
અમદાવાદ, 01 ઓક્ટોબર, 2026: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર-કેબલ ઉત્પાદક આરઆર કાબેલે તેના કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2026ની અમદાવાદ આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેમાં પાંચમી આવૃત્તિ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કંપનીએ અમદાવાદમાં કેટલાક હકદાર વિદ્યાર્થીઓને લેપટોપનું પણ વિતરણ કર્યું હતું, જેથી તેમને અભ્યાસમાં મદદરૂપ થાય તેવું વધારાનું સંસાધન મળી રહે અને તેમની શૈક્ષણિક સફરને વધુ પ્રોત્સાહન મળે.
ઉદ્યોગમાં અગ્રણી એવી આ પહેલને ઈલેક્ટ્રિશિયનોના એવા સંતાનોને સહાય કરવા માટે તૈયાર કરવામાં આવી છે જેમણે ધોરણ 10ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે અને ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમ દર વર્ષે 1000 જેટલાં વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડે છે, આ માટે એક સઘન પસંદગી પ્રક્રિયાનો અમલ કરવામાં આવે છે, જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓના પ્રયાસો અને દૃઢ નિશ્ચયનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને તેમની શૈક્ષણિક સફરને આગળ ધપાવવામાં અને તેમના તથા તેમના પરિવાર માટેની આકાંક્ષાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધવામાં મદદ કરવાનો છે.
હવે તેની પાંચમી આવૃત્તિમાં, મુખ્ય શિષ્યવૃત્તિ કાર્યક્રમ પ્રેમથી કાબેલ દોસ્ત તરીકે ઓળખાતા ઇલેક્ટ્રિશિયનોના બાળકોની શૈક્ષણિક આકાંક્ષાઓને સફળતાપૂર્વક ટેકો આપવાનું આગળ ધપાવે છે. આ વર્ષે, મજબૂત શૈક્ષણિક પ્રદર્શન અને પોતાના શિક્ષણ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવનારા વિદ્યાર્થીઓના પ્રયત્નોની ઓળખ કરવા અને પ્રોત્સાહન આપવાની શાખને કારણે અરજદારોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. દેશભરમાં 1,000થી વધુ વિજેતાઓમાંથી, ગુજરાત 107 સન્માનિત વિજેતાઓ સાથે સૌથી અલગ તરી આવે છે. આ વિજેતાઓને અમદાવાદની ફાઇવ પેટલ્સ હોટેલ અને બેન્ક્વેટ્સ ખાતે એક ખાસ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકો અને તેમના પરિવારોને એકસાથે લાવવા અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે એક ખાસ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે ગૌરવની ક્ષણ હતી, જેમાં માત્ર શૈક્ષણિક સિદ્ધિ જ નહીં, પરંતુ તેની પાછળ રહેલા ખંત અને નિષ્ઠાને પણ બિરદાવવામાં આવી હતી. ઘણા પરિવારો માટે, આ મદદ તેમના બાળકોના શિક્ષણ અને તેમના સપનાઓને સાકાર કરવાના પ્રયાસોમાં આગળ વધવા માટે નવી આશા, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડે છે.
પોતાના વિઝન અને નેતૃત્વને પ્રતિબિંબિત કરતા આ કાર્યક્રમ વિશે RR ગ્લોબલના ડિરેક્ટર શ્રીમતી કિર્તી કાબરાએ જણાવ્યું હતું કે, “દરેક કાબેલ સ્ટાર વિદ્યાર્થીની પાછળ સખત મહેનત, ત્યાગ અને આશાની એક કહાણી છુપાયેલી છે. અમે જોયું છે કે ઘણીવાર મુશ્કેલ સંજોગો હોવા છતાં પરિવારો તેમના બાળકોના સપના પાછળ કેટલું બધું યોગદાન આપે છે, અને કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ આ સફરમાં તેમની પડખે ઊભા રહેવાનો અમારો પ્રયાસ છે. પાંચ વર્ષ પછી પણ અમારા કાબેલ દોસ્ત તરફથી મળતા સહયોગ અને ઉત્સાહમાં વધારો અમારા માટે એક મોટા પ્રોત્સાહનનો સ્રોત છે. અમને આશા છે કે આ સન્માન દરેક વિદ્યાર્થીને મોટા સપના જોવા, વધુ સખત મહેનત કરવા અને આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપશે. તેમની આજની સિદ્ધિઓ એ વાતની યાદ અપાવે છે કે જ્યારે કોઈ બાળકને યોગ્ય મદદ અને પ્રોત્સાહન મળે છે, ત્યારે તેની ક્ષમતાઓ અને શક્યતાઓ અમર્યાદિત બની જાય છે.”
શિષ્યવૃત્તિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિ, ઇલેક્ટ્રિશિયન સમુદાય પ્રત્યે અને તેમના બાળકોના ભવિષ્યમાં રોકાણ કરવા અને તેમને તેમની મહત્વાકાંક્ષાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવા માટે આરઆર કાબેલની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને વધુ નક્કર બનાવે છે. નવા શૈક્ષણિક માર્ગોને સક્ષમ કરીને અને નાણાકીય અવરોધો તેમની મહત્વાકાંક્ષાના માર્ગમાં ન આવે તેની ખાતરી કરીને, કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમએ ભૂતકાળના વિજેતાઓમાં સફળતાની અસંખ્ય વાર્તાઓને પ્રેરણા આપી છે, જેમણે શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી છે અને આશાસ્પદ કારકિર્દીનું નિર્માણ કર્યું છે.
