
• પેસેન્જર કાર અને એસયુવી, કોમર્શિયલ વ્હીકલ્સ તથા ટુ-વ્હીલર ટાયર સેગમેન્ટમાં પ્રીમિયમ ટાયરના ઉત્પાદન માટે ક્ષમતામાં વધારો
• ચેન્નઈ પ્લાન્ટમાં ભારત, યુરોપ અને અમેરિકાના બજારો માટે એડવાન્સ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં ભારતમાં બનેલું સીએટનું પ્રથમ 22 ઇંચનું એસયુવી ટાયર, ટ્રક અને બસ રેડિયલ ટાયરની સાત એડવાન્સ્ડ સાઇઝ તથા ટુ-વ્હીલર માટે રેસિંગ અને સ્પોર્ટ ટૂરિંગ ટાયરનો સમાવેશ થાય છે
ચેન્નઈ, ભારત – 1 ઓક્ટોબર, 2026: સીએટ લિમિટેડે આજે પેસેન્જર કાર અને એસયુવી, કોમર્શિયલ વ્હીકલ્સ તથા ટુ-વ્હીલર ટાયરની કેટેગરીઝમાં ચેન્નઈ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વિસ્તરણથી ભારતમાં તેમજ યુરોપ અને ઉત્તર અમેરિકા સહિતના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બજારોના ગ્રાહકો માટે એડવાન્સ્ડ અને પ્રીમિયમ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની પ્લાન્ટની ક્ષમતા વધુ મજબૂત બની છે.
પ્લાન્ટમાં ઉત્પાદન થતી મુખ્ય પ્રોડક્ટ્સમાં 4SeasonDrive+ નો સમાવેશ થાય છે. તે યુરોપિયન ધોરણો મુજબના ઓલ-સિઝન ટાયરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ભારતમાં લાવે છે. બદલાતી હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ ટાયરની કામગીરી તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને ભીના રસ્તા પર સારી પકડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
પ્લાન્ટમાં CrossDrive RTનું પણ ઉત્પાદન થાય છે. આ સીએટનું રગ્ડ ટેરેન ટાયર છે, જે અમેરિકાના રગ્ડ અને ઓફ-રોડ ટાયર બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. આ ટાયરમાં મુશ્કેલ અને ખરબચડા રસ્તા પર ચાલવાની ક્ષમતા સાથે સામાન્ય રસ્તા પર નિયમિત ઉપયોગ માટે જરૂરી વિવિધ પ્રકારની કામગીરીનો સમન્વય કરવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ ભારતીય ગ્રાહકો માટે સીએટની પ્રીમિયમ એસયુવી ટાયરની શ્રેણીને વધુ વિસ્તારે છે.
સીએટે સ્પોર્ટડ્રાઇવ SportDrive SUV ZR22 માટે પણ ઉત્પાદન ક્ષમતા વિકસાવી છે. આ સાથે સીએટ ભારતમાં 22 ઇંચના ટાયરનું ઉત્પાદન કરનારી પ્રથમ ભારતીય ટાયર કંપની બની છે. મોટા રિમ ધરાવતી અલ્ટ્રા-પ્રીમિયમ એસયુવી માટે તૈયાર કરવામાં આવેલી આ શ્રેણીમાં CEAT CALM ટેક્નોલોજી પણ છે અને તેને ભારતમાં વેચાણ માટે રજૂ કરવામાં આવી રહી છે.
સીએટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અર્નબ બેનર્જીએ જણાવ્યું હતું કે, “ચેન્નઈ પ્લાન્ટ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સીએટની વૃદ્ધિનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ઉત્પાદન ક્ષમતામાં થયેલા વિસ્તરણથી અમને પેસેન્જર વ્હીકલ્સ, ટુ-વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલ્સ માટે વધુને વધુ એડવાન્સ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની સાથે યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા બજારોમાં ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા મળી છે. આ રોકાણ ભારતમાં વિકસાવવામાં આવેલા અને ઉત્પાદિત પ્રોડક્ટ્સ સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં સ્પર્ધા કરવાની અમારી ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.”
એડવાન્સ્ડ કોમર્શિયલ વ્હીકલ ટાયર ઉત્પાદન ક્ષમતા
યુરોપ, ઉત્તર અમેરિકા અને અન્ય અદ્યતન બજારોમાં કોમર્શિયલ વ્હીકલના કાફલાની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા સીએટે પ્લાન્ટની ટ્રક અને બસ રેડિયલ (ટીબીઆર) ટાયર ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કર્યો છે.
હવે આ પ્લાન્ટ ટીબીઆરના સાત એડવાન્સ્ડ સાઇઝનું ઉત્પાદન કરી શકે છે. આ ટાયર યુરોપ અને ઉત્તર અમેરિકામાં ઝડપથી વધી રહેલા કેટલાક પ્રીમિયમ ટીબીઆર સેગમેન્ટની જરૂરિયાતોને પૂરી કરશે.
કોમર્શિયલ વાહનોના કાફલાની જરૂરિયાતો હવે માત્ર ટકાઉપણું અને વધુ માઇલેજ પૂરતી મર્યાદિત રહી નથી. તેમાં ઓછો ઇંધણ વપરાશ, વધુ સારો ડ્રાઇવિંગ આરામ, બહેતર નિયંત્રણ અને ઇલેક્ટ્રિક વાહનો માટેની તૈયારી જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.
