પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની સુવિધા તેમજ વધારાના મુસાફર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેન બંને દિશામાં કુલ 14 ફેરા કરશે, જેનાથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં સુવિધા રહેશે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:ટ્રેન નંબર 09401/09402 અમદાવાદ–માલદા ટાઉન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (14 ફેરા) ,ટ્રેન નંબર 09401 અમદાવાદ–માલદા ટાઉન સ્પેશિયલ દર બુધવારે અમદાવાદથી બપોરે 15:30 વાગ્યે ઉપડશે અને શુક્રવારે સવારે 10:00 વાગ્યે માલદા ટાઉન પહોંચશે. આ ટ્રેન 14 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી દોડશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09402 માલદા ટાઉન–અમદાવાદ સ્પેશિયલ દર શુક્રવારે માલદા ટાઉનથી 20:05 વાગ્યે ઉપડશે અને રવિવારે બપોરે 13:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2026 સુધી દોડશે.આ ટ્રેન બંને દિશામાં માર્ગમાં નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, બખ્તિયારપુર, મોકામા, કિઉલ, અભયપુર, જામાલપુર, સુલતાનગંજ, ભાગલપુર, કહલગાંવ, સાહિબગંજ, બડહરવા અને ન્યૂ ફરક્કા સ્ટેશનો પર ઊભી રહેશે.આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.ટ્રેન નંબર 09401 માટેનું બુકિંગ 13 ઓક્ટોબર, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, કોચની રચના અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
