Friday, June 5, 2026
HomeNew Delhiહેક્સાગોન ન્યૂટ્રીશન લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 5 જૂન, 2026ના રોજ ખુલશે

હેક્સાગોન ન્યૂટ્રીશન લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 5 જૂન, 2026ના રોજ ખુલશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બિડ્સ ઓછામાં ઓછા 333 ઇક્વિટી શેર અને ત્યારબાદ તેના 333ના ગુણાંકમાં કરી શકાશે

26 મે, 2026: હેક્સાગોન ન્યુટ્રીશન લિમિટેડ (the “Company”) તેના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરો (“Equity Shares”) નો આઈપીઓ (“Offer”) શુક્રવાર, 5 જૂન, 2026ના રોજ ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે ગુરુવાર, 4 જૂન, 2026 રહેશે, જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 9 જૂન, 2026 રહેશે.

આ ઓફર માટે પ્રાઈસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 42થી રૂ. 45 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 333 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ તેના 333ના ગુણાંકમાં બિડ કરી શકશે.

આ ઓફરમાં હાલના શેરધારકો અરુણ પુરુષોત્તમ કેલકર, સુભાષ પુરુષોત્તમ કેલકર, આદિત્ય કેલકર (“Promoter Selling Shareholder”) તથા નૂતન સુભાષ કેલકર (“Promoter Group Selling Shareholder”) દ્વારા કુલ 3,08,59,704 સુધીના ઇક્વિટી શેરોના વેચાણ માટેની ઓફર સામેલ છે, જેનું કુલ મૂલ્ય આશરે રૂ. 1,388.69 મિલિયન (અંદાજે રૂ. 138.87 કરોડ) (પ્રાઈસ બેન્ડના અપર એન્ડ પર ગણતરી કર્યા મુજબ) થાય છે.

હેક્સાગોન ન્યુટ્રીશન લિમિટેડ એક બધાથી અલગ તરી આવતી અને રિસર્ચ આધારિત અભિગમ ધરાવતી ન્યૂટ્રીશન કંપની છે, જે સમગ્ર ન્યુટ્રીશન વેલ્યુ ચેઇનમાં કાર્યરત છે. કંપની બ્રાન્ડેડ વેલનેસ ન્યુટ્રીશન પ્રોડક્ટ્સ અને ક્લિનિકલ ન્યુટ્રીશન પ્રોડક્ટ્સ (બીટુસી), પ્રીમિક્સ ફોર્મ્યુલેશન્સ (બીટુબીટુસી) તેમજ રેડી ટુ યુઝ ફૂડ્સ (આરયુએફ) અને માઇક્રોન્યુટ્રીયન્ટ પાવડર (એમએનપી) (ઈએસજી સેગમેન્ટ) જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. કંપની ભારતના સૌથી મોટા પ્રીમિક્સ ઉત્પાદકોમાંની એક તરીકે જાણીતી છે અને અગ્રણી ભારતીય તથા બહુરાષ્ટ્રીય એફએમસીજી કંપનીઓને તેમની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ વિટામિન અને મિનરલ પ્રીમિક્સ સપ્લાય કરે છે. ઉપરાંત, કંપની યુએનના વિવિધ કાર્યક્રમો હેઠળ એમએનપીની લાયસન્સ ધરાવતી સૌથી મોટી સપ્લાયર્સમાંની એક છે, જે ગ્લોબલ ફૂડ ફોર્ટિફિકેશન અને જાહેર આરોગ્ય પહેલને ટેકો આપે છે (સ્ત્રોત: કેર રિપોર્ટ).

આંતરરાષ્ટ્રીય સ્તરે હેક્સાગોન ન્યુટ્રીશનનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક 19 નોન-એક્સક્લુઝિવ રિજનલ ડિસ્ટ્રીબ્યુટર્સ સુધી વિસ્તરેલું છે, જે લેટિન અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા વિસ્તારોને આવરી લે છે. કંપનીએ દક્ષિણ આફ્રિકા, ઉઝબેકિસ્તાન અને હોંગકોંગમાં ત્રણ વિદેશી ઓફિસો પણ સ્થાપી છે, જે તેની આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક કામગીરીમાં સહયોગ આપે છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષોમાં કંપનીની પ્રોડક્ટ્સ 75થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. કંપનીએ પોતાની ઓળખ પોષણની બાબતે વૈશ્વિક સ્તરે નિપુણતા ધરાવતી સર્વાંગી ન્યૂટ્રીશન કંપની તરીકે સ્થાપિત કરી છે.

આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) તેમજ સેબી આઈસીડીઆર નિયમોના નિયમ 31 મુજબ કરવામાં આવી રહી છે. ઓફર પછી કંપનીની પેઇડ-અપ ઇક્વિટી કેપિટલના ઓછામાં ઓછા 25 ટકા હિસ્સા માટે આ ઓફર કરવામાં આવી રહી છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1) અનુસાર આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(1) મુજબ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs” and such portion the “QIB Portion”) માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન આધારે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો ફાળવી શકે છે (the “Anchor Investor Portion”), જે પૈકી 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રખાશેઃ (1) સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે 33.33 ટકા, (2) લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે 6.67 ટકા, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ઓફર પ્રાઇસ કે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી કુલ માંગ 6.67 ટકા કરતા ઓછી હોય તો બાકીના ઇક્વિટી શેર્સ સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવેલા પોર્શનમાં ઉમેરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબ્સ્ક્રીપ્શન ઓછું થવાના અને ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ બાકીના ક્યુઆઈબી પોર્શન (“Net QIB Portion”)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી પોર્શનમાંથી 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્ઉઅલ ફંડ્સ સહિતતમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતાં ઓછી હોય તો ફાળવણી માટે બાકી રહેલા શેરો અન્ય ક્યુઆઈબી વચ્ચે પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. વધુમાં, સેબી આઈસીડીઆર નિયમો મુજબ ઓફરનો લઘુતમ 15 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થયેલી હોય, જે પૈકી (એ) એક-તૃતીયાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની અરજી કરનાર બિડર્સ માટે અનામત રહેશે, જ્યારે (બી) બે-તૃતીયાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુ અરજી કરનાર બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ સબ-કેટેગરીઝ પૈકી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો પોર્શન નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે અને ઓફરના લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનોના મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇસ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) Application Supported by Blocked Amount (“ASBA”) નો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે, જેમાં તેમણે તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને યુપીઆઈ આઈડીની વિગતો આપવાની રહેશે, જેમાં તેમની સંબંધિત બિડની વિગતો મુજબ સંબંધિત બિડની રકમના જેટલી રકમ યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA  પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.

કંપનીના ઇક્વિટી શેરોનું બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) (BSE and NSE together, the Stock Exchanges) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.

ક્યુમ્યુલેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને કેટાલિસ્ટ કેપિટલ પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.

અહીં વ્યાખ્યાયિત ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો અર્થ 25 મે, 2026ના રોજ જારી કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપેલા અર્થ મુજબ જ ગણાશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here