પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે
• પ્રી-સેલ વિન્ડો 30 સપ્ટેમ્બર,2026ના રોજ ખુલી ચૂકી છે, જ્યારે જનરલ ટિકિટ વિન્ડો 02 ઑક્ટોબર,2026ના રોજ ખુલશે.
• બેંકના ક્રેડિટ કાર્ડધારકોને હાઇરૉક્સ રજિસ્ટ્રેશન કરાવવા પર 10% કૅશબૅક ઉપરાંત રેસના દિવસે ચેક-ઇનમાં પ્રાથમિકતા અને વિશેષ લાભ સહિતના એક્સક્લુઝિવ બેનિફિટ્સ પણ મળશે.
હાઇરૉક્સ ઇન્ડિયા સાથે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મલ્ટિ-સિટી પાર્ટનરશિપને આગળ વધારનારીઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાતની પ્રથમ આવૃત્તિ સાથે ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે જોડાઈ છે. આ ઇવેન્ટ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’નામથી યોજાશે.આ ઇવેન્ટ અમદાવાદમાં 26થી 28 નવેમ્બર, 2026 દરમિયાન યોજાશે, જેના માટેની સોશિયલ મીડિયા પ્રી-સેલ વિન્ડો આજે એટલે કે 30 સપ્ટેમ્બરથી ખોલવામાં આવી છે, જ્યારે જનરલ રજિસ્ટ્રેશન 02 ઑક્ટોબર, 2026થી શરૂ થશે.આ ભાગીદારીને વિસ્તારવા પાછળનો બેંકનો ઉદ્દેશ ફિટનેસ અને નવા અનુભવો માટે ઉત્સાહિત લોકો સાથે પોતાનું જોડાણ વધુ ઘનિષ્ઠ બનાવવાનો છે. હાઇરૉક્સ સાથે મળીને બેંક પોતાના ગ્રાહકોને એક અનોખો અને યાદગાર ફિટનેસ અનુભવ આપવાની સાથે-સાથે તેમને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહેલી ફિટનેસ મૂવમેન્ટનો હિસ્સો બનવાની તક પણ પૂરી પાડશે.
આ સહયોગના હિસ્સા તરીકે,ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડધારકોનેહાઇરૉક્સ રજિસ્ટ્રેશન કરાવવા પર 10% કૅશબૅકમળશે. આ ઉપરાંત, રેસના દિવસે ચેક-ઇનમાં પ્રાથમિકતા અને તેમના માટેના વિશેષ લાભ સહિતના એક્સક્લુઝિવ બેનિફિટ્સ પણ મળશે.
ઇન્ડસઇન્ડ બેંકના ચીફ માર્કેટિંગ ઑફિસર શેરાન મહેરાએ જણાવ્યું હતું કે, ‘હાઇરૉક્સ ઇન્ડસઇન્ડ બેંકને એક એવી પેઢી સાથે જોડાવાની તક આપી છે, જે પોતાના લક્ષ્ય પ્રત્યેની કટિબદ્ધતા, ખંત અને નિરંતર પ્રગતિ સાધવાને મહત્વ આપે છે.ગુજરાત રમતગમતના વિશ્વસ્તરીય અનુભવો માટે એક આકર્ષક ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’ના ટાઇટલ સ્પૉન્સર તરીકે, હાઇરૉક્સને ગુજરાતમાં તેની પ્રથમ આવૃત્તિ યોજવામાં સહયોગ આપવા અને વિશ્વવિખ્યાત ફિટનેસ રેસિંગ ફૉર્મેટને અમદાવાદ સુધી લાવવા માટે અમે ઉત્સાહિત છીએ.’
હાઇરૉક્સ ગુજરાતની જાહેરાત મુંબઈમાં વર્ષ 2026માં યોજાયેલી સફળ ઇવેન્ટ બાદ કરવામાં આવી છે, જેમાં સમગ્ર ઇવેન્ટ દરમિયાન આશરે15,000 સહભાગીઓ અને 25,000 દર્શકોએહાજરી આપી હતી.આ ઇવેન્ટે ડિજિટલ અને ઑન-ગ્રાઉન્ડ એમ બંને સ્તરે બ્રાન્ડને મજબૂત ઓળખ આપી હતી અને લોકો સાથે સારું જોડાણ પણ કર્યુ હતું. સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટને3.03 કરોડ વ્યૂઝ, 1.21 કરોડ યુનિક રીચ અને 405K એન્ગેજમેન્ટ્સમળ્યા હતા, જ્યારે69.9K થ્રૂ-પ્લેઝનોંધાયા હતા.
હાઇરૉક્સમાં 1 કિમીની દોડ સાથે 8 ફંક્શનલ વર્કઆઉટ સ્ટેશન્સનો સમાવેશ થાય છે, જે એક પ્રમાણભૂત વૈશ્વિક રેસ ફૉર્મેટ હેઠળ યોજાય છે. આ ફૉર્મેટના કારણે વિશ્વભરના સહભાગીઓનું રેન્કિંગ નક્કી કરી શકાય છે અને દર વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ્સનું આયોજન કરવામાં આવે છે. પ્રોફેશનલ એથ્લેટ્સથી લઈને રોજિંદા જીવનમાં ફિટનેસને પ્રાધાન્ય આપતા લોકો સુધી, હાઇરૉક્સ દરેક માટે સુલભ અને સર્વસમાવેશક ફિટનેસ ફૉર્મેટ છે. વર્તમાન સીઝનમાં સમગ્ર વિશ્વમાં યોજાનારી123થી વધુ ઇવેન્ટ્સમાં 15 લાખથી વધુ સહભાગીઓજોડાય તેવી અપેક્ષા છે.
