Sunday, October 4, 2026
HomeEducationશિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ચમક્યું ગુજરાત: ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળા...

શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ચમક્યું ગુજરાત: ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળા ‘સ્વચ્છ અને હરિત વિદ્યાલય મૂલ્યાંકન’માં દેશભરમાં પ્રથમ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનમાં ધોળકાની સરકારી શાળાએ મેળવ્યો સર્વોચ્ચ ક્રમ
**
પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતામાં ૧૦૦ ટકા ગુણ સાથે દેશનું રોલ મોડેલ બનતી સરકારી શાળા: અમદાવાદ અને સમગ્ર રાજ્યનું ગૌરવ
**
સૌના સહિયારા પ્રયાસોથી મળેલી આ ઐતિહાસિક સિદ્ધિ ગર્વની ક્ષણ હોવા સાથે વધુ ઊંચા લક્ષ્યાંકો સર કરવાની નવી દિશા આપે છે — આચાર્ય શ્રી ધર્માંશુ પ્રજાપતિ, ઈંગોલી પ્રાથમિક શાળા
**
આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
**
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી દ્વારા આયોજિત ‘સ્વચ્છ અને હરિત વિદ્યાલય મૂલ્યાંકન’ (SHVR) અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળાએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

દેશભરની તમામ પ્રકારની સરકારી, ખાનગી, કેન્દ્રીય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ સહિત કુલ ૧૦,૪૭,૮૫૯ શાળાઓ આ રાષ્ટ્રીય મૂલ્યાંકન પ્રક્રિયામાં સહભાગી થઈ હતી. આ મહા મૂલ્યાંકનમાં ધોળકા તાલુકાની સરકારી શાળા એવી ઈંગોલી પ્રાથમિક શાળાએ તમામ માપદંડોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૧૦૦% ગુણ સાથે દેશમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી કુલ ૪૩,૫૨૭ શાળાઓ આ મૂલ્યાંકનમાં સહભાગી બની હતી.

આ મૂલ્યાંકન પ્રક્રિયા અત્યંત ચુસ્ત અને પારદર્શક રાખવામાં આવી હતી, જેમાં શાળાઓના સ્વ-મૂલ્યાંકન બાદ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની નિષ્ણાત ટીમો દ્વારા તબક્કાવાર ચકાસણી કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને જ રાષ્ટ્રીય કક્ષા માટે નોમિનેટ કરાઈ હતી, જ્યાં સ્વતંત્ર થર્ડ-પાર્ટી દ્વારા આખરી મૂલ્યાંકન કરાયું હતું.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના સત્તાવાર પોર્ટલ અને બિહેવિયર ચેન્જ પ્રોગ્રામના માપદંડો મુજબ, શાળામાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા, સ્વચ્છ અને સુવિધાસભર શૌચાલય, સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા, સંચાલન અને જાળવણીની અસરકારક પદ્ધતિ, વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વર્તન પરિવર્તન, ક્ષમતા નિર્માણ કાર્યક્રમો તેમજ ‘Mission LiFE’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓની વિશેષ તપાસ કરવામાં આવી હતી.

પોતાના ઉત્કૃષ્ટ આયોજન, અસરકારક અમલીકરણ અને ગુણવત્તાસભર કામગીરીના આધારે ઈંગોલી પ્રાથમિક શાળાએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઈંગોલી પ્રાથમિક શાળાની આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત રાજ્ય અને શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે.

ધોળકા તાલુકાની શાળાને મળેલી આ અભૂતપૂર્વ સફળતા બદલ ઈંગોલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધર્માંશુ પ્રજાપતિએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક સિદ્ધિ એ શાળાના પ્રત્યેક વિદ્યાર્થી, શિક્ષક અને સ્થાનિક જનભાગીદારીના અવિરત પરિશ્રમ, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ટીમવર્કનું પરિણામ છે. ૧૦૦ ટકા ગુણ સાથે દેશમાં પ્રથમ આવવું એ અમારા માટે ગર્વની ક્ષણ છે અને ભવિષ્યમાં આ ગુણવત્તા જાળવી રાખવા અને વધુ ઊંચા લક્ષ્યાંકો સર કરવાની નવી દિશા આપે છે.

સમગ્ર દેશમાંથી પસંદ થયેલી ૧૯૧ શાળાઓની રાષ્ટ્રીય ગૌરવપૂર્ણ યાદીમાં ગુજરાત રાજ્યની સૌથી વધુ ૧૫ શાળાઓને સ્થાન મળ્યું છે, જે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવની બાબત છે. પરંતુ આ તમામમાં અમદાવાદના ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમ મેળવીને રાષ્ટ્રીય સ્તરે અમદાવાદ જિલ્લાનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ઈંગોલી પ્રાથમિક શાળા અગાઉ પણ સ્વચ્છતા રેટિંગમાં રહી ચૂકી છે મોખરે:
• વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮: સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં ૯૧ અને ૯૭ ના સ્કોર સાથે જિલ્લા કક્ષાએ ત્રીજો અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
• વર્ષ ૨૦૨૧-૨૨: ૯૯ ના સ્કોર સાથે જિલ્લા અને રાજ્યમાં પ્રથમ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમ મેળવી દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

NCERTના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેક્નોલોજી (CIET) દ્વારા ટૂંક સમયમાં જ આયોજિત થનારા રાષ્ટ્રીય કક્ષાના સન્માન સમારોહમાં ઈંગોલી પ્રાથમિક શાળાને ‘નેશનલ સર્ટિફિકેટ ઓફ મેરિટ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. ધોળકાની આ શાળાની સફળતા ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છતા, હરિત પર્યાવરણ અને સ્થાનિક જનભાગીદારીનું એક શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here