
મુખ્ય કામગીરી
- ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો, EBITDA માર્જિન વધીને 56.3% થયું અને મેનેજ્ડ પોર્ટફોલિયો 31.4% વધીને 1.13 મિલિયન ચોરસ ફૂટ થયો
- રૂ. 100 કરોડના NCDએ મૂડીની સુલભતા વધારી, કારણ કે DevX નાણાકીય વર્ષ 2028-29 સુધી 3.63 મિલિયન ચોરસ ફીટના લક્ષ્યાંક તરીકે આગેકૂચ કરી રહી છે
અમદાવાદ, 18 ઓગસ્ટ, 2026 : ભારતમાં મેનેજ્ડ ઓફિસ સર્વિસ પ્રોવાઇડર દેવ એક્સલરેટર લિમિટેડ (BSE: 544513, NSE: DEVX)એ પોર્ટફોલિયાના સતત વિસ્તરણની સાથે નફાકારકતા અને કાર્યદક્ષતા સાથે નાણાકીય વર્ષ 20260-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય કામગીરી કરી છે. આ ગાળામાં કંપનીએ ચોખ્ખો નફો/કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) રૂ. 1.5 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ચોખ્ખા નફાની સરખામણીમાં અંદાજે 15 ગણો છે, તો EBITDA માર્જિનમાં 56.3 ટકાનો વધારો થયો છે.
DevXનું હોમ માર્કેટ અમદાવાદ GCC-સંચાલિત વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું હોવાથી કંપનીએ આ કામગીરી કરી છે. DevX–એનારોકનો જોઈન્ટ રિપોર્ટ, અમદાવાદ : ન્યૂ ફેસ ઓફ અર્બન એન્ડ GCC ગ્રોથમાં અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર કોરિડોર 40થી 50 નવા GCCsને આકર્ષિત કરી શકે છે અને ગ્રેડ A ઓફિસની માગ 4થી 6 મિલિયન ચોરસ ફીટ ઊભી થઈ શકે છે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એનાથી ફ્લેક્લસિબ્લ, એન્ટરપ્રાઇઝ-ગ્રેડ વર્કસ્પેસની માગ વધવાની અપેક્ષા છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXની કામગીરી આ તકને વ્યક્ત કરે છે, જેમાં એન્ટરપ્રાઇઝ માગ ઓક્યુપન્સી, પોર્ટફોલિયોમાં વૃદ્ધિ અને ઓપરેટિંગ લીવરેજને ટેકો આપશે.
DevXનો મેનેજ્ડ પોર્ટફોલિયો 12 શહેરોમાં તમામ 27 સેન્ટરમાં વાર્ષિક ધોરણે 31.4 ટકા વધીને 1.13 મિલિયન ચોરસ ફૂટ થયો છે, જે 91.9 ટકા ઓક્યુપન્સી અને 15,899 ઓક્યુપન્સી સીટ ધરાવે છે, જેને કસ્ટમાઇઝ, કામગીરી વધી શકે એવી વર્કસ્પેસ માટે એન્ટરપ્રાઇઝ માગનો સતત ટેકો પ્રાપ્ત છે. રૂ. 53.8 કરોડની આવક પર EBITDA રૂ. 30.3 કરોડ હતી, જેમાં EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 886 બીપીએસ વધીને અને ત્રિમાસિક ધોરણે 141 બીપીએસ વધીને 56.3 ટકા થયું હતું, જે માટે કાર્યદક્ષતામાં વધારો અને નવા કેન્દ્રોમાં સ્થિરતા તેમજ ઉપયોગિતામાં વધારા સાથે ઓપરેટિંગ લીવરેજમાં અપેક્ષિત વધારા જેવા પરિબળો જવાબદાર છે.
દેવ એક્સલરેટર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ઉત્તમચંદાનીએ ત્રિમાસિક ગાળાની કામગીરી પર કહ્યું હતું કે, “અમારી પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી અમે વધારે નફાકારક અને કામગીરી વધારી શકાય એવા વ્યવસાયની દિશામાં કરેલી આગેકૂચ દર્શાવે છે, જેમાં પોર્ટફોલિયોમાં સતત વૃદ્ધિ સાથે ઊંચું માર્જિન જવાબદાર છે. સાથે સાથે, એનારોક સાથે અમારો જોઇન્ટ રિપોર્ટ અમદાવાદમાં આગળ જતાં મહત્વપૂર્ણ તક તરફ ધ્યાન દોરે છે, જેમાં અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર કોરિડોરમાં 40થી 50 નવા GCCsના આગમનની અપેક્ષા છે તેમજ ગ્રેડ A ઓફિસ સ્પેસ માટેની મહત્વપૂર્ણ માગ ઊભી થવાની ધારણા છે. અમે આ માગ ફ્લેક્સિબ્લ, એન્ટરપ્રાઇઝ માટે સજ્જ વર્કસ્પેસ માટે જરૂરી વૃદ્ધિમાં પરિવર્તિત થશે એવું માનીએ છીએ. ભવિષ્યમાં અમે અમારું ધ્યાન ઉચિત બજારોમાં અમારો પોર્ટફોલિયો વધારવા, ઉપયોગિતા વધારવા અને તમામ વ્યવસાયમાં વધારે કાર્યદક્ષતા લાવવા માટે કેન્દ્રીત કરીશું.“
આ વિસ્તરણની રૂપરેખાને ટેકો આપવા DevXએ નોન-કન્વર્ટિબ્લ ડેટ મારફતે રૂ. 100 કરોડ ઊભા કર્યા હતા, પોતાના ફંડિંગ મિક્સમાં વિવિધતા લાવી છે અને મૂડીની સુલભતા સુનિશ્ચિત કરી છે. કંપની 0.19 મિલિયન ચોરસ ફીટ અંડર ફિટ આઉટ અને 2.31 મિલિયન ચોરસ ફીટની પાઇપલાઇન સાથે એની મેનેજ્ડ ફૂટપ્રિન્ટ સુધી કામગીરી વધારવા સ્પષ્ટ રૂપરેખા સાથે આગળ વધી રહી છે. સાથે સાથે, કંપની નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં 3.63 મિલિયન ચોરસ ફીટ સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.
DevX AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોંચપેડ મારફતે એની ટેકનોલોજીને અત્યાધુનિક પણ કરી રહી છે, ફેસિલિટી પ્રક્રિયાઓ ઓટોમેટિક કરતી પ્રોપટેક એપ્લિકેશન વિકસાવે છે અને સ્પેસ મેનેજમેન્ટનો અસરકારક ઉપયોગ કરવા ધ્યાન કેન્દ્રીત કરે છે. ઉપરાંત, કંપની ઈઝિલીમાં એના રોકાણનો ઉપયોગ કરીને રિયલ એસ્ટેટ ઇન્ટેલિજન્સની સુલભતા વધારવા, ડેટાની માગને પૂર્ણ કરવા અને બ્રોકર નેટવર્ક વધારવા આગેકૂચ કરી રહી છે.
નફાકારકાત વધવાથી, ઓક્યુપન્સી ઊંચી રહેવાથી અને એન્ટરપ્રાઇઝ માગ વૃદ્ધિને વેગ આપવાથી DevXએ મજબૂત કામગીરી સાથે નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત કરી છે. 2.50 મિલિયન ચોરસ ફીટની ફિટ-આઉટ અને પાઇપલાઇન સાથે કંપની એના પોર્ટફોલિયોને વધારવા અગ્રેસર હોવાની સાથે વધારે શહેરીકરણ અને કામગીરીમાં વધારાથી સંચાલિત છે.
