Thursday, July 9, 2026
HomeEducationગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ 10 મહત્વપૂર્ણ શહેરોમાં...

ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ 10 મહત્વપૂર્ણ શહેરોમાં વિસ્તરણ કરવા આતુર

Date:

Related stories

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

ચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ...

મુંબઈ, તા. 9 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ડાયવર્સિફાઈડ ફાઈનાન્સિયલ...

CARE A-રેટિંગ મેળવ્યા પછી સોલ્ફિનની નજર ₹500-600 કરોડનું સંસ્થાગત ઋણ મેળવવા...

ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ રેટિંગ મળવાથી સોલ્ફિનની સંસ્થાગત ઋણ સુધી પહોંચ મજબૂત...

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

●        20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર ગુજરાતમાં બાળકો અને પરિવારજનો સુધી બાળમંદિરનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા સજ્જ

અમદાવાદ, 08 જુલાઈ, 2026: ગુજરાતના ઝડપથી ઔદ્યોગિક વિકાસ અને શહેરી વિકાસથી સમગ્ર રાજ્યમાં સમુદાયોના સામાજિક-આર્થિક જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. જેમ જેમ આ સમુદાયો પ્રગતિ કરી રહ્યાં છે, તેમ તેમ બાળકોને બાળમંદિરનાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ વધારે જરૂરી થતું જાય છે સાથે સાથે, માતાપિતા પણ એ વાત પર વધારે ભાર મૂકી રહ્યાં છે કે, તેમના બાળકોને બાળમંદિરમાં શિક્ષણનો મજબૂત પાયો મળે.

રાજ્યમાં શિક્ષણની આ બદલાતી પૃષ્ઠભૂમિમાં ભારતની પ્રસિદ્ધ પ્રીસ્કૂલ એક્ષ્પર્ટ યુરોકિડ્સે ગાંધીધામ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, મહેસાણા, ભરુચ, વલસાડ, ભૂજ, જામનગર અને વાપીમાં બાળમંદિરનું સારું શિક્ષણ આપવાની સુવિધાઓ વધારવાની યોજના આજે જાહેર કરી હતી. યુરોકિડ્સનું લક્ષ્યાંક આગામી 10 મહિનાઓમાં 20થી વધારે નવી પ્રી-સ્કૂલ શરૂ કરવાનું છે, જેથી ગુજરાતના બાળકો અને પરિવારો સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સરળતાપૂર્વક પહોંચી શકે.

આ 10 શહેરોમાં લૉજિસ્ટિક્સ, ઉત્પાદન, રિન્યૂએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને વિવિધ સમુદાયો ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે. ગાંધીધામ અને ભૂજને બંદર પર આધારિત લૉજિસ્ટિક્સ અને વેરહાઉસિંગનો લાભ મળે છે, ભરુચ એક સારું પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે, તો મોરબી સિરામિક ઉદ્યોગ અને જામનગરની રિફાઇનિંગ અને રિન્યૂએબલ એનર્જી ઇકોસિસ્ટમ વિસ્તારના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. વલસાડ, વાપી, નવસારી અને મહેસાણામાં ઔદ્યોગિક વિસ્તારો અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સમુદાયો મજબૂત થઈ રહ્યાં છે એટલે ત્યાં તેમના બાળકોમાં પ્રીસ્કૂલ શિક્ષણની માગણી વધી રહી છે.

યુરોકિડ્સની કામગીરીના આ વિસ્તરણ વિશે વાત કરીને લાઇટહાઉસ લર્નિંગના પ્રી-K ડિવિઝનના સીઇઓ કેવીએસ સેશાસાઈએ કહ્યું હતું, યુરોકિડ્સમાં અમે હંમેશાં માનીએ છીએ કે બાળમંદિરનું શિક્ષણ બાળકોમાં આત્મવિશ્વાસ વધારે છે, જિજ્ઞાસાવૃત્તિ ખીલવે છે અને આજીવન શીખવાની વૃત્તિને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલ સંપૂર્ણ ગુજરાતમાં માતાપિતા પોતાનાં બાળકોને જીવનની સૌથી શરૂઆત આપવા વધારે ભાર મૂકે છે અને અમારો પ્રયાસ છે કે, રાજ્યના પરિવારોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણની સુવિધા વધારે સુલભ કરવામાં આવે. આ વિસ્તરણથી અમે એવા શૈક્ષણિક ઉદ્યોગસાહસિકો સાથે જોડાણ કરીશું, જેઓ નાનાં બાળકો માટે શીખવાનો સાર્થક અનુભવ ઊભો કરવાના અમારા વિઝન સાથે સંમત છે.

