Thursday, July 9, 2026
HomeBusinessચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ ઈન્ટરનેશનલ અને એનએચ...

ચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ ઈન્ટરનેશનલ અને એનએચ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

Date:

Related stories

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ...

●        20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર...

CARE A-રેટિંગ મેળવ્યા પછી સોલ્ફિનની નજર ₹500-600 કરોડનું સંસ્થાગત ઋણ મેળવવા...

ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ રેટિંગ મળવાથી સોલ્ફિનની સંસ્થાગત ઋણ સુધી પહોંચ મજબૂત...

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

મુંબઈ, તા. 9 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ડાયવર્સિફાઈડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ગ્રૂપ્સ પૈકી એક ચોઈસ ઈન્ટરનેશનલ લિમિટેડે આજે સાઉથ કોરિયાની અગ્રણી ફાઈનાન્સિયલ સંસ્થા અને એનએચ ફાઈનાન્સિયલ ગ્રૂપની પેટાકંપની એનએચ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝ કો. લિમિટેડ (“NHIS”) સાથે વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ચોઈસના બ્રોકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ શાખા ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ (CEBPL)માં રૂ. 9000 મિલિયનના રોકાણ દ્વારા કરવામાં આવી છે.
આ વ્યૂહાત્મક રોકાણ ચોઈસની વિકાસ યાત્રામાં એક નોંધનીય સિદ્ધિ બન્યું છે, તે ભારતમાં આગામી પેઢીનું ફાઈનાન્સિયલ સર્વિસિઝ પ્લેટફોર્મ બનાવવાના ચોઈસના વિઝનમાં સાઉથ કોરિયાની અગ્રણી ફાઈનાન્સિયલ સંસ્થાઓ પૈકી એક એનએચ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝનો વિશ્વાસ દર્શાવે છે.
ભારતનું મૂડી બજાર અત્યારે અભૂતપૂર્વ વૃદ્ધિનું સાક્ષી બન્યું છે, જે વધતી જતી રીટેલ ભાગીદારી, રોકાણકારોની જાગૃતિ અને ઝડપી ડિજિટલ અપનાવવાને આભારી છે. આ પૃષ્ઠભૂમિમાં ચોઈસ તેના બ્રોકિંગ, વેલ્થ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ ડિસ્ટ્રિબ્યુશન અને કેપિટલ માર્કેટ બિઝનેસનું વિસ્તરણ કરવાની સાથે ગ્રાહકો સાથેના જોડાણને વધુ ગાઢ બનાવવા માટે વિશાળ તકો જોઈ રહી છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગ રૂપે, એનએચઆઈએસ દ્વારા ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડમાં કમ્પલસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ (CCPS) દ્વારા રૂ. 9000 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ મૂડીનો ઉપયોગ બિઝનેસના વિસ્તરણને એકંદરે વેગ આપવા માટે ગ્રોથ કેપિટલ તરીકે કરવામાં આવશે, જેમાં એમટીએફ બુકનો ગ્રોથ અને તેની સાથે ટેકનોલોજી, કસ્ટમર એક્વિઝિશન, ટેલેન્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ઈનોવેશન અને બિઝનેસ સ્કેલેબિલિટી સમાવિષ્ટ છે.
આ ભાગીદારી મૂડી ઉપરાંત ભારતના નાણાકીય બજારોમાં ચોઈસની વધતી હાજરીને એનએચઆઈએસની વૈશ્વિક સંસ્થાકીય કુશળતા, ટેકનોલોજી-આધારિત ઓપરેટિંગ મોડલ અને એશિયાના સૌથી અત્યાધુનિક કેપિટલ માર્કેટ્સ પૈકી એકના અનુભવનો લાભ આપતાં નોંધપાત્ર વ્યૂહાત્મક મૂલ્યોનું સર્જન કરે છે. આ સહયોગથી ઈન્સ્ટિટ્યુશનલ બ્રોકિંગ, રિસર્ચ, કેપિટલ માર્કેટ્સ, ગવર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ, કમ્પ્લાયન્સ અને ઓપરેશનલ એક્સેલન્સમાં જ્ઞાનની આપ-લે સરળ બનવાની અપેક્ષા છે, જે ચોઈસની સંસ્થાકીય ક્ષમતાઓ અને લાંબા ગાળાની સ્પર્ધાત્મકતાને વધારશે.
