Tuesday, October 13, 2026
HomeIndiaનવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી તેજસ્વી વધે છે.

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી તેજસ્વી વધે છે.

Date:

Related stories

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને જુદી પાડતી કોઈ શક્તિ હોય તો એ બુદ્ધિ અને એ બુદ્ધિ શક્તિ દ્વારા પ્રાપ્ત થતી વિદ્યા શક્તિ છે જે ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વને નિખારી જીવન શણગારે છે. નવદુર્ગા ના નવે સ્વરૂપમાં કોઈને કોઈ બૌદ્ધિક કે વિદ્વતાની વિશેષતા છે,જે આપણે ક્રમે ક્રમે જોઈ રહ્યા છીએ. આજે આસો નવરાત્રીનો ચોથો દિવસ એટલે કે મા નવદુર્ગાના કુષ્માંડા સ્વરૂપના પૂજન અર્ચનનો દિવસ. કુષ્માંડાની સંધિ છૂટી પાડીએ તો કુ + ઉષ્મા+અંડ, કુ એટલે થોડી, ઉષ્મા એટલે ગરમી, અને અંડ એટલે કે ઈંડા આકારની પૃથ્વી. કહેવાય છે કે જ્યારે કંઇ જ નહોતું, માત્ર ઉજ્જડ ધરા અને અંધારા હતાં, ત્યારે મા ચામુંડા એ પોતાની સંકલ્પ શક્તિ અને કલ્પના શક્તિને આધારે સૃષ્ટિનું સર્જન કર્યું, તેને આઠ હાથ છે, અને શસ્ત્રો અને માળા ધારણ કરેલી આ માતાની આરાધના કરવાથી સૂર્ય સમાન પ્રભા વલય વધે છે, એટલે કે કારણ શરીર આભા વલય વધે છે, અને તેજસ્વિતા વધે છે, બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ તરફ જાય છે. આવો દર્શન કરીએમાં પણ આજે આપણે આવી જ એક માતા એટલે કે માતા ગાયત્રી માતા અને તેના એક પ્રસિદ્ધ મંદિર વિશે વાત કરીશું.

વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીને દેવી તરીકે પણ પૂજા થાય છે, અને સવિતા દેવ તરીકે પણ પ્રચલિત છે. ચારે વેદોની ઉત્પત્તિ પણ મા ગાયત્રી દ્વારા થઈ હોવાનું મનાય છે, તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રકટયાં, અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે. એટલે જ આ મંત્રની સાધના કરનારનું જ્ઞાન વધે છે અને મા સરસ્વતી પ્રસન્ન થતા કલા કે વિદ્યાનુ વરદાન પ્રાપ્ત થાય છે. તેમજ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરનાર દેવ હોવાથી વિવિધ સર્જન કાર્ય પણ કરી શકે છે. ગાયત્રી મંત્રની જેણે સાધના કે ઉપાસના કરી હશે, તે સર્વને તેના અનુષ્ઠાનના નિયમોનો ખ્યાલ હશે જ, કે ગાયત્રી મંત્રની સાધના બ્રહ્મમુહૂર્તથી સૂર્યોદય સુધીના સમયમાં અને તે પછીની અવધિ સૂર્યની હાજરીમાં કરવામાં આવે છે. મંત્ર સાધનાનુ ગજબનું પરિણામ આપતું આ વ્રત જીવનની સમુગળી દિશા જ બદલી દે છે, ગઈકાલ સુધી જે જીવ મોહ માયા પાછળ ઘેલો થઈ ફરતો હતો એને કાયાની માયા પણ નથી રહેતી. ઉગતા સૂર્યની તેજસ્વિતા કપાળે અંકિત થાય છે, અને લલાટમાં સમજણનું ત્રીજું નેત્ર ખુલે છે.દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રહમી, વૈષ્ણવી,અને શાંભવી, સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે.સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. માતા ગાયત્રી પણ ભગવાન શંકરની જેમ પંચમુખ ધરાવે છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે, અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે, આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે, અને ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં રુદ્રાણી કે શાંભવી હોય છે,ત્યારે તેઓનું વાહન બળદ હોય છે.એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. આમ અંબાજીમાં ને બહુચરાજીમાં પણ આપણે જોયું હતું કે શરીરની ત્રણ મુખ્ય અવસ્થા પ્રમાણે ના રૂપ ને સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે.શાસ્ત્રોના કહેવા પ્રમાણે એકવાર ભગવાન બ્રહ્માં એક યજ્ઞમાં ગયા હતા. આ યજ્ઞમાં પત્નીનું સાથે બેસવું જરૂરી હતું. પરંતુ ભગવાન બ્રહ્માંની પત્ની સાવિત્રી તેમની સાથે કોઈ કારણ ને લીધે આવી નહોતી. યજ્ઞમાં હાજરી આપવા માટે બ્રહ્માંજી એ દેવી ગાયત્રી સાથે લગ્ન કરી લીધા, અને તેની સાથે તે યજ્ઞમાં હાજર રહ્યા.માતા ગાયત્રી આ રીતે બ્રહ્માના પત્ની બન્યા.ભારતના મધ્યપ્રદેશ ખાતે ગાયત્રી માતાનું એક રહસ્યમય મંદિર છે જેમાં ગાયત્રીની મૂર્તિ પાણીમાં તરે છે, અને તેને કારણે વિવિધ અટકળો પણ બાંધવામાં આવે છે, છતાં તે મૂર્તિ ક્યારે સ્થાપિત થઈ અને કોણે કરી એ રહસ્ય અકબંધ છે. ભગવાન નૃસિંહના પ્રસિદ્ધ મંદિરમાં નૃસિંહની મૂર્તિ પણ પાણીમાં તરે છે, અને માતા ગાયત્રીની મૂર્તિ પણ પાણીમાં તરતી હોય તેવું દ્રશ્ય અહીં મંદિરમાં છે.દેવ કે દેવીની ત્રણ મુખ, અથવા ચાર ભુજા વાળી મૂર્તિ હોય, તે સામાન્ય વાત છે. પરંતુ આ એક પહેલી મૂર્તિ છે. જેના ત્રણ પગ છે. આ મંદિરના પુજારીના મત અનુસાર ત્રણ પગ વાળી મુર્તિ આ મંદિર સિવાય કોઈ પણ મંદિરમાં નથી. ગાયત્રીમાની આ મૂર્તિને ત્રિપદા ગાયત્રી કહેવામાં આવે છે. ભક્તોની આ મંદિરમાં આવી ને માંગવામાં આવેલી બધી મનોકામના પૂર્ણ થાય છે.પુરા ભારત તથા ગુજરાતમાં મોટી સંખ્યામાં ગાયત્રી મંદિર આવેલા છે, અને ગાયત્રી મંત્રનો ખૂબ જ બહોળા પ્રમાણમાં તેનો જાપ થાય છે. ગાયત્રી મંત્રના જાપથી સદબુદ્ધિ આવે છે, અને બુદ્ધિ ત્રણે સ્તરે ગતિ કરે છે. આજથી લગભગ 40થી 45 વર્ષ પહેલા મારા સદગુરુ ભગવાન શ્રી પંડિત રામ શર્મા આચાર્ય એ યુગ નિર્માણ માટે વિચાર ક્રાંતિ અભિયાન શરૂ કર્યું, અને આ બધાં મંદિરોમાં જોરશોરથી આવી પ્રવૃત્તિ ચાલે છે.તેનુ મુખ્ય મથક હરિદ્વાર ખાતે શાંતિકુંજ છે.અહી લોકો સાધના માટે, કે રોગ ઉપચાર માટે પણ આવે છે. વ્હેલી પ્રભાતે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવા માટે અલગ ખંડની રચના છે, ગર્ભ સંસ્કાર માટે પણ વિધિ છે, અને આર્યુવેદની દવાનું વિતરણ તથા અગરબત્તી વગેરેનો ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે,મંત્ર લેખન ઉપરાંત ગુરુદેવની નાની મોટી પુસ્તિકાનું વિતરણ પણ થાય છે. ચિંતનની ક્ષણે નો આ લેખ લખનારના પણ એ સદગુરુ દેવ છે, અને આ નિરંતર વહેતો પ્રવાહ એની કૃપાનો પ્રતાપ છે. ગાયત્રી મંત્ર, ઉપરાંત ગાયત્રી ચાલીસા અને ગાયત્રી શતક ના પણ ઘણા નિયમિત પાઠ કરે છે, અને ગાયત્રી મંત્ર જાપ કે લેખન માટે બુક વિતરણ પણ થાય છે, ખાસ કરીને ગર્ભ ધારણ કરેલી મહિલાઓ મંત્ર લેખન કરે તો આવનાર બાળક સ્વસ્થ, સુંદર અને સૌમ્ય જન્મે.મા જગતજનનીનું ગમે તે સ્વરૂપ હોય, પણ તેના દર્શન માત્રથી પતિત ભાવ મીટે છે, અને પુનીત પ્રગટે છે. તેના નિત્ય સ્મરણથી જીવનમાં બળ બુદ્ધિ વધે છે અને વિશિષ્ટ સાધના કે આરાધનાથી વિદ્યાના વરદાન પ્રાપ્ત થાય છે. આપણે સૌ પણ આ નવરાત્રી એ મા જગત જનનીના સાનિધ્ય ને હૈયામાં પામીએ, અને આપણાં આવાં ઐતિહાસિક વિરાસત ધરાવતા મંદિરોનાં દર્શન કરી જીવન ધન્ય બનાવીએ. જય અંબે.

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here