Friday, August 7, 2026
HomeAhmedabad નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. નરોડા GIDC ફેઝ-3 માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા. બોઈલર ફાટવાના કારણે ફેક્ટરીમાં હાજર ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં ઊભેલી એક ટ્રક પણ આગની ચપેટમાં આવી ગઈ છે.

 ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ સતત પ્રસરી રહી છે અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. હાલમાં ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને ચારેય તરફથી કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. 

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here