ બેંક ગ્રૂપના મિશનનો મુખ્ય ભાગ છે. વિકસતાં બજારોમાં MSMEs ધિરાણની તકો સૌથી મોટી અને અત્યાર સુધી પૂરી ન થયેલી તકો પૈકીની એક છે. ABCLની મોટા પાયેની કામગીરી, 1,50,000થી વધારે મજબૂત MSME ક્લાયન્ટ અને ડિજિટલ ક્ષમતાઓ સાથે અમારો ઉદ્દેશ એ ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય માટે જવાબદાર ધિરાણ સુધી પહોંચ વધારવાનો છે, જ્યાં રોજગારની વધારે તકો છે, જેથી તેઓ રોકાણ કરી શકે, પોતાની આવક વધારી શકે, વધારે અને શ્રેષ્ઠ રોજગારીનું સર્જન કરી શકે તથા સ્થાનિક અર્થતંત્રોને મજબૂત કરી શકે. આ રોકાણ નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા પ્રત્યે અમારી કટિબદ્ધતાને દર્શાવે છે અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ લોકો અને ઉદ્યોગસાહસોને સશક્ત બનાવે છે, જે ભારતની વિકાસગાથાને આકાર આપે છે.”

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here