Friday, September 25, 2026
HomeAhmedabadવૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી ચલણનો ભાવ ગગડતો...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી ચલણનો ભાવ ગગડતો નથી!

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી! વિરોધપક્ષનો દાવો છે કે ટ્રમ્પને અમેરિકનો ની પડી નથી, વિશ્વનાં બીજા દેશોનાં પ્રશ્નોમાં વધુ રસ છે. ખાડી એક અને એક અબજ લોકોનાં જીવન પર કારમી અસર, વૈશ્વિક વૃદ્ધિ દર ઘટીને 2.8% થશે! કેટલાંય દેશો મંદી ગ્રસ્ત થશે ! ફૂગાવો વધશે અને બેરોજગારી પણ વધશે. અમેરિકા જેવું સદ્ધર અર્થતંત્ર પણ છ મહિનાથી ચાલતાં યુદ્ધને કારણે હલબલવાં લાગ્યું છે! અમેરિકા તો ડાયરેક્ટ યુદ્ધનો ભાગ પણ નથી! માત્ર મધ્યસ્થી કરે છે. એટલે એમ કહોને કે જે દેશો વચ્ચે લગાતાર યુદ્ધ ચાલી રહ્યું છે, એની તો આર્થિક પાયમાલીનો અંદાજ આકવો અઘરો છે!

ભારત હાલ આર્થિક સંકટમાં છે, એવું કહેવું યોગ્ય નહીં બને. હા, કેટલીક મુશ્કેલીઓ છે, બેરોજગારી,આવકમાં અસમાનતા, કેટલાંક ક્ષેત્રોમાં ધીમી માંગ, અને વૈશ્વિક અનિશ્ચિતતા તેલના ભાવ, યુદ્ધો, વેપાર તણાવ જેવી બાબતો ચિંતાનો વિષય છે. પરંતુ કુલ અર્થવ્યવસ્થા હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે. ગયા વર્ષ એટલે કે 2024/25 માં વૃદ્ધિ દર 7.1 હતો જ્યારે આજે 2025/26 માં વૃદ્ધિ દર 7.7 થયો છે, એટલે દેશે વૃદ્ધિ કરી છે! અને છતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે! તકલીફ ભોગવી રહ્યાં છે. એનું કારણ માત્ર એટલું જ છે કે, વૃદ્ધિ દર વધે એટલે દરેક વ્યક્તિની સ્થિતિ સુધરે જ એવું નથી. કારણકે નોકરીઓનું સર્જન વૃદ્ધિદર જેટલી ઝડપે નથી થતું. મોંઘવારીનાં કારણે મધ્યમ અને નીચાં આવકવર્ગ પર દબાણ રહે છે. સંપત્તિ અને આવકનો મોટો હિસ્સો થોડાં લોકો પાસે કેન્દ્રિત થાય છે. કૃષિ જેવાં નાનાં વ્યવસાયો સામે હજુ પડકારો છે.

આ ઉપરાંત દેશમાં આ યુદ્ધ દરમિયાન પેટ્રોલ ડીઝલની માંગ પહોંચી વળવાં માટે કેન્દ્ર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની છૂટ બાદ ડિઝલમાં પણ બાયોફ્યુઅલ ભેળવવાની છૂટ અપાઈ ! પરંતુ છૂટ આપ્યાં પછી વાતાવરણમાં અને એન્જીન પર એની આડઅસર વિશે ઊંડાણપૂર્વક તપાસ થશે! અંતે જોખમ તો પ્રજા પર! પરંતુ ભારત પાસે બીજો વિકલ્પ નથી, કારણકે કેટલીય આયાત લોન ચાલું હોય આર્થિક મંદી જ છે! હાં ધનવાનો ધનવાન થતાં જાય છે, અને બીજું મંદિરોનાં ટ્રસ્ટ પણ સોનું, હીરા, મોતી, જેવાં, કિંમતી દાનથી ધમધમે છે, છોડો! પરંતુ આજે જે સમય ચાલી રહ્યો છે! એમાં આપણે એક દાવ રમીને રુપિયાની કિંમત વધારી શકીએ છીએ! કારણકે ગમે તેટલી મંદી હોય, છેલ્લાં કેટલાંય સમયથી ડોલર, યુરો, દિનાર, કે પાઉન્ડનાં ભાવ ઉતર્યા નથી, રુપિયો બે રુપિયા ઉલ્ટા વધ્યાં છે! આનું કારણ શું છે? કારણકે તે આપણા પૈસે લીલાલહેર કરે છે! ઈન્ટરનેશનલ જોબ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડનું આજની જનરેશનને ઘેલું લાગ્યું છે! રોજનાં લાખો રૂપિયા આ રીતે એમનાં ખાતામાં જમા થાય છે! ઉપરથી એમનાં વેપારીઓ બેરોજગારીને નામે આપણાં મજૂરો પાસે કામ કરાવે, ત્યાં કરતાં અડધાં રુપિયામાં કામ થઈ જાય‌! એ બચત પણ ખરી! આપણાં વડાપ્રધાન એ અમુક વસ્તુઓ પર એક વર્ષ સ્વેચ્છાએ રોક લગાવવાં કહ્યું છે, પણ આપણે હિન્દ છોડો આંદોલન વખતે જેમ સ્વદેશીનું પ્રણ લીધું હતું, એમ બધીજ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળી, અને દેશનાં અર્થતંત્રને ઉંચુ લાવી શકીએ! રુપિયાની કિંમત વધારી શકીએ! મંદિરો અને ટ્રસ્ટો પોતાની સંપત્તિ સરકારને વગર વ્યાજે આપી શકે! આમ તો દેશ છે તો સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિ છે તો મંદિર છે! છતાં મોટા માણસો જેટલું થાય એટલું કરે અને સામાન્ય માનવી દેશ માટે સ્વદેશની ભાવના ઉપર રાખે તો, ખરેખર ભારત હજી વધુ ઝડપે વિકાસ સાધી શકે! જેમાં વિકાસનો અર્થ માત્ર ટેકનોલોજી કે સુખ સુવિધા નહીં પણ, દર ક્ષેત્રમાં સમાજનો દરેક વર્ગ સરખી સુવિધા ભોગવે! અને શિક્ષણનું સ્તર પણ સુધરે! માત્ર સ્પર્ધાત્મક નહીં પણ વ્યવહાર જ્ઞાન પણ આપવામાં આવે!

