આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી સાથે ગરબાની યાદગાર સાંજ માણવાની તક આપી રહ્યું છે. એરટેલ પોસ્ટપેઇડ એડવાન્ટેજ ક્લબ દ્વારા ગ્રાહકોને સમગ્ર વર્ષ દરમિયાન મનોરંજન, જીવનશૈલી અને અન્ય વિશિષ્ટ અનુભવોનો લાભ મેળવવાની તક મળે છે.

એરટેલ પોસ્ટપેઇડ એડવાન્ટેજ ક્લબ અંતર્ગત પસંદગી પામેલા ગ્રાહકો 10થી 19 ઑક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદના સવાના પાર્ટી લૉન ખાતે યોજાનારા ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે. આ પ્રસંગે ગ્રાહકોને અનેક વિશેષ સુવિધાઓનો લાભ મળશે, જેમાં * વીઆઈપી ગરબા ઝોનમાં પ્રવેશ* આરક્ષિત VIP પાર્કિંગ* યાદગાર તસવીરો લેવા માટે ખાસ ફોટો બૂથની સુવિધા નો સમાવેશ થાય છે.દરરોજ પસંદગી પામેલા 30 વિજેતાઓને આ ખાસ અનુભવ માણવાની તક મળશે. તેમાં 15 વિજેતાઓ અને તેમની સાથે આવનાર એક-એક સાથી નો સમાવેશ થાય છે. પ્રાથમિકતા સાથે પ્રવેશ, સુવિધાજનક વ્યવસ્થા અને ઉત્સવમય વાતાવરણ દ્વારા એરટેલ ગ્રાહકોને નવરાત્રિ દરમિયાન ગરબાની મજા માણવા, મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવવા તથા યાદગાર પળો સર્જવાની તક પૂરી પાડી રહ્યું છે.એરટેલની ફાસ્ટ લેન ટેક્નોલોજી દ્વારા ગ્રાહકોને ગરબાની રાત્રી જેવા વધુ ભીડવાળા સ્થળોએ પણ ઝડપી ઈન્ટરનેટ સ્પીડ અને સીમલેસ કનેક્ટિવિટી નો અનુભવ મળી શકે છે.આ પહેલ મોબાઇલ સેવાઓથી આગળ વધીને ગ્રાહકોને વિશેષ અનુભવો અને વધારાના લાભો આપવાના એરટેલના પ્રયાસનો એક ભાગ છે. એરટેલ પોસ્ટપેઇડ એડવાન્ટેજ ક્લબ દ્વારા ગ્રાહકોને સમગ્ર વર્ષ દરમિયાન મનોરંજન, જીવનશૈલી અને અન્ય વિશિષ્ટ અનુભવોનો લાભ મેળવવાની તક મળે છે.પાત્ર એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો નોંધણીની વિગતો, સમયમર્યાદા તથા નિયમો અને શરતો જાણવા માટે એરટેલ ઍપની મુલાકાત લઈ શકે છે.
