
કૉર્પોરેટ ફિલ્મ વીમાકવચ મારફતે આત્મવિશ્વાસ, સલામતી અને માનસિક શાંતિ માટેની કટિબદ્ધતાને વ્યક્ત કરે છે, જે જીવનના દરેક તબક્કે સાથસહકાર આપે છે
ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ (અગાઉ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ તરીકે જાણીતી હતી)એ એક નવી કૉર્પોરેટ AV (ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ) પ્રસ્તુત કરી છે. આ AV વીમાની સતત બદલાતી ભૂમિકાને જીવંત કરે છે, જે લોકો અને કુટુંબોને જીવનના વિવિધ તબક્કાઓમાં વધારે આત્મવિશ્વાસ સાથે, ચિંતામુક્ત થઈને માનસિક શાંતિ સાથે આગળ વધવામાં મદદ કરે છે.
જ્યારે ઉપભોક્તાઓમાં નાણાકીય રીતે સજ્જ રહેવાની અને સર્વાંગી સંપૂર્ણ વીમાકવચ હોવાની અગત્યતા વધારે સમજાઈ રહી છે, ત્યારે આ ફિલ્મ દર્શાવે છે કે, વીમાની ઉપયોગિતા નાણાકીય સલામતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ એ રોંજિદા જીવનના નિર્ણયો, આકાંક્ષાઓ અને જીવનની સફરમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું એક અનિવાર્ય માધ્યમ બની ગયો છે.
જીવનની વાસ્તવિક અને યાદગાર ક્ષણો પર આધારિત આ કૉર્પોરેટ ફિલ્મ સંવેદનશીલ શૈલીમાં સ્ટોરી પ્રસ્તુત કરે છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, વીમાકવચ કેવી રીતે લોકોને સૌથી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની સલામતી જાળવીને આગેકૂચ કરવા સક્ષમ બનાવે છે. સરળ છતાં અર્થસભર સ્ટોરી સાથે આ ફિલ્મ દર્શાવે છે કે, વીમાકવચ ગ્રાહકોના જીવનના દરેક તબક્કામાં, તેમની અનિશ્ચિતતામાં અને તેમના સ્વપ્નોને સાકાર કરવામાં સાથસહકાર આપવાનો મોટો ઉદ્દેશ ધરાવે છે.
અહીં ફિલ્મ જુઓ : https://www.youtube.com/watch? v=J8u1dTX-Kq0
આ ફિલ્મ કંપનીના આધુનિક, ડિજિટલ માધ્યમોથી સંચાલિત વીમાકંપની તરીકેના વિકાસને પણ દર્શાવે છે, જે મુખ્યત્વે હેલ્થ, મોટર, ટ્રાવેલ અને અન્ય વિવિધ પ્રકારનાં વીમાકવચ પ્રદાન કરવા માટે કામ કરે છે. વળી, કંપની આધુનિક ભારતની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ કામગીરી પણ કરી રહી છે.
જ્યારે હેલ્થકેર વીમા, મોબિલિટી વીમાકવચ, નાણાકીય આયોજન અને જીવનશૈલી સાથે સંબંધિત સલામતી અંગે જાગૃતિ વધી રહી છે, ત્યારે આ કૉર્પોરેટ ફિલ્મ એ વિચારને દ્રઢ કરે છે કે, હાલ વીમો એક રિએક્ટિવ પ્રોડક્ટ એટલે કે પ્રતિક્રિયાત્મક કે વૈકલ્પિક ઉત્પાદન નથી, પણ આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાની અને ભવિષ્યનું આયોજન કરવાનું અનિવાર્ય માધ્યમ છે.
આ કૉર્પોરેટ ફિલ્મ પર ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સના ડિજિટલ બિઝનેસ, માર્કેટિંગ એન્ડ સ્ટ્રેટેજીના પ્રેસિડન્ટ અને હેડ તરુણ ખન્નાએ કહ્યું હતું કે, “વીમાનો અસલી ઉદ્દેશ લોકોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા સક્ષમ બનાવવાનો છે. અમારી નવી કૉર્પોરેટ ફિલ્મ એ વાતને પ્રતિબિંબિત કરે છે કે, અમે કોણ છીએ, અમે કયા પ્રકારની સેવા આપીએ છીએ અને અમે દરરોજ તમારાં જીવન પર કેવી રીતે અસર કરવા આતુર છીએ. કંપની સૌથી વધુ મહત્વપૂર્ણ ચીજવસ્તુઓને સલામતી પૂરી પાડવાની કટિબદ્ધતા સાથે સંપૂર્ણ ભારતમાં વ્યક્તિઓ, કુટુંબો અને સમુદાયોની આકાંક્ષાઓને પણ પૂર્ણ કરે છે. જેમ જેમ અમે અમારી ટેકનોલૉજીકલ ક્ષમતાઓને મજબૂત કરવા, અમારી કામગીરીનું વિસ્તરણ કરવા અને અમારી ભાગીદારીઓ વધારવાની કામગીરી ચાલુ રાખી છે, તેમ તેમ અમે અમારા ગ્રાહકો માટે વીમાકવચ મારફતે સાર્થક મૂલ્યનું સર્જન કરવા અને પ્રગતિ કરવા સક્ષમ બનવા ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ ફિલ્મ અમારા એ વિશ્વાસને પ્રસ્તુત કરે છે કે જ્યારે આપણે ખભેખભો મિલાવીને આગેકૂચ કરીએ છીએ, ત્યારે આપણા દરેકની સફર વધારે મજબૂત થાય છે.”
કંપનીની વ્યાપક ઇન્ટિગ્રેટેડ આઉટરિચ વ્યૂહરચનાના ભાગરૂપે આ કૉર્પોરેટ ફિલ્મનો પ્રચાર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિન્ક્ડઇન અને અન્ય સોશિયલ મીડિયા ચેનલસહિત વિવિધ ડિજિટલ પ્લેટફૉર્મ પર મોટા પાયે થઈ રહ્યો છે.
ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ પોતાની કામગીરીના વિસ્તરણના કેન્દ્રમાં આ કૉર્પોરેટ ફિલ્મને રાખીને એક આધુનિક, સંવેદનશીલ અને ડિજિટલ માધ્યમથી સંચાલિત વીમા ઇકોસિસ્ટમ ઊભી કરવા પોતાની કટિબદ્ધતાને સતત મજબૂત કરી રહી છે – આ એક એવી ઇકોસિસ્ટમ છે, જે ગ્રાહકોને તેમનાં જીવનના દરેક તબક્કામાં સાથસહકાર આપે છે.
