Saturday, September 5, 2026
HomeAhmedabadઅમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં ભારતીય રેલવે માટે...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં ભારતીય રેલવે માટે નવીનતા વિકસિત કરવા માટે કરી હાકલ

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ એ આજે 17.07.2026 ના રોજ દેવ ધોલેરા (અમદાવાદ) ખાતે આવેલ iCreate (International Centre for Entrepreneurship and Technology) ની મુલાકાત લીધી. આ અવસર પર તેમની સાથે સિનિયર મંડળ સુરક્ષા કમીશનર (Sr. DSC) શ્રી અંશુમાન રામ ત્રિપાઠી, સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) શ્રી અન્નૂ ત્યાગી તથા મડળના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે iCreate ની નાવિન્ય-આધારિત ઉદ્યોગસાહસિકતા વધારવાની પહેલ, ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ, પ્રોટોટાઇપ વિકાસ સુવિધાઓ અને વિવિધ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત અદ્યતન ટેકનિક્સનું અવલોકન કર્યું. સ્ટાર્ટઅપ્સ સાથે ભારતીય રેલવેમાં ટેકનિકલ નવીનતાઓના ઉપયોગ અને સંભવિત સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી.

સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓને સંબોધતા ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે, જ્યાં પરિચાલન, સુરક્ષા, જાળવણી, સ્વચ્છતા અને યાત્રી સુવિધાઓના ક્ષેત્રોમાં ટેકનિકલ નવીનતા માટે બહોળી સંભાવનાઓ છે. તેમણે યુવાનોને રેલવેની વાસ્તવિક જરૂરિયાતોને સમજતાં વ્યવહારિક, કિફાયતી અને ટેકનોલોજી-આધારિત ઉકેલો વિકસાવવાની હાકલ કરી.

તેમણે વિશેષરૂપે નીચે જણાવેલા ક્ષેત્રોમાં નાવિન્ય વિકસિત કરવાના સૂચન આપ્યા —

  • માલ વેગનો માટે સ્વચાલિત (Automatic) લોડિંગ અને અનલોડિંગ સિસ્ટમ.
  • રેલવે સંકુલો અને કોચો માટે અપગ્રેડેડ અગ્નિ સુરક્ષા ઉકેલ તથા ફાયર સેફ્ટી બૉલ.
  • ટ્રેક, પુલો, ઓએચઇ અને અન્ય રેલવે પરિસંપત્તિઓના નિરીક્ષણ માટે ડ્રોન આધારિત ટેકનિક.
  • એઆઈ આધારિત સુરક્ષા અને પ્રિડેક્ટિવ મેન્ટેનન્સ ઉકેલ.
  • સ્ટેશનો, યાર્ડ્સ અને રેલવે સંકુલોની સફાઈ માટે આધુનિક ઈલેક્ટ્રિક ક્લીનીંગ મશીનો.
  • રેલવેમાં ઉપયોગ થનારા ઉપકરણો અને ઈલેક્ટ્રિક મશીનો માટે વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ.
  • પરિચાલન કુશળતા, ઉર્જા સંરક્ષણ તથા સંસાધનોના સ્માર્ટ વ્યવસ્થાપનથી જોડાયેલ અન્ય નવીનતાઓ

ડીઆરએમ એ કહ્યું કે રેલવે અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વચ્ચે મજબૂત સહયોગથી એવા સ્વદેશી ઉકેલી વિકસાવી શકાય છે, જે ભારતીય રેલવેની પરિચાલન કુશળતા, સુરક્ષા, સ્વચ્છતા, ઉર્જા કુશળતા તથા યાત્રી સુવિધાઓને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે નાવિન્ય જ ભવિષ્યની રેલવે વ્યવસ્થાનો આધાર છે અને યુવાનોના નવા વિચાર ભારતની રેલવે સિસ્ટમને વધુ આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરની બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

મુલાકાતની સમાપ્તિ પર પ્રતિનિધિ મંડળે iCreate સંકુલમાં ફરીને ઈનક્યૂબેશન સેન્ટર, પ્રોટોટાઈપિંગ પ્રયોગશાળાઓ અને સ્ટાર્ટઅપ સહાયતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અવલોકન કર્યું. આ દરમિયાન ભારતીય રેલવે અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વચ્ચે ભવિષ્યમાં અનુસંધાન, નાવિન્ય અને પ્રોદ્યોગિકી વિકાસના ક્ષેત્રમાં સહયોગની સંભાવનાઓ પર સકારાત્મક ચર્ચા થઈ.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here