યુરોકિડ્સે બાળમંદિરમાં બાળકોનું પ્રારંભિક શિક્ષણ કેટલી હદે મહત્વપૂર્ણ છે એ વિશે જાગૃતિ લાવવા માટે સહી શરૂઆત નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને આગળ વધારવા કંપની ગુજરાતમાં નાનાં કેન્દ્રોમાં પોતાની પહોંચ વધારીને પોતાની જાગૃતિ લાવવાની એ કટિબદ્ધતાને આગળ વધારે છે. આ અભિયાન એ વિચાર પર આધારિત છે કે બાળકોનાં જીવનના પ્રારંભિક છ વર્ષ શીખવા અને વિકાસનો પાયો નાંખે છે આ માતાપિતાને પોતાના બાળકોના પ્રારંભિક વર્ષોમાં યોગ્ય અને જાણકારી સાથે નિર્ણયો લેવા પ્રોત્સાહન આપે છે. જેમ જેમ યુરોકિડ્સ ગુજરાતમાં પોતાની હાજરી વધારી રહી છે, તેમ તેમ એનું લક્ષ્ય એ પાકું કરવાનું છે કે, વધારે ને વધારે બાળકોને બાળમંદિરમાં દેખભાળ અને રમતગમત પર આધારિત શિક્ષણનો અનુભવ મળે.

બે દાયકાથી વધારે સમયથી યુરોકિડ્સ બાળમંદિરના શિક્ષણના ક્ષેત્રમાં સૌથી મોખરે છે. આ પાછળ તેની પ્રેરણા હાર્વર્ડ યુનિવર્સિટીનો પોતાનો હ્યુરેકા અભ્યાસક્રમ મારફતે કર્યું છે, જે નેશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 સાથે સુસંગત છે તેમજ અનુભવો અને રમતગમત પર આધારિત શિક્ષણ પદ્ધતિ પર આધારિત છે. આ અભ્યાસક્રમ બાળકોના પ્રારંભિક વિકાસના વર્ષોમાં જિજ્ઞાસા, રચનાત્મકતા, મહત્વપૂર્ણ વિચાર અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે, જેથી બાળકોમાં ભાવનાત્મક, શારીરિક, બૌદ્ધિક અને રચનાત્મક વિકાસનો મજબૂત પાયો નાંખવામાં મદદ મળે છે.

આ વિસ્તરણના ભાગરૂપે યુરોકિડ્સ શૈક્ષણિક ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોને ઓળખ કરેલા તમામ શહેરોમાં નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવા આવકારે છે. તેના ફ્રેન્ચાઇઝી નેટવર્કમાં શિક્ષકો, સ્કૂલ એડમિનિસ્ટ્રેર્સ અને શિક્ષણપ્રેમીઓ શામેલ છે, જે નાનાં બાળકોને શીખવાનો સાર્થક અનુભવ આપવા ઉત્સાહિત છે. અભ્યાસક્રમ, શિક્ષણ, તાલીમ, કામગીરીઓ, માર્કેટિંગ અને સ્કૂલ મેનેજમેન્ટમાં સંપૂર્ણ મદદ આપીને યુરોકિડ્સ પોતાના પાર્ટનર્સને શૈક્ષણિક ક્ષેત્રમાં અર્થસભર કામગીરી કરવા અને પોતાના સમુદાય પર લાંબા ગાળાની અસર ઊભી કરવામાં મદદ કરે છે.

550થી વધારે શહેરોમાં તમામ 2,000 પ્રીસ્કૂલમાં એક મિલિયન બાળકોને તૈયાર કર્યા પછી યુરોકિડ્સે બાળમંદિરના શિક્ષણમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. આ કામગીરીનું વિસ્તરણ કરીને બ્રાન્ડ ગુજરાતના વધુ પરિવારો સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડીને પોતાનાં વચનનું પુનરાવર્તન કરે છે. એનો ઉદ્દેશ એવા બાળકો તૈયાર કરવાનો છે, જે સ્કૂલ જવા તૈયાર હોય, પરંતુ આત્મવિશ્વાસુ, પ્રેમાળ અને કુશળ મનુષ્ય બનાવવાનો છે, જેથી તેઓ જીવનમાં વિવિધ પડકારોનો સામનો કરવા માટે સજ્જ હોય

વધારે જાણકારી મેળવવા કૃપા કરીને સંપર્ક કરો રવિ સિંઘ : +91 97243 44043

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

ચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ...

મુંબઈ, તા. 9 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ડાયવર્સિફાઈડ ફાઈનાન્સિયલ...

CARE A-રેટિંગ મેળવ્યા પછી સોલ્ફિનની નજર ₹500-600 કરોડનું સંસ્થાગત ઋણ મેળવવા...

ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ રેટિંગ મળવાથી સોલ્ફિનની સંસ્થાગત ઋણ સુધી પહોંચ મજબૂત...

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here