વિકસાવવામાં આવેલા નવા વાઇડ-બેઝ ટાયર દરેક વ્હીલ પર પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા બે ટાયરની વ્યવસ્થાને બદલી શકે છે. તેના કારણે વાહનનું વજન ઓછું થાય છે, ઇંધણની કાર્યક્ષમતા સુધરે છે અને વધુ ભાર વહન કરવા માટે વધારાની ક્ષમતા ઉપલબ્ધ થાય છે. લો-પ્રોફાઇલ સાઇઝના ટાયર આધુનિક ટ્રેક્ટર, પ્રાદેશિક માલવાહક પરિવહન, ટ્રેલર અને શહેરી વિતરણ માટેના વાહનો જેવા ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રકારના વાહનોમાં સારી સ્થિરતા, નિયંત્રણ અને આરામદાયક ડ્રાઇવિંગ મહત્વપૂર્ણ હોય છે.
હેવી કોમર્શિયલ વ્હીકલ્સ માટેની પોતાની ટાયર શ્રેણીની સાથે ચેન્નઈ પ્લાન્ટમાં સીએટના લાઇટ ટ્રક સ્ટીલ રેડિયલ ટાયરની 15 ઇંચ, 16 ઇંચ અને 17.5 ઇંચની સાઇઝના ઉત્પાદનની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. વાહન ઉત્પાદકો નવી પેઢીની લાઇટ ટ્રક અને બસ રજૂ કરી રહ્યા હોવાથી ભારતમાં તેમજ વિદેશી બજારોમાં આ સેગમેન્ટના ટાયરોનો ઉપયોગ વધી રહ્યો છે.
સીએટના પ્રીમિયમ ટૂ-વ્હીલર ટાયર પોર્ટફોલિયોનું વિસ્તરણ
ચેન્નઈ પ્લાન્ટ એડવાન્સ્ડ ટુ-વ્હીલર ટાયર ટેક્નોલોજી અને પ્રીમિયમ પરફોર્મન્સ સેગમેન્ટમાં સીએટના રોકાણને પણ સહયોગ આપે છે.
સીએટની નવીનતમ સ્પોર્ટરેડ રેસિંગ સ્લિક શ્રેણી રેસિંગ માટે વિકસાવવામાં આવી છે અને નિષ્ણાંત રાઇડર્સ દ્વારા મુશ્કેલ ટ્રેક પરિસ્થિતિઓમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટાયર રેસ ટ્રેક પર ઊંચી પકડ અને બહેતર કામગીરી આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
કંપનીની પ્રીમિયમ ટાયર શ્રેણીમાં SportRad ST નો પણ સમાવેશ થાય છે. આ 650 સીસીથી વધુ ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ માટે તૈયાર કરવામાં આવેલી સ્પોર્ટ ટૂરિંગ ટાયર રેન્જ છે. આ ટાયર લાંબા અંતરના અને હાઇ-પરફોર્મન્સ પ્રવાસ માટે વિકસાવવામાં આવ્યા છે, જેમાં ઊંચી ઝડપે સ્થિરતા અને વળાંક લેતી વખતે સારી પકડ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
કાંચીપુરમના શ્રીપેરુમ્બુદુરમાં આવેલો 163 એકરમાં ફેલાયેલો ચેન્નઈ પ્લાન્ટ ઉત્પાદન કામગીરીમાં કનેક્ટેડ મશીનરી, રિયલ-ટાઇમ ડેટા એનાલિટિક્સ અને અદ્યતન ઓટોમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ પ્લાન્ટ સીએટની બીજી ફેક્ટરી છે અને વિશ્વની માત્ર ચાર ટાયર ફેક્ટરીઓમાંની એક છે, જેને ડબ્લ્યુએચઓ તરફથી લાઇટહાઉસનો દરજ્જો મળ્યો છે. સલામતીના ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરી માટે તેને બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલનો 5-સ્ટાર એવોર્ડ અને સ્વોર્ડ ઑફ ઑનર પણ મળ્યો છે.
પ્લાન્ટના કુલ વિસ્તારના 25 ટકા ભાગમાં હરિયાળી છે અને તેની ઊર્જાની નોંધપાત્ર જરૂરિયાત નવીનીકરણીય ઊર્જાના સ્ત્રોતોમાંથી પૂરી કરવામાં આવે છે. તેમાં 9 મેગાવોટની રૂફટોપ સોલાર સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ પ્લાન્ટ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સુવિધા ધરાવતો પ્લાન્ટ પણ છે, એટલે કે ઔદ્યોગિક પ્રવાહી કચરાને બહાર છોડવામાં આવતો નથી.
વિવિધ કેટેગરીમાં વધારવામાં આવેલી ઉત્પાદન ક્ષમતાઓથી ચેન્નઈ પ્લાન્ટની સીએટની ઉત્પાદન કામગીરીમાં ભૂમિકા વધુ મજબૂત બની છે. સાથે જ, ભારતમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારો માટે ટેક્નોલોજી આધારિત પ્રીમિયમ પ્રોડક્ટ્સ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે ઉપલબ્ધ શ્રેણીમાં પણ વધારો થયો છે.
