
વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું દરેક પર્વતારોહકનું સપનું હોય છે
29મે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવાય છે .ખાસ કરીને આ સાહસ પાછળ અનેક સિદ્ધિઓ ને બિરદાવવાનો ખાસ હેતુ છે.વિશ્વની ટોચ પર ઊભા રહેવું અને હિમાલયની
અજાયબીઓની સાક્ષી બનવું એ એકરોમાંચક અનુભવ છે.જે બહુ ઓછાને નસીબ થાય છે.
માઉન્ટ એવરેસ્ટને નેપાળીમા સગરમથા, ઉપરાંત સંસ્કૃતમા દેવગિરિ, તિબેટીમા ચોંગમાલુંગમા નામથી ઓળખે છે.માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચાઇ ધરાવતું શિખર છે.જે હિમાલય પર્વતમાળામાં આવેલું છે, અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવે છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે. પહેલા તેનું નામ xv હતું. તે સમયે તેની ઉંચાઈ 29,002 ફૂટ અથવા ૮,૯૪૦ મીટર માપવામાં આવી હતી. વૈજ્ઞાનિક સંશોધનોમાં કહેવામાં આવે છે કે તેની ઉંચાઈ દર વર્ષે સેમી ના દરે વધી રહી છે. નેપાળમાં સ્થાનિક લોકો આને સગરમથા નામથી ઓળખે છે.
માઉન્ટ એવરેસ્ટ સદીઓથી માનવ કલ્પનાનો વિષયરહ્યો છે. 29 મે, 1953 ના રોજ, જ્યારે બે પર્વતારોહકો – તેનઝિંગ નોર્ગે અને એડમંડ હિલેરી એવરેસ્ટ પર ચઢ્યા ત્યારે તે માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ હતી.આ પ્રચંડ પરાક્રમના માનમાં 29 મે દર વર્ષે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે વખતે નેપાળી સરકાર હતી. જેમણે સુપ્રસિદ્ધ એડમંડ હિલેરીના નિધન પર દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એવરેસ્ટ દિવસની ઉજવણીમાં એવરેસ્ટ ક્ષેત્ર અને કાઠમંડુના નજીકના વિસ્તારોમાં સ્મારક સેવાઓ, સરઘસ અને માર્કી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ દિવસ આપણને બે અસાધારણ માનવીઓની નોંધપાત્ર સિદ્ધિની યાદ અપાવે છે.જેની વિશાળ પર્વતની ટોચને માપવા માટેના કઠોરતા અને નિશ્ચયથી તમામ અવરોધોને નકારી છે.
તેનજિંગ નોર્ગે અને ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી 29 મે 1953ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.11 જાન્યુઆરી 2008માં એડમંડ હિલેરીના નિધન બાદ નેપાળે 29 મે વર્ષ 2008થી આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવાય છે.
માઉન્ટ એવરેસ્ટ સમુદ્રથી 29,029 ફુટ ઉપર છે અને આ પૃથ્વીનું સૌથી ઉંચી જગ્યા છે. વર્ષ 1922માં બ્રિટિશરોએ ટોચ પર ચઢવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ પછી છ બ્રિટિશ અભિયાનોએ ટોચ પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ 1952 માં સ્વીડિશ સંચાલિત એવરેસ્ટના વાઇસ ડુનાન્ટ એવરેસ્ટ શિખરની નજીક પહોંચવામાં સફળ થયા પરંતુ ખરાબ હવામાનને કારણે સ્વીડિશ પર્વતારોહીને ટોચથી ફક્ત 250 મીટર દૂરથી પાછા આવવું પડ્યું.