ભારતનાં વિકાસને નામે નાનાં મોટાં દરેક શહેરમાં મોલ ખડકાતાં જાય છે! મલ્ટિપ્લેક્સ સિનેમા શરૂ થતાં જાય છે! અને આ રીતે નોકરિયાત વર્ગનું પણ કાસ્ટ ઓફ લિવિંગ વધતું જાય છે! ઉપરાંત આવતીકાલ વિશે અનિશ્ચિત ભાવિ હોય, મોજમજા ને આડેધડ ખાણીપીણી, અને હું રેસમાંથી ફેંકાઈ જઈશ તો એ સ્ટેટસનું સટ્રેસ ભર્યું જીવન, એટલે રોગ વધ્યા! ડોકટર વધ્યાં, ડાયેટિશયન વધ્યાં, જીમ વધ્યાં, ઉપરાંત મનોરંજનને નામે પણ કેટલાય ક્લાસ! ફેશન એસેસરીઝ માટેની તમામ બ્રાંડના શો રુમ ! અને સામાન્ય આવક ધરાવતાં લોકો, આ બધું એફોર્ડ ન કરી શકે એટલે ચોરી લૂટ સાઈબર ક્રાઇમ! બ્લેકમેઇલ જેવા કેટલાય ગુન્હા!   

આપણાં વડીલો વારંવાર આપણને શીખામણનાં રુપે કહેતાં કે બેટા “પછેડી પ્રમાણે પગ પસારવા” એટલે કે આવક પ્રમાણે જીવતા શીખો! અને એટલે એ સમયે ગેસ સ્ટવ, ટીવી, ફ્રીઝ, અને એસી, એ બધું લકઝરી કહેવાતું! અને ગૃહસ્થી નાં વર્ષો પછી એવાં સાધનો ઘરમાં આવતા તો બાળકોને જાદું થયું હોય એવું અનુભવતાં! પણ એની સાચી કિંમત તો કડી મહેનત કરનાર જાણે! આ મુકામે પહોંચતાં જીવનનાં કેટલાય વર્ષો નીકળી જતાં! પણ આજે હવે એવું નથી, રુપિયા હોય કે ન્હોય, દેવું કરીને કે લૂંટફાટ કરીને પણ મોજમજા કરવી. મોંઘવારીનો સૌથી પહેલો નિયમ જ્યાં જરુરીયાત વધુ ત્યાં મોંઘવારી વધું! શું આપણે આપણા વડીલોની જેમ જરુરીયાત ઓછી કરીને જીવી ન શકીએ! કારણકે સાચી ખુશી કે આનંદ આ એકપણ ભૌતિક સાધનો આપી શકતાં નથી! હાં સુખ મળે, પણ સુખ ક્ષણિક હોય છે! જેમ કે આઈસ્ક્રીમ! જીભ પર સ્વાદ રહે ત્યાં સુધી!અને આપણે આવાં ક્ષણિક સુખ માટે લાખો રૂપિયા અત્યાર સુધીમાં જીવન યજ્ઞમાં હોમી દીધાં! રુપિયા એ આજનાં યુગની સૌથી આવશ્યક વસ્તુ માંની એક છે! અને એટલે જ રુપિયાની કિંમત વધારવાં એને બહુ સાચવી સાચવીને વાપરીએ અને આપણું તેમજ દેશનું ધન બચાવીએ!

જવાનો સરહદ પર રહીને ભારત માતાની રક્ષા કરે છે, અને એટલે આપણે સુરક્ષિત છીએ! આપણને સૌને એની માટે ગર્વ પણ છે! પરંતુ દેશને ઉંચો લાવવો એ પણ એક દેશ સેવા જ છે! અને ભારતનાં નાગરિક તરીકે આપણે સૌ આ રીતે સેવા આરામથી કરી શકીએ‌ છીએ, અને આજનાં સમય પ્રમાણે કોઈએ એવું કંઈ ત્યાગવા નું નથી, બસ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, અને આપણાં રુપિયા આપણાં દેશમાં જ રહે, આપણી ખરીદીથી કોઈ ઘરે આવક ઉભી થાય! એમ જીવીએ! ચાલું સરકારનું વિઝન 2040/45 સુધીમાં ભારતને વિશ્વની મહાસત્તા તરીકે સ્થાપિત કરવાનું છે! પણ આપણે આ રીતે એને ટેકો જાહેર કરીએ તો કદાચ એ સ્વપ્ન વહેલું પૂરું થાય! તો ચાલો આ રીતે દેશના અર્થતંત્રને વધુ સમૃદ્ધ બનાવીએ. જય હિન્દ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here