અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પૈકીની એક ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મકાનમાલિકોને ગ્રીનપ્લાય ગોલ્ડ અલ્ટિમેટ વોટરપ્રૂફ પ્લાયવૂડ સાથે તેમના ફર્નિચરમાં સ્માર્ટ, લાંબા ગાળાનું રોકાણ કરવા પ્રોત્સાહન આપે છે. હાલ મકાનમાલિકો બદલાતી સિઝનનો સામનો કરી શકે અને લાંબો સમય ટકી રહે એવી સામગ્રીઓ મેળવવા આતુર છે. આ પહેલ ઘર બનાવવાના એ પાસાં પર ફરી ધ્યાન કેન્દ્રીત કરે છે, જેને ઘણી વાર નુકસાન દેખાય નહીં ત્યાં સુધી નજરઅંદાજ કરવામાં આવે છે. આ પાસું છે – ફર્નિચર અને ઇન્ટેરિયરને સલામત રાખવામાં વોટરપ્રૂફ પ્લાયવૂડની ભૂમિકા.
લાકડાનું ફર્નિચર ખરાબ થવા માટે જવાબદાર મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે – ભેજ. ભેજ, લીકેજ અને સિઝનમાં પરિવર્તનને કારણે લાકડું ધીમે ધીમે ફૂલાઈ શકે છે, વળી પણ જાય છે કે સંકોચી જાય છે, જેથી ઇન્ટેરિયરનો લૂક અને એનો ટકાઉગોળો એમ બંને પર અસર થાય છે. ભારતીય ઘરોને અલગ-અલગ પ્રકારના હવામાનનો સામનો કરવો પડે છે એટલે મકાનમાલિકો, આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિયર ડિઝાઇનરો માટે વોટરપ્રૂફ પ્લાયવૂડ આવશ્યક ચીજ બની ગઈ છે.
આ બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા ગ્રીનપ્લાય ગોલ્ડ IS:710 મેરિન વોટરપ્રૂફ માપદંડોને અનુરૂપ બનાવવામાં આવ્યું છે અને રસોડા, બાથરૂમ, વોર્ડરોબ અને ફર્નિચર જેવી વધારે ભેજ ધરાવતી જગ્યાઓ માટે ડિઝાઇન કર્યું છે. આ ઉત્પાદનમાં વોટરપ્રૂફ કામગીરીની સાથે આગ સામે રક્ષણ અને ઊધઈવિરોધી ગુણ પણ છે. સાથે સાથે, 30 વર્ષની ગેરન્ટી પણ મળે છે, જે ઘરો અને વાણિજ્યિક સ્થાનોના ઇન્ટેરિયર માટે શ્રેષ્ઠ સમાધાન છે.
આ વિશે ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જૉઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સાનિધ્ય મિત્તલે કહ્યું હતું,
“હાલ ગ્રાહકો ખરીદકિંમતની સાથે મટિરિયલ પણ પસંદ કરે છે, એનું લાંબા સમયનું મૂલ્ય સમજે છે. જ્યારે અન્ય સ્થાનિક પ્લાયવૂડ સસ્તું લાગી શકે છે, ત્યારે વારંવાર રિપેર અને બદલવાની જરૂરિયાતના સમયે આ વધારે મોંઘું સાબિત થાય છે. ગ્રીનપ્લાય ગોલ્ડ અલ્ટિમેટ વોટરપ્રૂફ પ્લાયવૂડની સાથે અમારી 30 વર્ષની ગેરન્ટી મળે છે એટલે મકાનમાલિકો એક વાર રોકાણ કરીને દાયકાઓ સુધી મજબૂત અને વિશ્વસનિય ઇન્ટેરિયરનો લાભ મેળવી શકે છે.“
જ્યારે અનેક મકાનમાલિકો ખરીદી સમયે ઓછી કિંમત ધરાવતું સ્થાનિક પ્લાયવૂડ ખરીદે છે, ત્યારે સમયની સાથે એની સાથે સંકળાયેલો ખર્ચ સામે આવે છે. ભેજથી નુકસાન, ફૂલાઈ જવું, વળી જવું અને સમય અગાઉ બદલવાની જરૂરિયાતથી રોજિંદા જીવનમાં પરેશાની વધવાની સાથે સામગ્રી અને મજૂરીનો ખર્ચ વધવાથી એને બદલવાનો સંપૂર્ણ ખર્ચ પણ ઘણો વધી જાય છે. ઘર એક જ વાર બને છે એ વાતને ધ્યાનમાં રાખીને તેમાં લાંબો સમય ચાલે એવું ફર્નિચર વસાવવું જોઈએ એટલે શરૂઆતથી જ વોટરપ્રૂફ પ્લાયવૂડમાં રોકાણ કરવું લાંબા ગાળા માટે સમજદારીભર્યો નિર્ણય છે. એનાથી ફર્નિચરની માલિકીનો કુલ ખર્ચ ઘટી જાય છે અને મકાનમાલિકને મેઇન્ટેનન્સ અને બદલવાનો ખર્ચ લઘુતમ થાય છે, જેથી લાંબો સમય ચાલે એવું મજબૂત ઇન્ટેરિયર મળે છે.