100થી વધુ પર્વતારોહી થયા સંક્રમિતએવરેસ્ટ પર હિલેરી અને તેનજિંગ1953 માં નવમાં બ્રિટીશ અભિયાન હેઠળ જ્હોન હન્ટની આગેવાનીમાં એડમન્ડ હિલેરી અને તેનઝિંગ એવરેસ્ટ પર ગયા. આ કેમ્પ દક્ષિણમાં ગોઠવવામાં આવ્યો હતો. તેનઝિંગ અને હિલેરી 26 મેના રોજ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું હતું પરંતુ બરફવર્ષા અને જોરદાર પવનને કારણે આ અભિયાન બે દિવસ મોડું થયું હતું. પછી 28 મેના રોજ ચઢાણની શરૂઆત થઈ અને આ દિવસે 8,500 મીટર સુધી ચઢાણ કર્યુ. તે જ સમયે 29 મેની સવારે 11.30 વાગ્યે બન્નેએ એવરેસ્ટના ટોચ પર પહોંચવામાં સફળ થયા હતા. એવરેસ્ટ પર લગભગ બન્નેએ 15 મિનિટ વિતાવી હતી. આ અભિયાનને એડમન્ડ હિલેરી અને જ્હોન હન્ટને બીજા રાણી એલિઝાબેથ દ્વિતિયએ શૂરવીરની ઉપાધી આપી હતી તો બીજી તરફ તેનઝિંગ નોર્ગેને જ્યોર્જ મેડલ અપાયો હતો.હિલેરી સ્ટેપ એવરેસ્ટના ચઢાણ દરમિયાન માર્ગનો સૌથી મુશ્કેલ ભાગ 20 ફૂટ (12 મીટર)ની એક ખડક હતો, જેને હવે હિલેરી સ્ટેપ તરીકે ઓળખવામાં આવે છે. તે દક્ષિણ-પૂર્વ રેન્જ પર સ્થિત છે, જે ટોચની કુલ ઉંચાઇના અડધા ભાગ પર છે.
માઉન્ટ એવરેસ્ટ 8,843.43 મીટર ઉચાઈએ છે. અને તે હજી પણ સદી દીઠ 40 સે.મી.ની ઝડપે વધી રહ્યો છે. આ તે હકીકતને કારણે છે કે ભારતીય પ્લેટ નીચે સ્લાઇડિંગને કારણે યુરેશિયન પ્લેટ ઉત્થાન આપે છે.
જો કે હવે તેની ઉંચાઇમાં પણ 0.86 મીટર જેટલો વધારો થયો છે. નેપાળ અને ચીનનાં બે વર્ષ સુધી સર્વે વર્ક પુર્ણ કર્યા બાદ માઉન્ટ એવરેસ્ટ ની ઉંચાઇ અંગે સંયુક્ત જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે વિશ્વનાં પુસ્તકોમાં પણ એવરેસ્ટની ઉંચાઇના આંકડામાં ફેરફાર થશે. મળતી માહિતી અનુસાર વર્ષ 2015 માં આવેલા વિનાશકારી ભૂકંપમાં એવરેસ્ટની ટોચની ઉંચાઇ મુદ્દે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા. જેને જોતા નેપાળ સરકારે આ ટોચનો ફરી એકવાર સર્વે કરવા માંગતી હતી.
જેના પગલે નેપાળ સરકારે વર્ષ 2018માં ચીનની સાથે મળીને ફરી એકવાર સર્વે હાથ ધર્યો. આ સર્વે પુર્ણ થયા બાદ નેપાળનાં વિદેશમંત્રી Pradeep Gyawali અને ચીનના વિદેશ મંત્રી Wang Yi એ એવરેસ્ટની ઉંચાઇ અંગેની જાહેરાત કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 1954માં ભારતનાં સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે માઉન્ટ એવરેસનો સર્વે કર્યો હતો. આ દરમિયાન એવરેસ્ટની ઉંચાઇ 8848 મીટર આંકવામાં આવી હતી. જો કે હવે નેપાળ-ચીનના સંયુક્ત સર્વેમાં તેની ઉંચાઇ 8848.86 મીટર આંકવામાં આવી છે. આ ગત્ત ઉંચાઇ કરતા 86 સેન્ટીમીટર વધારે છે. ભારે બરફવર્ષાના કારણે એવરેસ્ટનીઉંચાઇમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એવરેસ્ટ ઉંચાઇના વિવાદને સમાપ્ત કરવા માટે ચીને તાજેતરમાં 30 સભ્યોની સર્વે ટીમ રવાના કરી હતી. આ ચીની ટીમ માઉન્ટ ચોમોલુંગમા બેઝ કેમ્પથી એવરેસ્ટ પર ચઢવા માટે રવાના થઈ હતી. એવરેસ્ટના શિખર પર પહોંચ્યા બાદ આ ટીમે ગ્લોબલ સેટેલાઇટ સિસ્ટમની મદદથી વિશ્વની સૌથી ઉંચા શિખરને માપ્યું હતું. એવરેસ્ટ પર ચઢેલી ટીમમાં વ્યાવસાયિક આરોહકો અને ચીનના કુદરતી સંસાધન મંત્રાલયના સર્વેક્ષક સામેલ હતા.આ સર્વે ટીમે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ અને ગ્રેવીમીટરની મદદથી એવરેસ્ટની ઉંચાઇને માપી હતી. સર્વે ટીમ એપ્રિલની શરૂઆતમાં ચોમોલુંગમાં બેઝ કેમ્પ પર પહોંચી હતી. વર્ષ 1949માં તેની સ્થાપના થઈ ત્યારથી ચીની સર્વે ટીમે અત્યાર સુધી 6 વાર એવરેસ્ટ પર ચઢીને તેની ઉંચાઈ માપી છે. ચીને 1975 અને 2005માં એવરેસ્ટ ઉંચાઈ જાહેર કરી હતી.. એવરેસ્ટની ઉંચાઇ વર્ષ 1975માં 8,848.13 મીટર અને વર્ષ 2005માં 8,844.43 મીટર હતી.
વિશ્વના સૌથી ઊંચા પર્વત પર પહોંચનાર પર્વતારોહીઓની સંખ્યામાં આ વર્ષે વધારો થઈ રહ્યો છે. ૧૯૫૩માં એવરેસ્ટ સર કરનાર ઍડમન્ડ હિલેરી અને તેનજિંગ નાર્જે પહેલા પર્વતારોહી હતા. હિમાલયન ડેટા બેઝ અનુસાર ત્યારથી અત્યાર સુધી ૪૦૦૦ પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પહોંચી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્વતારોહીઓની સંખ્યામાં રેકૉર્ડ વૃદ્ધિ જોવા મળી છે.
હાલમાં નક્કી કરેલી રકમ ચૂકવવા માટે તૈયાર હોય તેવા તમામ આવેદનકર્તાઓને નેપાળ સરકાર મંજૂરી આપે છે. આ રકમ ૧૧ હજાર ડૉલર એટલે કે, અંદાજે ૭.૭ લાખ રૂપિયા જેટલી છે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ૩૭૮ પર્વતારોહીઓને મંજૂરી આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આમાંથી મોટા ભાગના પર્વતારોહીઓને ત્યાં ઊંચાઈ સુધી પહોંચવા માટે સ્થાનિક નેપાળી ગાઈડની જરૂર હોય છે. આ વર્ષ અન્ય એક રીતે પણ ખાસ છે, કારણ કે, માઉન્ટ એવરેસ્ટ ચડનારમાં મહિલાઓની સંખ્યાપણ વધુ છે.
માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યું 5G સિગ્નલ:-
ચાઇનાથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢતા આરોહકો હવે ટોચ પર પહોંચીને હાઇ સ્પીડ 5G ટેલિકોમ સેવાનો ઉપયોગ કરી શકશે. ચીનની સરકારી મીડિયાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે દુર્ગમ હિમાલયના ક્ષેત્રમાં વિશ્વનું સૌથી ઉંચાઇ ધરાવતું બેઝ સ્ટેશન કાર્યરત થઈ ગયું છે. ચીનની સરકારી ટેલિકોમ કંપની ચાઇના મોબાઈલના જણાવ્યા અનુસાર આ બેઝ સ્ટેશન 6,500 મીટરની ઉંચાઈએ બનાવવામાં આવ્યું છે. તે માઉન્ટ એવરેસ્ટના આધુનિક બેઝ કેમ્પમાં સ્થિત છે, જે વિશ્વનો સૌથી ઉંચો શિખર છે.
