માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષ નિમિત્તે “સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન” અંતર્ગત ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયની તમામ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કક્ષાએથી શરૂ કરીને રાજય કક્ષા સુધીની આ સ્પર્ધાઓમાં ૫૫,૪૫,૯૪૬ બાળકોએ ચિત્ર સ્પર્ધામાં તથા ૧૧,૨૪,૬૨૨ બાળકોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

અમદાવાદ શહેરની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની ૪૬૦ શાળાઓ અને અમદાવાદ શહેરની ૧૭૨૬ પ્રાઇવેટ શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ ૪,૧૧,૮૬૬ વિદ્યાર્થીઓ પૈકી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની શાહપુર ગુજરાતી શાળા નં. ૫ના મયુર મહેશભાઇ વાઘરી વિજેતા થયા હતા તથા વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ ૫૭,૧૧૧ વિદ્યાર્થીઓ પૈકી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની જી.આઇ.ડી.સી. ઓઢવ ગુજરાતી શાળા નં. ૨ના નવ્યા સંજયભાઇ સોલંકી વિજેતા થયા હતા.ગુજરાતની રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા તા. ૧૬-૧૦-૨૦૨૬ના રોજ ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે માન. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં અને માન. રાજયકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં રાજયના ચાર ઝોન દીઠ સ્પર્ધાઓ યોજવામાં આવી. મધ્ય ઝોનમાં નવ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાનો સમાવેશ હતો. મધ્ય ઝોનના નવ જિલ્લાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર ૧૯,૮૨,૯૨૮ બાળકો પૈકી પ્રથમ ક્રમે મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની શાહપુર ગુજરાતી શાળા નં. ૫ના મયુર મહેશભાઇ વાઘરી પ્રથમ નંબરે વિજેતા બનેલ તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર ૩,૦૬,૨૫૬ બાળકો પૈકી પ્રથમ ક્રમે મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની જી.આઇ.ડી.સી. ઓઢવ ગુજરાતી શાળા નં. ૨ના નવ્યા સંજયભાઇ સોલંકી પ્રથમ ક્રમે વિજેતા બનેલ. જે બંને બાળકોને માન. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને માન. રાજયકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા દ્વારા રાજય કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આમ, ફરી એકવાર મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકોએ રાજયની હજારો ખાનગી પ્રાથમિક શાળાઓ તથા સરકારી શાળાઓમાં જાહેર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને મ્યુનિ. સ્કૂલ બોર્ડનું ગૌરવ વધારેલ છે.ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, “છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સરકારી શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી શૈક્ષણિક જોગવાઇઓ અને માન. મુખ્યમંત્રીશ્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, જેવી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ તથા નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાઓના કારણે બાળકોને શિક્ષણ સાથે- સાથે આર્થિક સહયોગથી તેમના બાળકોને ઉચ્ચ અભ્યાસની વિવિધ તકો પ્રાપ્ત થઇ રહી છે. શાળાથી રાજય સ્તરીય વિવિધ સ્પર્ધાઓને કારણે મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની શાળાઓમાં અભ્યાસ કરતાં અમારા બાળકોના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે, બાળકોને સાંપ્રત પ્રવાહો અનુસાર અદ્યતન ટેકનોલોજીયુકત ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાની નવી તકો મળી રહી છે. જેના માટે અમો ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. ”