આ વ્યુહાત્મક ભાગીદારી દ્વારા સીઈબીપીએલ આગામી ત્રણ વર્ષમાં તેના બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પાંચ ગણી (5x) વૃદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, તેમજ તે તેની ડિજિટલ ક્ષમતાઓ, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેન્ચાઇઝી અને ગ્રાહક માગને મજબૂત બનાવશે. ચોઈસના માર્કેટ એક્સેસ અને ગ્રોથ મોમેન્ટમને એનએચઆઈએસની ગ્લોબલ એક્સપર્ટાઈઝ, ટેકનોલોજી ક્ષમતાઓ અને ઈનોવેશન ઈકોસિસ્ટમ સાથે જોડતાં આ ભાગીદારી લાંબા ગાળાના મૂલ્યોનું સર્જન કરે તેવી અપેક્ષા છે. આ ભાગીદારી ચોઈસને ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ઈન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપમાં ઊભરી રહેલી મહત્વપૂર્ણ તકોનો લાભ લેવા માટે સક્ષમ બનાવશે.
આ અંગે ચોઈસ ઈન્ટરનેશનલ લિમિટેડના સીઈઓ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી અરૂણ પોદ્દારે જણાવ્યું હતું કે, “આ રોકાણ અમારી વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સફળતા છે અને તે અમારા વિઝન, બિઝનેસ મોડલ અને લાંબાગાળાની ક્ષમતા પ્રત્યે અગ્રણી ગ્લોબલ ફાઈનાન્સિયલ સંસ્થાનો વિશ્વાસ દર્શાવે છે.
ભારતનું ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટર અત્યારે પરિવર્તનના માર્ગે આગળ વધી રહ્યું છે, જે રોકાણકારોની વધતી જતી ભાગીદારી, ડિજિટલ સ્વીકૃતિ અને સુલભ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સની વધતી જરૂરિયાતને કારણે સંચાલિત છે. એનએચઆઈએસ તેની ઊંડી સંસ્થાકીય કુશળતા, ગ્લોબલ માર્કેટની સમજ અને અદ્યતન ડિજિટલ ક્ષમતાઓ સાથે ભારતના ઝડપથી વિસ્તરી રહેલા રોકાણકારોના આધારને સેવા આપવાની અમારી શક્તિઓને પૂરક બનાવે છે.
ભાગીદારી હેઠળ અમારો ઉદ્દેશ એક સાથે મળીને ઈનોવેશન, ગ્રાહક અનુભવમાં વધારો, ગુણવત્તાયુક્ત નાણાકીય સાધનોની પહોંચ વિસ્તારવાનો, અને ભારતના નાણાકીય સમાવેશના એજન્ડામાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો છે. દેશ જેમ જેમ તેના ‘વિકસિત ભારત 2047’ વિઝન તરફ આગળ વધી રહ્યો છે, આ ભાગીદારી અમને ગ્રાહકો, સ્ટેકહોલ્ડર્સ અને વ્યાપક નાણાકીય ઇકોસિસ્ટમ માટે ટકાઉ મૂલ્ય પૂરા પાડવા માટે સક્ષમ બનાવે છે.”
આ ભાગીદારી અંગે એનએચ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી શિન જે વૂકે જણાવ્યું હતું કે, “આ વ્યૂહાત્મક રોકાણ એનએચ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝના ગ્લોબલ બિઝનેસ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. ચોઈસ ગ્રૂપ સાથેની અમારી ભાગીદારી દ્વારા અમે બંને ઓર્ગેનાઈઝેશન્સની તાકાતને જોડીને વિશિષ્ટ નાણાકીય સેવાઓ પ્રદાન કરીશું અને અમારા ગ્લોબલ બિઝનેસ માટે ટકાઉ- લાંબાગાળાના ગ્રોથ એન્જિનનું નિર્માણ કરીશું.”

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ...

●        20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર...

CARE A-રેટિંગ મેળવ્યા પછી સોલ્ફિનની નજર ₹500-600 કરોડનું સંસ્થાગત ઋણ મેળવવા...

ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ રેટિંગ મળવાથી સોલ્ફિનની સંસ્થાગત ઋણ સુધી પહોંચ મજબૂત...

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here