Tuesday, October 27, 2026
HomeGujaratAhmedabadSVNM ટ્રસ્ટ નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ...

SVNM ટ્રસ્ટ નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરશે.

Date:

Related stories

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ...

“સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન” અંતર્ગત યોજાયેલ રાજય કક્ષાની...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના...

ચૈતર વસાવાને મળ્યા 3 દિવસના જામીન

બિમાર ભાઈને મળવા માગ્યા હતા જામીન રાજપીપલા, તા 27, ડેડીયાપાડાના...

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

આંખના દર્દોથી પીડાતા 1 કરોડ દર્દીઓને અંધત્વ મુક્ત કરવા તેમજ અંધજનોને પગભર કરવા માટે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર સ્થાપવાનો SVNM ટ્રસ્ટનો નિઃસ્વાર્થ સમાજપયોગી સંકલ્પ
અમદાવાદ તા. 26 ઓક્ટોબર 2026: સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM Trust) દ્વારા નવસારીના સુપા ગામની સેવાભાવી ધરા પર દ્રષ્ટિહીન વ્યકિતઓની આંખોમાં રોશની પ્રગટાવવાના સંકલ્પને વધુ પરિપૂર્ણ બનાવવા તથા દ્રષ્ટિહીન લોકોને અંધકારથી ઉજાસ તરફ લાવવાના ઘર ઘર દ્રષ્ટિ અભિયાનના સેવામય પ્રયાસના ભાગરૂપે રૂ.450 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરની સુવિધા સભર અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરશે. પશ્ચિમ ભારતની વિશ્વકક્ષાની અત્યાધુનિક નેત્ર હોસ્પિટલના લાભાર્થે આવતીકાલે શહેરના કર્ણાવતી કલબ પાસે આવેલા ઔડા ઓડિટોરિમ ખાતે ‘ઘર ઘર દ્રષ્ટિ – દ્રષ્ટિથી સેવા તરફ’ જાણીતા કલાકાર માયાભાઈ આહિરના હાસ્ય અને સાહિત્યસભર કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, સુપા ગામ (ગુરૂકુલ), નવસારી ખાતે તા. 05, થી 13 , ડીસેમ્બર-2026 દરમિયાન વિશ્વ વંદનીય, સંત વિભૂતિ, પરમ પૂજ્યશ્રી મોરારી બાપુની ‘શ્રી રામ કથા’નું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ(SVNM Trust)ના પ્રમુખ ડો. ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં આંખોની તકલીફો ખૂબ જ ઝડપથી વધતી જોવા મળે છે, જેના અનુસંધાને નવસારી જીલ્લાના સુપા ગામ ખાતે આશરે 16 વીઘા જમીનમાં 200 બેડ, 21 ઓપરેશન થિયેટર અને 64 OPD ધરાવતી અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ‘દ્રષ્ટિ ધામ’માં આંખના વિવિધ રોગો જેવા કે મોતિયો, ગ્લુકોમા, રેટિના સંબંધિત રોગોના નિષ્ણાત ડૉક્ટરોની સારવાર ઉપલબ્ધ રહેશે. આ ‘દ્રષ્ટિ ધામ’માં વર્ષે અંદાજે 1,20,000 ઓપરેશનો થઈ શકે તેવી સુવિધાઓ હશે. જેમાં મોતિયા,પડદાના, ઝામરના કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો કરવામાં આવશે. તેમજ આંખની દરેક અસાધ્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આંખના રોગોથી પીડાતા દરેક દર્દીઓની પીડા દુર કરી તેમના મુખ ઉપર હાસ્ય લાવવાનું છે. આ હોસ્પિટલનો મુખ્ય હેતુ સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને રાહત દરે અથવા નિ:શુલ્ક નેત્ર સારવાર પહોંચાડવાનો છે.સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ(SVNM Trust)ના સીઈઓ ડો. દિશાંતભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, સુપા ગામ ખાતે નિર્માણ પામનારા ‘દ્રષ્ટિ ધામ’માં જે લોકો સાવ જોઈ નથી શકતા તેવા નેત્રહીન લોકો માટે પુનર્વસન કેન્દ્ર સ્થાપવામાં આવશે. જે દ્રષ્ટિ ગુમાવેલા લોકોને જે-જે કાર્યો કરવામાં તકલીફો પડે છે ત્યાં તેઓને મદદ કરશે. નેત્રહીન લોકોને પડતી તકલીફો જેવી કે, હાલવા-ચાલવામાં,- ફરવામાં, મોબાઈલ તેમજ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો, રસોઈ કરવામાં આ બધી તકલીફોમાં તેમજ તેઓને દૈનિક જીવનમાં સ્વાવલંબન માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. સાથોસાથ દ્રષ્ટિહીન લોકોને શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ આપીને તેઓને આત્મનિર્ભર બનાવાશે. આ ‘દ્રષ્ટિ ધામ’ આંખની દ્રષ્ટિની પીડાથી પીડાતા દરીદ્રનારાયણોની પીડા શાંત કરવાનું ધામ છે.SVNM Trustના કર્મયોગી નીરવભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની વિવિધ સેવાઓ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે,“પ્રોજેક્ટ દ્રષ્ટિ” SVNM ટ્રસ્ટ દ્વારા સુરત તથા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ દ્વારા લોકોને નવી દ્રષ્ટિ અને ઉજાસ આપવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે, જેમાં વર્ષ 2023-26 દરમિયાન 420 થી વધુ કેમ્પ દ્વારા 51,800 થી વધુ લોકોનું સ્ક્રિનિંગ અને 11,531 લોકોને નિઃશુલ્ક ઑપરેશન કરવામાં આવ્યા છે. “દ્રષ્ટિમિત્ર પ્રોજેક્ટ” હેઠળ અંતરિયાળ ગામોમાંથી દીકરીઓને લાવી તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ 40 કરતાં વધુ દીકરીઓ આરોગ્યક્ષેત્રની તાલીમ મેળવી પોતાના ઉજ્જવળ અનેસ્વાભિમાની ભવિષ્ય તરફ આગળ વધીરહીછે. “SVNM પ્રજ્ઞાચક્ષુ સ્કિલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ સેન્ટર” સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ આ સેન્ટર દ્રષ્ટિ ગુમાવેલા વ્યક્તિઓને કાઉન્સેલિંગ, મોબિલિટી ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને સ્માર્ટફોન ઉપયોગની તાલીમ આપી આત્મનિર્ભર બનાવે છે. આ સાથે ‘ચશ્મા રથ’ દ્વારા અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી માત્ર 10 મિનિટમાં નંબર પ્રમાણેના ચશ્મા આપી લોકોને નવી દ્રષ્ટિ અને સ્પષ્ટ વિઝન આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.“ઘર ઘર દ્રષ્ટિ અભિયાન” આ પ્રોજેક્ટ અંતર્ગત ગામેગામ ઘરે ઘરે જઈ આંખોની તપાસ કરવામાં આવે છે.“જૂના ચશ્મા એકત્રીકરણ અભિયાન” હેઠળ જૂના ચશ્મા એકત્ર અભિયાન દ્વારા ઉપયોગમાં ન હોય એવા ચશ્મામાં નવા ગ્લાસ ફિટ કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ...

“સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન” અંતર્ગત યોજાયેલ રાજય કક્ષાની...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના...

ચૈતર વસાવાને મળ્યા 3 દિવસના જામીન

બિમાર ભાઈને મળવા માગ્યા હતા જામીન રાજપીપલા, તા 27, ડેડીયાપાડાના...

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here