Tuesday, August 25, 2026
HomeNew Delhiસુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન અરજદારે કહ્યું કે, ‘CBSEના આ નવા નિયમના કારણે વિદ્યાર્થીઓ પર વધારાનું દબાણ વધી શકે છે. 

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ત્રણ ભાષા ફરજીયાત બનાવવાના નિર્ણય વિરુદ્ધની અરજી પર મોટો નિર્ણય લીધો છે. કોર્ટે CBSEના આ નિર્ણય પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જોકે કોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીએસઈને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. CBSEના નિર્ણય વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજી કહેવાયું છે કે, નવી ભાષા નીતિના કારણે વિદ્યાર્થીઓ પણ વધારાનું દબાણ વધી શકે છે.ઉલ્લેખનીય છે કે, CBSE દ્વારા ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ભાષાઓની નીતિને લઈને મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. CBSE દ્વારા 15 મે, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો સંપૂર્ણપણે ફરજિયાત રહેશે. આ નવો નિયમ 1 જુલાઈ, 2026થી દેશભરની તમામ CBSE સંલગ્ન શાળાઓમાં અમલી બની જશે. જો કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ ન વધે તે માટે બોર્ડે ધોરણ-10માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષામાંથી મુક્તિ આપી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયથી શાળાકીય શિક્ષણના માળખામાં મોટો બદલાવ આવશે. અગાઉના અહેવાલોમાં એવું અનુમાન હતું કે આ ત્રણ ભાષાની ફોર્મ્યુલા ધોરણ-6 થી તબક્કાવાર લાગુ કરીને 2030-31 સુધીમાં ધોરણ-10 સુધી લંબાવવામાં આવશે. પરંતુ બોર્ડે મે 2026ના આ પરિપત્ર દ્વારા ધોરણ-9 અને 10 માટેની સમયરેખા અને અમલીકરણને સ્પષ્ટ અને કાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે.CBSE દ્વારા સુધારેલી ભાષા પદ્ધતિ હેઠળ, અભ્યાસક્રમમાં ત્રણ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને R1, R2 અને R3 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે, વિદ્યાર્થીએ પસંદ કરેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય (Native Indian Languages) હોવી અનિવાર્ય છે.ભારતીય ભાષાઓની અનિવાર્યતા : વિદ્યાર્થી ભલે ગમે તે ભાષા પસંદ કરે, પરંતુ તેની મુખ્ય ત્રણ ભાષાઓમાંથી બે ભાષાઓ ભારતીય જ હોવી જોઈએ (જેમ કે હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી વગેરે).

વિદેશી ભાષા અંગેનો નિયમ: જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી ઉપરાંત અન્ય કોઈ વિદેશી ભાષા (જેમ કે ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ) ભણવા માંગતો હોય, તો તે ત્રીજી ભાષા (R3) તરીકે જ પસંદ કરી શકાશે અને તે પણ ત્યારે જ જ્યારે બાકીની બે ભાષાઓ ભારતીય હોય.

ચોથી ભાષાનો વિકલ્પ: જો વિદ્યાર્થી ત્રણ મુખ્ય ભાષાઓમાં નિયમ જાળવી રાખે, તો તે વધારાના ચોથા વિષય તરીકે પણ વિદેશી ભાષાનો અભ્યાસ કરી શકે છે.

બોર્ડના નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, “1 જુલાઈ 2026થી ધોરણ-9 માટે ત્રણ ભાષાઓ (R1, R2, R3) નો અભ્યાસ ફરજિયાત રહેશે, જેમાં ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય ભાષાઓ હોવી જરૂરી છે.” આ અંગેની વિગતવાર માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. નવા નિયમો સાંભળીને વિદ્યાર્થીઓ કે વાલીઓ મૂંઝાય નહીં તે માટે CBSE એ એક મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. ધોરણ-10 સ્તરે ત્રીજી ભાષા (R3) માટે કોઈ સત્તાવાર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here