Monday, September 21, 2026
HomeBusinessએલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026થી ખુલશે

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026થી ખુલશે

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો
• બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખ – બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026 અને બિડ/ઇશ્યૂ બંધ થવાની તારીખ – શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026
• એન્કર તારીખ – એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાં એટલે કે મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026 રહેશે
• એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના બિડર્સ ઓછામાં ઓછા 41 શેર માટે અને ત્યાર બાદ 41ના ગુણાંકમાં બિડ કરી શકશે

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2026: એલિવેટ કેમ્પસીસ લિમિટેડ (“Elevate Campuses”) 15 જૂન, 2026ના રોજ વિદ્યાર્થી ક્ષમતાના આધારે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા ધરાવતી, સંચાલન કરતી અને મેનેજ કરતી તેમજ કે-12 એસેટ્સની માલિકી ધરાવતું સૌથી મોટું સંસ્થાકીય અને સ્વતંત્ર એજ્યુકેશન પ્લેટફોર્મ છે. કંપનીની આઈપીઓ સંબંધિત બિડ/ઇશ્યૂ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે. બિડ/ઇશ્યૂ શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.

એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026 રહેશે.

ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ — ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.

ઇક્વિટી શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.

આ ઇશ્યૂમાં રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા એટલા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 21,000 મિલિયન (રૂ. 2,100 કરોડ) સુધીનું છે.

એલિવેટ કેમ્પસીસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (એચઈઆઈ)માં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટેની રહેઠાણ સુવિધાઓ તેમજ કે-12 સંપત્તિઓની માલિકી ધરાવે છે, તેને ઓપરેટ કરે છે અને મેનેજ કરે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીની વર્તમાન ક્ષમતા ભારતના 15 શહેરો અને સંયુક્ત આરબ અમીરાતના એક શહેરમાં કુલ 80,255 વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરી શકે છે. કંપની વિદ્યાર્થીઓના રહેઠાણ માટે “Good Host Spaces” અને “ScholarZ” બ્રાન્ડ હેઠળ કામગીરી કરે છે, જ્યારે કે-12 ઓપરેટર્સ સાથે લાંબા ગાળાના લીઝ કરાર હેઠળ કે-12 એસેટ્સ મેનેજ કરે છે.

એલિવેટ કેમ્પસીસના પોર્ટફોલિયોમાં પોતાની માલિકીની તેમજ મેનેજ્ડ એસેટ્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2026 સુધીમાં ‘Owned Portfolio’ માં ભારતના છ શહેરોમાં આવેલા વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના કુલ સાત કેમ્પસનો સમાવેશ થાય છે, જેમાં કુલ 20,368 બેડ્સ (“Owned Beds”) છે. આ ઉપરાંત, દુબઈ (યુએઈ)માં બે કે-12 એસેટ્સ પણ આ પોર્ટફોલિયોમાં સામેલ છે. ‘મેનેજ્ડ પોર્ટફોલિયો’માં વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના 14 કેમ્પસનો સમાવેશ થાય છે, જેમાં 31 માર્ચ, 2026 સુધીમાં કુલ 55,487 અંડર મેનેજમેનટ હતા (“Managed Beds”) (“Managed Portfolio”).

આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સની લાગુ જોગવાઈઓ અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહ્યો છે. ઇશ્યૂના ઓછામાં ઓછા 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે ઉપલબ્ધ રહેશે. તેમાં લાગુ નિયમોને આધીન ક્યુઆઈબી હિસ્સાના 60 ટકા સુધીના હિસ્સાની ફાળવણી એન્કર ઇન્વેસ્ટર્સને કરી શકાશે. આ ઉપરાંત, ઇશ્યૂના મહત્તમ 15 ટકાની ફાળવણી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે કરવામાં આવશે. આ હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રૂ. 2 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીની અરજી કરનારા અરજદારો તથા રૂ. 10 લાખથી વધુની અરજી કરનારા અરજદારો વચ્ચે વધુ વહેંચવામાં આવશે. ઇશ્યૂના મહત્તમ 10 ટકા હિસ્સાની ફાળવણી રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RIIs) ને કરવામાં આવશે, એ શરતે કે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. વધુ વિગતો માટે 17 સપ્ટેમ્બર, 2026ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 621 અને 641થી શરૂ થતા “Issue Structure” અને “Issue Procedure” વિભાગો વાંચો.

એલિવેટ કેમ્પસીસનું નેતૃત્વ રિયલ એસ્ટેટ, ડીલ ફાઇનાન્સિંગ તેમજ ઓપરેશન્સ અને ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે નિષ્ણાંત અને અનુભવી મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવે છે. કંપનીના પ્રમોટર્સની અંતિમ માલિકી અને નિયંત્રણ હિલહાઉસ ઇન્વેસ્ટમેન્ટના ફંડ્સ પાસે છે. હિલહાઉસ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. હિલહાઉસે 2020માં રિયલ-એસેટ્સ વ્યૂહરચના તરીકે રવા પાર્ટનર્સની સ્થાપના કરી હતી. સ્થાપના બાદથી રવા પાર્ટનર્સે એશિયાની રિયલ-એસેટ ઇકોનોમીના શિક્ષણ, લોજિસ્ટિક્સ/ઇન્ડસ્ટ્રીયલ, લાઇફ સાયન્સિસ/હેલ્થકેર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસશીલ ક્ષેત્રોમાં 3.5 અબજ અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here