Friday, September 25, 2026
HomeAhmedabadઅમદાવાદમાં ગુંજશે ભક્તિના સૂર: હાર્દિક દવે અને પ્રફુલ દવે પ્રસ્તુત કરે છે...

અમદાવાદમાં ગુંજશે ભક્તિના સૂર: હાર્દિક દવે અને પ્રફુલ દવે પ્રસ્તુત કરે છે “શ્યામ – ધ ક્રિષ્ના કોન્સર્ટ”

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

૪૦ થી વધુ કલાકારોના ઇન્ડો-વેસ્ટર્ન સિમ્ફની સાથે સોલા ભાગવત મેદાન ખાતે ભવ્ય સંગીતમય સાંજનું આયોજન.
 
અમદાવાદ : ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત સ્વરૂપ અને ભક્તિ રસથી તરબતર એક અદ્ભુત અને ભવ્ય સંગીતમય રાત્રિનું આયોજન અમદાવાદના આંગણે થવા જઈ રહ્યું છે. સંગીત જગતના જાણીતા નામ હાર્દિક દવે અને તેમના પીતાશ્રી અને ગુજરાતી લોકસંગીતનું મુઠ્ઠી ઉંચેરૂં નામ એવા શ્રી પ્રફુલ દવેના સંયુક્ત ઉપક્રમે ‘શ્યામ – ધ ક્રિષ્ના કોન્સર્ટ’ ની ભવ્ય જીવંત પ્રસ્તુતી થવા જઇ રહી છે. દિવ્ય સંગીત અને મધુર ધૂનોથી સજ્જ આ અદ્ભુત ભક્તિ સંગીતનો આ અભૂતપૂર્વ કાર્યક્રમ આગામી ૩૦ મે ૨૦૨૬, શનિવારના રોજ સાંજે અમદાવાદના સોલા ભાગવત મેદાન ખાતે યોજાશે. આ કોન્સર્ટની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત ભક્તિ સંગીત અને આધુનિક પશ્ચિમી સંગીતનો સમન્વય કરીને એક શાનદાર ઇન્ડો-વેસ્ટર્ન સિમ્ફની રજૂ કરવામાં આવશે, જેમાં ૪૦ થી વધુ લાઈવ કલાકારો એકસાથે મંચ પર પોતાની કલાના સૂર રેલાવશે.

આ મ્યુઝિકલ ઇવેન્ટના કેન્દ્રબિંદુ સમાન મુખ્ય ગાયક કલાકારો આ સંગીત જલસાને યાદગાર બનાવશે. ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી પ્રફુલ દવે છેલ્લા ત્રણથી વધુ દાયકાઓથી પોતાના મધુર અવાજથી ભક્તિ અને લોકસંગીત ક્ષેત્રે કરોડો સંગીતપ્રેમીઓના હૃદય પર રાજ કરે છે. અસંખ્ય સુપરહિટ ગુજરાતી ફિલ્મી ગીતો, ભજનો અને ગરબાઓ આપનાર પ્રફુલ દવેની ગાયકી શ્રોતાઓને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. જ્યારે તેમના વારસાને આગળ ધપાવતા તેમના પુત્ર હાર્દિક દવે આજે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક, સંગીતકાર, કમ્પોઝર અને ગીતકાર છે. સંગીત વારસામાં મેળવનાર હાર્દિક દવેએ ‘ખમ્મા વીરા ને’ જેવા અનેક ડિજિટલ હિટ ગીતો અને આલ્બમ્સ આપ્યા છે. પિતાની આગવી શૈલી અને પુત્રના આધુનિક સંગીતના જ્ઞાનનો આ સમન્વય “શ્યામ કોન્સર્ટ” ને એક નવો જ આયામ આપશે.

આ કોન્સર્ટ માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ શ્રોતાઓ માટે પાંચેય ઇન્દ્રિયોને જાગ્રત કરતો એક અદ્ભુત આધ્યાત્મિક અનુભવ સાબિત થશે. ‘શ્યામ: ધ મેમરીઝ ઓફ માધવ’ થીમ પર આધારિત આ મ્યુઝિકલ એક્સપેરિમેન્ટમાં એક તરફ એકતારા (Iktara) નો શાંત અને ગંભીર ધ્વનિ હશે, તો બીજી તરફ વેસ્ટર્ન સિમ્ફનીના ભવ્ય સૂર રેલાશે. આ આખી સાંજ દરમિયાન શ્રોતાઓ ‘રાસ’ ના માધ્યમથી જીવનના ઉત્સાહ અને નૃત્યની ઉર્જાનો અનુભવ કરશે, તો સાથે જ ‘ધ્યાન’ ના માધ્યમથી સંગીતની અસીમ શાંતિમાં ડૂબી જશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here